Kalpesh Vyas

Others

3  

Kalpesh Vyas

Others

જીવનચક્ર

જીવનચક્ર

2 mins
669


જન્મ: એની સૌથી પહેલી દુનિયા એટલે માતાનું ગર્ભ. જનમ્યા પછી જાણે માતાનું આંચલ જ એની દુનિયા લાગવા માંડે. ધીમે ધીમે આસપાસના લોકોને કુતુહલથી જોઈ હાવભાવ અને ભાષા સમજતો થાય. સરકવુ ,બેસવું, ઘુંટણીએ સરકવું, પોતાનું નામ ઓળખવુ, વસ્તુઓ પકડવી, હાથ પકડી પા પા પગલી કરતા સીખવું, એવી વિવિધ નવી નવી કૃતિઓ સિખતો જાય. વાચા આવે ક્યારે નવા નવા શબ્દો બોલતા શિખવું, અને નિત્ય નવું નવું શિખીને પરિસર અને દુનિયા સાથે પરિચિત થતો જાય.

બાળપણ: આસપાસના લોકોને નામ અને સંબંધ સાથે ઓળખતો જાય. વિવિધ વસ્તુઓને રંગ, આકાર, નામ વિગેરે સાથે ઓળખતો જાય. પુરતું પોષણ મેળવીને શારિરીક અને માનસિક વૃધ્ધી સાથે જીજ્ઞાસા પણ વિકસીત થતી જાય. વર્ણ(અક્ષર)ને ઓળખીને ચિત્ર અથવા વસ્તુ સાથે સહસંબધ જોડીને આકૃતિ/ અક્ષરોને ઘુંટીને દોરતા/લખતા શીખે. રમતિયાળ સ્વભાવ અને નિર્દોષ મન અનેક પ્રશ્નો પુછી જ્ઞાન મેળવવા આતુર થાય. લાગણીની ભાવના પણ વિક્સીત થાય.

કિશોરાવસ્થા: આ તબક્કો પણ પરિવર્તનનો ખરો જ. બદલાતા હોર્મોન્સ ને કારણે નવા શારિરીક અને માનસિક લક્ષણો જોવા મળતા હોય છે. મન મેચ્યોરીટી તરફ વળતું જણાય છે. 

યુવાઅવસ્થા અને પ્રોઢાવસ્થા : ભણતરની દિશામાં આગળ વધીને જવાબદારી સમજતા થાય. ભરપુર જોષ અને પુરતી સમજશક્તિ વિક્સીત હોવાથી અમુક નિર્ણય લેવામાં સક્ષમ થતા જાય. વ્યવસાય કરી જીવનસાથીની પસંદગી તરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી બાળકોને જન્મ આપી એમની સાથે સાથે પરિવારના સહું સભ્યો સાથે તેમ જ સગાવ્હાલાઓ સાથે સંબંધોનું સમતોલ જાળવી રાખવાના પુરેપુરા પ્રયાસ કરે. 

વૃધ્ધાવસ્થા:* બાળકોને પુરી તાલીમ આપી જવાબદારીઓનો ભાર ઝિલવા સક્ષમ બનાવે. વધતી ઉમર સાથે શારિરીક અને માનસિક શક્તિ ધીમે ધીમે નબળી પડતી જાય. પોતાના જીવનના અનુભવોનું સરવૈયુ બનાવી નવી પેઢીને જ્ઞાનની વાતો શિખવે. અમુક તો નવીવપેઢીની સાથે ખભેથી ખભે ચાલવા માટે પોતાને બદલે પણ ખરા. 

પછી અંતે પરિવારને મોહમાયામાં બાંધી પોતે મળેલા આ જન્મનાં બંધનમાંથી મુક્ત થઈ જાય 

આવું જ જીવનચક્ર પેઢી દર પેઢી અમુક પરિવતર્ન થઈ ચાલ્યા કરે. આમ દરેક સજીવનું જીવનચક્ર ચાલ્યા જ કરે 


Rate this content
Log in