માતા પિતાનું મૂલ્ય
માતા પિતાનું મૂલ્ય
બસ કંઇક એવું બન્યું કે નફરત થઈ ગઈ. ના કોઈ વસ્તુ પસંદ છે કે એની કોઈ રચના. વૈષ્ણવીનું જીવન તો સવારની સુમારે પૂર્વમાં ઉગતા સૂર્યની માફક તેજસ્વી અને કળીથી રૂપાંતર થતાં ગુલાબ જેવી ગુલાબી સવારથી શરૂઆત થતી હતી. ભરતભાઈને વૈષ્ણવી એક લાડકી અને ખોટની દીકરી હતી. તેને ખૂબ વ્હાલથી ઉછેરીને મોટી કરી હતી. વૈષ્ણવી મન મોજીલી છોકરી હતી સાથે ખુશીનો દરિયો પણ એની પાસેજ હતો. તેના ઘરમાં કોઈ પણ વસ્તુની ખોટ ન હતી.
ઉગતા સૂર્યની માફક વૈષ્ણવીના માતા પિતા હંમેશા તેની સાથે જ રહેતા. હંમેશા પોતાની દીકરીને એક સૂર્યની રોશનીની માફક મમતાની હુંફ હમેંશા પૂરી પાડતા. પણ તેને ક્યાં ખબર હતી કે આ સૂર્યની રોશની ટુંક સમયનીજ છે. સૂર્યની આ રોશની પાછળ ગ્રહણ ચાલીને આવતું હતું એ ક્યાં ખબર
હતી.
એક દિવસ અચાનક વૈષ્ણવીના માતા પિતાનું અકસ્માત થઈ જાય છે અને વૈષ્ણવીના માતા પિતા તેના અને વૈષ્ણવી બંનેના જીવનથી દૂર જતા રહે છે. એ દિવસનો સમય શાયદ વૈષ્ણવી માટે અમાસ હોય શકે. પણ કેવી અમાસ ? અમાસ એવી કે સૂરજ હોય પણ એને કાળા ડીબાંગ વાદળો એને ઘેરી લેતા હોયને સાથે સૂરજ પણ પોતાનું તેજ પાછુ ખેંચી લેતો હોય. ચંદ્ર પણ પૂનમના દિવસે સોળે કળાએ ખીલ્યો હોય અને એજ ચંદ્ર પોતાની રોશનીને પોતાની અંદર રહેલ કાળા ડાઘની પાછળ છૂપાવી દેતો હોય. આવી ચંદ્ર વિનાની અમાસ હોય.
પણ સવારે જોયું તો શું ? ઉગતા સૂર્યમાં આજ તેજ હતું જ નહિ. કેમ કે ગ્રહણ લાગ્યું હતું. આજ સૂર્યમાં જ નહિ પણ તેના જીવનમાંમાં પણ ગ્રહણ લાગી ગયું. બસ તેના સુખમય જીવનને તોડીને...