ભુતકાળમાં પ્રવેશ
ભુતકાળમાં પ્રવેશ


આધુનિક જગતના વૈજ્ઞાનિક ડૉ. વિજ્ઞેશભાઈ વિજ્ઞાણીએ કેટકેટલા પ્રયોગો કરીને ટાઈમ શટલ (સમય યાન) યંત્ર બનાવ્યું. જેમા બેસીને માણસ ભુતકાળમાં જઈ શકે છે. એમણે વિજ્ઞાનની સાથે ઇતિહાસનો અભ્યાસ પણ કરેલો એટલે ઉત્સાહમાં તેઓ અશ્મયુગમાં પહોચી ગયા. હવે ત્યા પહોચીને શું થયુ હશે ? એનું એક કાલ્પનિક વર્ણન.
જેવા વિજ્ઞેશભાઈ યાનમાંથી જેવા ઊતર્યા અટલે તરત જ ત્રણ માણસો એમની તરફ વધી રહેલા અને આશ્ચર્યચકિત થઈ એમને જ જોઈ રહેલા. એકતરફ ડૉ. વિજ્ઞેશભાઈ હતા જેમણે અવકાશયાત્રીનાં વસ્ત્રો પહેરેલા ઑક્સિજનનું માસ્ક લગાવેલું. બીજીતરફ એ આદિમાનવ હતા. વિખરાયેલા મોટા મોટા વાળ, વધેલી વાંકીચુંકી દાઢી મુંછ, ઝાડની છાલ અને પ્રાણીની ચામડીમાંથી બનાવેલા વસ્રો પહેરેલા. એકનાં હાથમાં ભાલો હતો અને બીજાના હાથમાં મશાલ હતી. ત્રિજો માણસ કુતુહલ સાથે વિજ્ઞેશભાઈને જોતો જ રહ્યો.
ડૉ વિજ્ઞેશભાઈ સામે સૌથી પહેલો પ્રશ્ન હતો- એમની સાથે સંવાદ સાધવો. જો કે એમણે ઇતિહાસનું અધ્યયન કરેલુ એટલે આદિમાનવોની સંવાદકલાનો અભ્યાસ પણ કરેલો હતો. એથી અમણે એમને સમજાય એવી રીતે શરીરના હાવભાવ કરી અને ચિત્રો દોરી એમને વાત સમજાવવાના પ્રયત્નો કર્યા. પણ થયું એવું કે વાત એ લોકોનાં ગળે ઊતરી જ નહી. ડૉ વિજ્ઞેશભાઈએ એમનો મોબાઈલ કાઢી એમને ફોટા લઈ એક-એક કરીને એમને ફોટા બતાવ્યા. પોતપોતાના બિહામણા ફોટા જોઈ આદિમાનવો વિવિધ પ્રકારની બુમો પાડી નજીકના એક ગામ તરફ જોવા લાગ્યા. વિજ્ઞેશભાઈ પરિસ્થીને સમજી ગયા અને શટલમાં બેસીને ચુપચાપ છટકી ગયા. પણ શટલમાં બેસતી વખતે એમનો મોબાઈલ ત્યાં જ પડી ગયો. પાછા આજના યુગમાં પાછા ફરી એમણે હાશકારો લીધો.