Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Vaishali Katariya

Drama

5.0  

Vaishali Katariya

Drama

અનોખો પ્રેમ

અનોખો પ્રેમ

4 mins
726


 આખરે એ દિવસ આવી ગયો, જ્યારે માહી અમદાવાદથી કચ્છ આવી રહી હતી. પોતાના ભૂતકાળને ગોતવા. ત્યાં પોતાની બાળપણની યાદો, યુવાનીનો એ ઉમળકો બધું અહીં કચ્છના અંજારના એક નાનકડા ગામમાં થયો હતો. તે ભલે એક નાનું ગામડું હોય પણ તે શહેરથી કંઇ ઓછું ન હતું.


     પોતાના પહેલી નજરના પ્યાર જોડે લગ્ન કરીને માહી અમદાવાદ જતી રહી હતી. લગ્ન પછી પહેલી વાર માહી પોતાના પિયરમાં એકલી જઈ રહી હતી. આર્યન આજ માહી જોડે ન હતો. જોકે લગ્નના 6 મહિના પછી આર્યન ક્યારે માહી જોડે બહાર ગયો જ નહિ. જ્યાં હોય ત્યાં માહીને એકલું જ જવું પડતું. આમ માહીનું જીવન તબાહના આરે જ હતું.


      આ વખત માહી પોતાના પિયરમાં હંમેશ ને માટે જઈ રહી હતી, એ પણ આર્યન ને કહ્યા વગર. હંમેશ ને માટે પોતાના પતિ અને સાસરિયું છોડી ને. 


      રસ્તા પર પોતાના ભૂતકાળ ને વાગોળતી હતી ત્યાં જ આર્યનના ફોન પર ફોન અને મેસજ આવ્યા લાગ્યા. પણ બેધ્યાન બનેલ અને આર્યન પ્રત્યેય નફરત ની ચિનગારી જલતી જ હતી એટલે માહી એ ફોન સ્વિચ ઓફ કરી ને મૂકી દીધો અને અનેક અનંત વિચારો માં ખોવાઈ ગઈ.


      આખરે પોતાના પિયરમાં પહોંચી અને કહ્યું કે થોડાક દિવસો રોકવા આવી છું, અમદાવાદ થી કંટાળી ને. આમ 15 દિવસ પોતાના પિયરમાં પસાર કર્યા.


       15 દિવસ પછી જાણ કર્યા વગર આર્યન માહી ને તેડવા તેના સાસરિયાંમાં જાય છે. માહી એ બાબત પોતાના પરિવારને બતાવતી નથી. આખરે મજબૂરીમાં માહી ફરી આર્યન સાથે અમદાવાદ જતી રહે છે. રસ્તામાં મોઢું ચડાવેલ અને ગુસ્સાથી લાલ પીળી થયેલ માહી સીટ પર બેઠી હતી પણ આર્યનની એ પ્રેમ ભરેલ આંખની નજર માહીના ચહેરા પર જ હતી. તે એકીટશે જોય રહ્યો હતો.


       આર્યન આજે ફરી એ નજરથી માહી સામે જોઈ રહ્યો હતો પણ માહી કંઈ બોલી શકતી ન હતી. આમ આર્યનની પ્રેમથી છલકાયેલ આંખો એ માહીનો બધો ગુસ્સો ઉતારી દીધો. બન્ને એકબીજા સાથે વાત કર્યા વગર પણ આંખોથી કરેલ વાત સાથે બન્ને અમદાવાદ પહોંચે છે.


       માહી અને આર્યનનો પહોંચતા જ, 5 -6 દિવસ પછી ફરી બન્ને એકબીજા સાથે ઝગડા શરૂ કરી દીધો. આર્યન માહી ને કઈ કમી પડવા દેતો ન હતો પણ એક વસ્તુ જીવનની અમૂલ્ય હતી એ હતો સમય.... તે માહી ને સમય આપતો નહિ. આ બાબતે માહી ખૂબ ઉદાસ રહેતી.


    માહી ને વિચાર આવ્યો કે મેં જે આર્યન ને પસંદ કર્યો તે આ નથી..આર્યન મારાથી કંઇક છૂપાવે છે. મારે તે ગોતવું પડશે. આખરે માહી આર્યન પર શક કરીને આર્યનની બધી વસ્તુ તપાસે છે..આખરે તેને એક બેગમાંથી થોડાક છુપાવેલા રિપોર્ટ મળે છે અને એક ડાયરી પણ..


