Dr Jay Dave

Drama Others

4.3  

Dr Jay Dave

Drama Others

દહીંની કિંમત

દહીંની કિંમત

4 mins
262


"પપ્પા જમવાનું બની ગયું છે, જમી લો". રસોડામાંથી અતિથિ એ બૂમ પાડી. 

"હા વહુ બેટા," એમ રાજેશ ભાઈ એ પ્રત્યુત્તર આપ્યો. રસોડા માંથી અતિથિ જમવાનું પીરસતા પીરસતા કીધું કે "પપ્પા, તમને ને ખબર છે આજે તમારા દીકરા સવારે કહી ને ગયા હતા કે આજે પપ્પા ને પ્રિય આલુ પરોઠા બનાવજે. અતિથિ હજુ કે'છે ત્યાં જ અવિનાશ ઘરમા પ્રવેશ્યો.

 "શું વાત ચાલી રહી છે, બન્ને બાપ દીકરી વચ્ચે ? " અવિનાશે આતુરતાથી પૂછ્યું.

" કાંઈ નહીં બેટા, વહુ તો તારું કે'તાં હતાં કે આજે જમવાનું મેનુ અવિનાશ એ કાંઈ ને ગયો હતો". રાજેશ ભાઈ એ જમવા બેસતા બોલ્યા.  

"વહુ બેટા થોડુક દહીં આપજો ને,..! રાજેશ ભાઈ એ અતિથિ ને કહ્યું.

" પપ્પા ઘરમા આજે દહીં નથી. " એમ અતિથિ એ જણાવ્યું. 

" સારું, બેટા કહી ને રાજેશ ભાઈ એ જમવાનું શરૂ કર્યું.

" પપ્પા તમે જમી લો હું ફ્રેશ થાયને આવું !" અવિનાશ એમ કહી ને રૂમ મા જતો રહ્યો.

 આજે રાજેશ ભાઈ નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા, કરોડો નો ધંધો એમને દીકરાના હાથમાં સોપીને હવે છેલ્લી જીવનમાં થોડીક ભગવાન ની મૂડી પણ મેળવી લેવા માગતા હતા. આમ તો છાયા બેન ના ગયા પછી જીવન મા તે એકલા પડી ગયા હતા પણ આટલો સમજદાર દિકરો ને સુશીલ વહુ મળી એટલે થોડાક અંશે એકલતા દૂર થાય ગઈ હતી..!

 " વહુ બેટા, હું સૂવા જાવ છું," હા પપ્પા કહી ને અતિથિ એ અવિનાશ ને બુમ પાડી.

 " ચાલો હવે, જમવાનું ઠંડુ થાય છે.!" હા આવું બે મિનિટ..!

 અતિથિ એ એક જ થાળીમાં બંનેનું પીરસયુ અને સાથે ફ્રિજમાંથી એક વાટકી દહીં કાઢ્યું. જમતા જમતા અવિનાશ એ પૂછ્યું કે હમણાં તો દહીં નહતું એવું પપ્પા ને કીધું હતું ને, (અવિનાશ ને ગુસ્સો થઈ આવ્યો) 

"  પપ્પા ને દહીં વગર ચાલે પણ તમને પરોઠા સાથે દહીં વગર ચાલતું નથી" અતિથિ એ દલીલ કરતા કહ્યું. આ વાત અવિનાશ ને મનમા લાગી આવી. અને તેના દિલમાં સોસરવી ઉતરી ગઈ. બધું કામ પતાવી ને બંને જણા બેડ રૂમમા આડા પડ્યા પણ આજે રાત્રે અવિનાશ ને ઊંઘ ના આવી. મન મા એક દ્રઢ નિશ્ચય કરી લીધા હતો.   

  આજે સવારે પાંચ વાગ્યે અતિથિની આંખો ઉઘડી ગઈ હતી બાજુ માં અવિનાશ ને ના જોઈ ને એને આશ્ચર્ય થયું, બાલ્કનીમા આજે અવિનાશ ચા ની ચૂસકી લગાવી રહ્યો હતો.   

 "વાહ, સાહેબ આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે" કે આજે તમે વે'લા ઊઠી ગયાં અતિથિ એ પૂછ્યું. 

 "કાંઈ નહીં, જલ્દી તૈયાર થાય જાવ આજે કાંઈક સરપ્રાઈઝ આપવાની છે" અવિનાશ એ મીઠી સ્માઈલ આપી. 

" ઓહો, માય સ્વીટ હાર્ટ,"અતિથિ ખુશી ખુશી થઈ ગઈ.  

  આ તરફ અવિનાશ એ બધી ફોર્માલીટી પતાવી દીધી, બંને નાસ્તો કરવા માટે હોલ મા આવી ગયા.  

