ભ્રૂણહત્યા
ભ્રૂણહત્યા
હે ! ભગવાન મારો શું વાંક કે મારા જન્મ પહેલાં જ આ સ્વર્ગ જેવા સુંદર પૃથ્વીલોકના દર્શન પહેલા જ મને પાછી બોલાવી લીધી.
ભગવાન કહે છે, "સાંભળ દીકરી તારા નસીબમાં તો રાજયોગ હતો, તું એક ભવિષ્યમાં મોટી અફસર બનવાની હતી. પણ.....
ભ્રૂણહત્યા પામેલ દીકરી કહે,"પણ શું ભગવાન? બધાને જીવવાનો હક હોય તો મને કેમ નહિ પ્રભુ? મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી અને ખાસ મારો મોટો ભાઇ મારી આગમનની તૈયારીમાં ઘર સજાવી બેઠા હતા, પણ અચાનક શું થયું?"
અત્યંત દુઃખદાયી પીડા વ્યક્ત કરતા ભગવાન કહે કે, "બેટા તારા જન્મની સાથે જ અમુક લાલચું હેવાન કૂતરા જેવા મનુષ્યની નજરું તારા પર પડવાની હતી અને તારી આ કોમળ કાયાની હાલત ચોકલેટના રેપરની જેમ ચુંથી ....એટલે જ મેં તારી શરીર રચનામાં થોડી ખામી રહેવા દીધી. આ દર્દનાક પીડા તને અત્યારે વહેમી લાગશે પણ આગળ ભવિષ્ય કરતા ઓછી દર્દવાળી હશે આ સજા... એટલે જ મેં તારા પરિવારના મન માં એક વહેમ ઉત્પન્ન કર્યો ભ્રૂણહત્યા... "