દીવાલ
દીવાલ
આપણે મા નું ઋણ તો કદી અદા નહીં કરી શકીએ....! માં એટલે લાગણીનો સાગર, જે મા એ આપણને સાગરમાં નવડાવ્યા, એ માં ને આપણે લાગણીની એક બુંદ પણ પાછી આપી શકીએ તો પણ ઘણું છે.........!
અને જિંદગી ક્યારેક એવા સંતાનો નથી આપતી કે ઋણ ચૂકવી શકે, ઊલટાનું તે દુ:ખ આપે છે, અને ક્યારેક કોઈ વિરલો એ ચૂકવવાં માગતો હોય તો પણ નસીબ સાથ નથી આપતા..
જેક્સન ઉર્ફે જેકી કહી ને મને સૌ બોલાવતા. મારા પરિવાર મા માતા-પિતા, મોટી બહેન અને હું. દાદા-દાદી તો મારા જન્મ પેલા જ સ્વર્ગસ્થ થઈ ગયેલ. પરિવારમાં બધાથી નાનો એટલે લાડકોડથી ઉછરેલો. પણ ગરીબીના લીધે કદાચ બાળકો ને સારું બાળપણ માતા-પિતા આપી ના શક્યા, પણ પ્રેમ અઢળક આપ્યો. પણ આજે ચાર દસકા બાદ પણ અઢળક સંપત્તિ હોવા છતાં માતા-પિતાનો પ્રેમ કાયમ યાદ આવતો.
આજે એ દિવસ યાદ કરીને આંખમાં આસું આવી જાય છે. એવો જ એક કિસ્સો યાદ આવી ગયો. ગરીબી હોવાથી અમે એક જ રૂમમાં રહેતા, અમારી વચ્ચે કોઈ જ દીવાલો ન હતી, શિયાળાના એ દિવસો હતા, ઠંડી ના લીધે મારા શરીરમાં કફ જામી ગયેલ. માંડ માંડ કરી ને મારા પિતા એ મારા માટે સારી દવા કરી હતી અને હું રાત્રે જાગી ના જાવ એટલે મારી માતા, આખી રાત મારી પાસે બેસી રહે.
આજે પણ યાદ છે કે એ દિવસે મને બહુ જ ઉધરસ ચડેલી ને મેં મારી માતા તરત જ પાણીનો ગ્લાસ ભરી લાવેલા, અને પિતા એ મને એટલી ઠંડીમાં ઉઘાડા દિલે દવાખાને લઈ ગયેલ, પણ આજે વિશાળ ઘરમાં દસ દસ રૂમ હોવા છતાં પણ એ પ્રેમ નથી મળતો.
મને આજે પણ અફસોસ છે કે હું માનું ઋણ ચૂકવી ના શક્યો, જ્યારે માતાને મારી જરૂર હતી ત્યારે હું આરામથી ઊંઘતો રહ્યો. ને એ કણસી રહેલી મા નું દર્દ સમજી ના શક્યો.
આજે માં ની બીજી પુણ્યતિથિ છે આજથી ઠીક બે વર્ષ પેલા માતા મને આ જિંદગીની જંગમાં એકલો મૂકીને જતા રહેલ, હું તો સાવ પાયમાલ થાય ગયેલ, આટલી સંપત્તિ છતાં પણ એ પ્રેમ નથી.
કદાચ આ દીવાલ ના હોત તો મારી માતા બચી ગયેલ, માતાને સમય સર હોસ્પિટલ લઈ શક્યો હોત, ને હાર્ટ એટેકથી બચાવી શક્યો હોત, નાનપણમાં આ દીવાલો ન હતી એટલે મારી લાગણી માતા સુધી પહોંચી, પણ અફસોસ આ દીવાલોને લીધે હું મારી મા ના દુ:ખને સમજી ના શક્યો, એટલે જ કદાચ આ દીવાલોથી મને નફરત થવા લાગી છે. આજે પણ ભગવાને પ્રાર્થના કરું છું કે મને દર જન્મે આ જ મા મળે, અને હું એને લાગણીનો એક બુંદ અર્પી શકું....!
કદાચ આ દીવાલે જે મા નો જીવ લઈ લીધેલ., કદાચ આ દીવાલ ના હોત તો મા મારી સાથે હોત... કદાચ.