" અરે દીકરા ને વહુ, આજે કેમ વે'લા ઊઠી ગયા. બહાર ફરવા જવાનું છે કે શું ? "રાજેશ ભાઈ એ બહુ ઉત્સાહથી પૂછ્યું. 

" કાંઈ જ નહી પપ્પા, એમ કહી ને અવિનાશે રાજેશ ભાઈ ના હાથમાં કાગળો મુક્યા,. રાજેશ ભાઈએ આશ્ચર્ય સાથે પેપર વાંચ્યા ને આંખમાં આંસુ આવી ગયા. 

  " શું થયું પપ્પા, કેમ રડો છો ? અતિથિ એ પૂછ્યું", " જોવો ને તમે પપ્પા રડી રહ્યાં છે, શું છે આ કાગળ માં"…? અતિથિ અચાનક પ્રશ્નોની લાઈન ઊભી કરી દીધી. 

રાજેશ ભાઈ એ પેપર અતિથિ ને હાથ મા આપ્યા, આ વાંચતા જ અતિથિના પગ નીચેથી જમીન ખસી ગઈ. 

  "આની શું જરૂર હતી, બેટા"? રાજેશ ભાઈ રડમશ આવાજમા જ બોલી ઊઠ્યા.  

 [ એ પેપર માં અવિનાશે વસિયત તૈયાર કરી હતી, આજ થી તે તેના જ પપ્પાની કંપનીમાં નોકરી કરશે અને તેનું વેતન પણ 15000 નક્કી કરેલું હતું, સાથે સાથે તે તેના પપ્પાના બીજા ઘરમાં રહેવા જઈ રહ્યો હતો સાથે એ પણ લખ્યું હતું કે ભાડા ના પેટે 3500 દર મહિને ચૂકવશે તથા લાઈટ બિલ ને બાકીના પણ અલગથી ચૂકવશે.

 આમ તો તેનો વિચાર ભાડાના ઘરમા જ જવાનો હતો પણ પપ્પા એકલા ના પડી જાય એટલા માટે તેણે પોતાના બીજા ઘરમાં રહેવા જવાનું નક્કી કર્યુ !

  હવે અવિનાશ કરોડો પતિ નહીં પણ સામાન્ય માણસ બની જવા માગતો હતો, હવે તેને એસી નહીં પણ ગરમીમાં નાહવાનુ હતું, તે પોતે પણ ઈચ્છતો નહતો છતાં એને કરવું હતું જે જરૂરી પણ હતું. 

  "પણ આ બધું શા માટે, બેટા? " રાજેશ ભાઈ એ અવિનાશ ને પૂછ્યું. 

  અવિનાશ એ પ્રેમ પૂર્વક જવાબ આપ્યો, "પપ્પા મારો ઉદ્દેશ્ય તમને એકલા મુકીને જવાનો નથી, પણ જીવન અમુક પાઠ પણ લોકો એ શીખવવા જરૂરી છે"..! 

  ' તમારા વહુ ને" દહીં ની કિંમત" સમજાવવા માટે આ જરૂરી છે પપ્પા !' આટલું કહી ને અવિનાશ એ અતિથિ એ સામાન પેક કરવા કહ્યું.

  " પપ્પા તમે ચિંતા ના કરશો નહીં, હું દિવસ મા બેવખત આવીશ, તમારા પાસે, અને થોડાક દિવસની તો વાત છે, પપ્પા..! તમારી વહુ ને જે દિવસે ' દહીંની કિંમત ' સમજાય જશે તે દિવસે અમે પાછા આવી જઈશું..!" અવિનાશ એ પપ્પાનો હાથ પકડી ને પ્રેમથી કહ્યું.

  " ઠીક છે બેટા, તને યોગ્ય લાગે એમ કર." રાજેશ ભાઈ એ નિરાશા સાથે કહ્યું.  

 ત્યાર બાદ બંને જણા એ અવિનાશ એ નક્કી કર્યું તેમ સાદું જીવન જીવવા લાગ્યા. રોજ સવારે બસ મા જતો ને સાંજે બસ મા આવતો.

{ ક્યારેક ક્યારેક જીવનમાં આપણા થી કોઈ ખાસ વ્યક્તિની ધ્યાન રાખવામાં બીજા વ્યક્તિ ને જાણતા અજાણતા દુઃખ પહોંચી જાય છે. સંબંધો એક વાત ધ્યાન રાખવું કે જ્યારે સંબંધોમાં મગજ વાપરવામાં આવે ત્યારે તે વ્યક્તિ ના દિલમાંથી આપણું સ્થાન ઊતરી જાય છે.}


Rate this content
Log in

Similar gujarati story from Drama