  તે ડાયરીના પાના આર્યનના જીવનનું રહસ્ય હતું. ડાયરી ના પેજ વાંચતા જ માહી ના આંખમાંથી આંસુની ધાર વહી નીકળી. રિપોર્ટ મુજબ આર્યનને બ્લડ કેન્સર હોય છે અને માહી ને સમય ન આપવાનું કારણ તેના વગર માહી ના આગળની જિંદગી સવારવાનું હતું.


     સાંજે આર્યન કામેથી પાછો આવે છે. માહી ખબર પડવા દેતી નથી કે તેની બીમારીની જાણ તેને પડી ગઈ છે. માહી ને પોતાની ભૂલ પણ સમજાય ગઈ એટલે આર્યન જોડે ઝગડો પણ નથી કરતી. હવે બન્નેની જિંદગી એકબીજાના પૂરકમાં હતી.


      આમ ને આમ આર્યનની સારવાર પણ શરૂ થઈ ગઈ હતી. હવે બન્ને ના લગ્ન ને 10 વર્ષ પૂરા થવાના હતા. આર્યને કોઈ વખત 10 વર્ષ માં ના તો માહીનો અને ના તો પોતાનો કોઈ પણ ખાસ દિવસ ઉજવ્યો હતો. પણ 10 વર્ષ માં પહેલી વાર આર્યન માહી સાથે પોતાના લગ્ન ની વર્ષગાંઠ ઉજવી રહ્યો હતો એટલે માહીને બધી ખબર પડી ગઈ પણ હજુ આર્યનને ખબર ન હતી કે બધી હકીકત ને માહીને ખબર પડી ગઈ.


         પોતાના લગ્ન વર્ષગાંઠ સમયે માહી પોતાના પતિ આર્યનને એક ભેટ આપવાની હતી. આ પ્રસંગમાં માહી અને આર્યનના બધા મિત્રો સહિત પોતાના સગા સંબંધીઓ પણ હતા. પણ કમનસીબે તે ભેટ આર્યનને આપી શકી નહિ.


    આમ પાર્ટી પુરી થતાં જ આર્યન માહી આગળ જઈને માફી માંગે છે, મેં તને કોઈ દુઃખ આપ્યું હોય કે ભૂલ કરી હોય તો માફ કરી દે.. આમ કહી આર્યન રડવા લાગ્યો. આર્યન ને સંભાળતી માહી પણ હવે આર્યન આગળ રડવા લાગે છે..માહીને ખબર હોય છે કે આર્યનના આ છેલ્લા દિવસો હોય છે એટલે આર્યનને સચ્ચાઇ બતાવી વધારે દુઃખ આપવા ઇચ્છતી ન હતી.


       આખરે 5 દિવસની અંદર જ આર્યન મૃત્યુ પામે છે. હવે એકલતાનો વિયોગ માહી પણ સહી શકતી નથી. બસ તેના વિચારોમાં તેની આર્યન સાથે થયેલ ભૂલો જ દેખાતી હતી. આખરે તે પણ 6 મહિનાની અંદર આર્યનના વિયોગમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે.


       આમ બંન્ને પહેલા પ્રેમથી લઇને છેલ્લા પ્રેમ સુધી સાથ તો આપે છે પણ..વચ્ચે થોડીક મૂંઝવણ થઈ ..........

  

      આમ માહી મૃત્યુના દ્વારે ઊભી જ હતી કે ત્યાં બસ કંડકટરે એક જોરથી વિસલ મારી અને માહી પોતાના અદયનીય સ્વપ્નમાંથી બહાર આવે છે અને એક હાશકારો અનુભવે છે.


      બસમાંથી નીચે ઊતરતાં જ માહી આર્યનને ફોન કરી ને કહે છે, હું મારા પિયરમાં થોડાક દિવસો રોકવા આવી છું. પછી હું પાછી આવતી રહીશ. આમ એક સ્વપ્નએ ફરી આર્યન અને માહીની જિંદગી બચાવી લીધી.


Rate this content
Log in

More gujarati story from Vaishali Katariya

Similar gujarati story from Drama