પ્રેમ લગ્ન
પ્રેમ લગ્ન

1 min

337
અબ્દુલએ હાઈકોર્ટમાં પોતાની દીકરીના પ્રેમ લગ્ન સામે કેસ કરતા કહ્યું કે ,"મને આ પ્રેમલગ્ન પસંદ નથી."
આમ અબ્દુલે પોતાનીજ દીકરી સામે છ મહિના કેસ ચલાવ્યો. પછી ખુદ કોર્ટના જજે એના કેસને જુઠો સાબિત કરી ફગાવી દીધો. કેમ કે અબ્દુલનો દીકરો એ એક ખૂબ શાન શોકત ધરાવતા પરિવારની છોકરી સાથે ભાગીને લગ્ન કર્યા એમાં લગ્ન કરાવનાર હતો ખુદ અબ્દુલ.