ભૂખ સમસ્યા
ભૂખ સમસ્યા
બેટ્સી ને માર્કએક બીજાનાં પ્રેમમાં પડ્યા ને તાત્કાલિક મેરેજ કરી લીધા.
લગભગ પાંચ વર્ષ સુધી સંતાન પ્રાપ્ત ના થયું ત્યારે ફર્ટીલીટી ડ્રગ્સ લઈ સ્પર્મ ઇન્સીમીનેશનની ટ્રાય ત્રણ વાર કરી. ખૂબ મોંધી આ ટેસ્ટ હોય છે. લગભગ ત્રણ ટ્રાયલ ના ૬૩,૦૦૦ ઉપર ડોલર્સ ખર્ચ્યા
પણ ત્રણ મીસકેરેજ નો ભોગ બનેલી બેટ્સી એમ હાર સ્વીકારે એમ નહોતી. છેવટે એડોપ્શનનો ઓપ્શન અપનાવ્યો. અને હા તે પણ ખૂબ મોંધુ છે ને લાંબી પ્રોસેસ પણ ખરીજ.
પહેલું બાળક તેને ફીલિપાઇન્સમાંથી મળ્યું ૪૯,૦૦૦ ડોલર્સ ના બદલામાં. એરપોર્ટ ઉપર જ દીકરા એ માનો ખભો પકડી લીધો વ્હાલથી ગાલે હાથ પણ ફેરવ્યો. ત્રણેક મહિનાના દીકરા ને કસ્ટમ ને
ડોક્યુમેન્ટસ સાથે લાવ્યા. પતિપત્ની ખૂબ ખુશ હતા. આખરે દિકરાથી ઘરમાં ખિલખિલાટ ને આનંદ છવાઈ ગયો.
વર્ષનો થયો હશે ને એમણે આ સમયે દીકરી ને એડોપ્ટ કરવાનું વિચાર્યું. કેટલા વિશાળ હૃદયનાં હતા બંને જણા ....એ તો મળો તો જ ખબર પડે..!!
૪૩,૦૦૦ ડોલર્સ ના બદલામાં દીકરી ને પણ ઘરે લઈ આવ્યા. પછી બંને જણાએ વિચાર્યું કે જેને બાળકો ન જ થતા હોય કે એડોપ્ટ કરવા જ હોય તો કઈ રીતે સરળતાથી પધ્ધતિસર ને
કાયદાકીય રીતે કરવું પણ દરેક ને પોસાય તેમ પણ હોય તો કેટલા બધાં અનાથ બાળકો ને ઘર મળે કુટુંબ મળે, ભણતર મળે...!! તેથી તેમણે એક એડોપ્શન એજન્સી ખોલી.
ભેદભાવ વિના એડોપ્ટ કરી શકે પણ એક જ શરત કે પ્રેમાળ, કેરીંગ ફેમીલી હોવું જ જોઈએ. વ્યક્તિ પોતાના પ્રોબ્લેમ્સ નો ઉકેલ કરે પણ બીજા ને કેમ ઉપયોગમાં આવી શકે તે વિચારે તેનું નામ
જ માણસાઈ.
આ જ રીતે એક ખૂબ જ ગરીબ એરિયામાં સ્કૂલ હતી ને ત્યાં એક યુવાન શિક્ષકની નિમણુંક થઈ. ૧૦૦% પોવર્ટી રેશિયોમાંથી
આવતા ભૂખ્યા બાળકોનું ધ્યાન ક્યાંથી ભણવામાં લાગે ? સ્કૂલ માંથી થોડો નાસ્તો મળે પણ ભૂખ્યા પેટે તો ભજન પણ ના થાય ? અને આ તો નાના ભૂલકાં ..એમને થોડા નાસ્તા પછી પણ ભૂખ લાગે ને જીવ ખાવામાં હોય તો શુ કરવું. એમનો એટેનશન પાવર જ ક્યાંથી રહે. થોડી વાર આનંદની ક્ષણો મળે. અને મ્યુઝિક તો યુનિર્વસલ લેંગ્વેજ છે. ને ધીમે ધીમે બાળકો ખુશ થઈને ગાતા થઈ ગયા.
વ્યક્તિ ને ખુશ કરવા પોતે પહેલા ખુશ રહેવું જરૂરી છે. જેથી બીજા ને ખુશ કરી શકો. બાળકો ની ખુશીનો વિચાર કરનાર શિક્ષક આ જમાનામાં મળવા મુશ્કેલ છે. પણ મિરેકલ સ્ટીલ હેપન્સ ઓન્લી બાય પોઝીટીવ થીંકર્સ !!
