Dr Jay Dave

Abstract Inspirational

4.0  

Dr Jay Dave

Abstract Inspirational

બી એન રાવ

બી એન રાવ

2 mins
293


બંધારણના ઘડવૈયાઓ પૈકી એક ભૂલાયેલું પાત્ર – બી.એન. રાઉ (જેઓ એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ પણ હતા)

મિત્રો આપ સૌએ બંધારણના પિતા તરીકે ડો આંબેડકરનું નામ તો બહુ સાંભળ્યું હશે. પરંતુ તમને ખબર છે કે બંધારણની રચનામાં આંબેડકરથી પણ વધારે તેજસ્વી અને કાયદા ક્ષેત્રે એક વિદ્વાન બ્રાહ્મણ નું પણ અમૂલ્ય યોગદાન છે.

જેઓ હોદ્દાની રૂહે બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા અને તેઓ ના અમૂલ્ય માર્ગદર્શન વગર બંધારણની રચના કરવી લગભગ અશક્ય હતી ! તો ચાલો આજે જાણીયે એ મહાન વિભૂતિ વિષે.

 શ્રી બી.એન.રાવ એ ના ભારતીય બંધારણનો પ્રથમ મુસદ્દો તૈયાર કર્યો હતો અપિતુ ભારતની સાથે સાથે મ્યાનમાર ના બંધારણ નો ડ્રાફ્ટ પણ એમણે જ તૈયાર કરેલો હતો

એ ઉપરાંત બી.એન.રાવ, એ સંવિધાન સભાના સદસ્યના હોવા છતાં પણ સંવિધાન સભા ના અભિન્ન હિસ્સો હતા કેમકે, આપણું બંધારણ એ 70% ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 પર આધારિત છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, 1935 તૈયાર કરનારા બી.એન. રાવ જ હતા.

ત્યારબાદ, આજે ભારત જે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલનું કાયમી સદસ્ય બનવા થનગની રહ્યું છે, બી.એન.રાવ એ સિક્યુરિટી કાઉન્સિલ ના 1950 માં પ્રેસિડેન્ટ રહી ચુક્યા હતા.

 અને બી.એન.રાવ ની કાયદા ની અંદર પ્રકાંડ વિદ્વતા ને જોતા 1950 માં એમને આખા વિશ્વ ની કોર્ટ ગણાય એવી, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ના સિનિયર જજ બનવાનું નિમંત્રણ પ્રાપ્ત થયું હતું અને તેઓ ICJ ના 2 વર્ષ સુધી સિનિયર જજ રહ્યા હતા..

 તે ઉપરાંત, વર્ષ 1952 માં આખા વિશ્વ્ ની સંસદ ગણાય એવી યુનાઇટેડ નેશન જનરલ એસેબ્લિના સેક્રેટરી જનરલ બનવાની ઈલેક્શનમાં પણ તેઓ કેન્ડિડેટ તરીકે ઊભા રહ્યા હતા. પણ અફસોસ ઈલેક્શન થાય એ પહેલા જ તેમનું દેહાંત થઈ ગયું અન્યથા UNGA ના સ્થાપનાના માત્ર 7 વર્ષોમાં જ સેક્રેટરી જનરલ બનવાનું શ્રેય એક ભારતીય ને જરૂર પ્રાપ્ત થાત.

રાવના પ્રસંશામાં ડો આંબેડકર તારીફોના પુલ બંધાતા કહે છે કે- મને જે શ્રેય આપવામાં આવે છે તે ખરેખર મારું નથી. એ શ્રેય બંધારણ સભાના બંધારણીય સલાહકાર સર બી.એન.રાઉને ફાળે જાય છે જેમણે બંધારણનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કર્યો હતો, જેના ઉપર છેવટે મુસદ્દા સમિતિએ આગળ કામગીરી કરી હતી.” ડૉ. ભીમરાવ આંબેડકર.

આથી, આજે ભારત આ મહારત્ન ને ભૂલી ગયું દુઃખ એ વાતનું નથી. પરંતુ, દુઃખ અને અફસોસ એ વાતનો છે કે આપણાં દેશમાં જે મહાન લોકોનું વોટબેન્ક નથી હોતું એમને બી.એન.રાવ ના જેમ જ ભૂલાવી દેવામાં આવે છે !


Rate this content
Log in

Similar gujarati story from Abstract