STORYMIRROR

Dr Jay Dave

Drama Romance

3  

Dr Jay Dave

Drama Romance

અધૂરો પ્રેમ

અધૂરો પ્રેમ

2 mins
300

       શું લખું ? સાચું કહું..તો.. મારે કશું જ નથી લખવું કારણ કે લખવાનો કોઈ અર્થ નથી. બધું જ નિરર્થક છે. હું જાણું છું તું મને પ્રેમ કરે છે. અને તું પણ જાણે છે કે હું તને પ્રેમ કરું છું બંને જાણયે છીએ કે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો પણ બંને એકબીજાથી અજાણ. કોણ પહેલ કરશે પે'લી હું કે તું.. આપડા બંને નો સંબંધ કેવો નહીં.! નથી તારે કંઈ બોલવું નથી મારે કંઈ બોલવું. અને બોલવું તો છે બંને ને તોય લાગણીના તો અબોલા જ પાળવા છે...બોલવું છે બધું પણ એકબીજાની લાગણી વિશે નથી બોલવું.. મને ખબર છે તું તો ક્યારેય બોલવાની નથી,એટલે હવે મારે જ બોલવું પડશે..... 

સાંભળ.....

મારે તારી પાસે કોઈ ઈચ્છા નથી, અપેક્ષા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા કશું જ નથી.. બસ હૃદયમાં છૂપાવેલી થોડી વાતો છે જે તને આજે લખવી છે.... તો સાંભળ હવે તું.

મારે તારી પાસેથી કંઈ નથી જો'તું થોડો તારો સમય બગાડી તારી જોડે વાત કરવી છે.

તારો હાથ પકડી વધારે નહીં એક બે ડગલાં તારી જોડે ચાલવું છે.

એક ક્ષણ માટે તારી આંખોમાં આંખ પોરવી મારા માટે તારી આંખોમાં પ્રેમ શોધવો છો.

બસ અમસ્તાં જ મારે જોરથી તારા ગળે વળગી પડવું છે.

કલાકો સુધી તારા ખોળામાં માથું રાખી બધું ભૂલી સુઈ જવું છે.

બસ તને જોઈ જોઈ ને ખડખડાટ મારે મન મૂકીને હસી પડવું છે.

બસ વધારે નહીં હો એક જ મિનિટ મારે તને મારા હૃદયના ધબકારા સંભળાવવા છે.

અને હા તારા હૃદય પર કાન ધરી ને તારા હૃદયના ધબકારા પણ સાંભળવા છે.

અને એક બીજી વાત.. મારી આંખોના ખૂણા માં બહુ બધાં આંસુ મે સૂકવી દીધા છે.

એ સૂકાયેલા આંસુને ફરી ભીનાં કરી તારા હાથે મારા ગાલ પરથી લૂછાવવાં છે.

અને હા સાવ સાચું કહું.. ખોટું નહીં લગાવતી .. મારી પાસે કોઈ કારણ તો નથી, મારે કારણ વગર તારું થઈ જવું છે.

    બધાં પાસે કોઈ ને કોઈ કારણ હોઈ છે.. પણ મારી પાસે કોઈ કારણ નથી. મને તો તું બસ કારણ વગર ગમે છો.

હવે આગળ શું લખું મને સમજાતું નથી.. જ્યારે જ્યારે તારા વિશે લખવા બેસુ તો મારે શબ્દોની ખૂટ જ પડે..કયાંથી લાવવા શબ્દો મારે..હવે તું સમજી જા તો બસ છે....મારો આ પત્ર અધૂરો છોડુ છું.. કારણ કે આપણે બંને એકબીજા વગર અધૂરા છીએ. તું અધૂરી છો, હું અધૂરો છું, તારો ને મારો પ્રેમ અધૂરો છે...તો પછી તને લખેલો પત્ર પણ અધૂરો જ હોય ને.. આપણાં અધૂરા સંબંધનો પત્ર પણ અધૂરો જ રહેશે...કદાચ તારે પૂરો કરવો હોય તો ?

અને હા... મેં તને પત્ર નથી લખ્યો હો. મારાં હૃદયે લખ્યો છે. અને તને નહીં હો.... તારા હૃદયને લખ્યો છે.

લી.

એક હૃદય

                ( Jay dave) 

તા 29/11/2018

                                                              


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama