Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Vaishali Katariya

Inspirational

3  

Vaishali Katariya

Inspirational

તવાયાફના ઘૂંઘરું

તવાયાફના ઘૂંઘરું

2 mins
726


તા તા થૈ!

તા તા થૈનો સૂર ક્યારે મુંજરાના રાગમાં બદલાઈ ગયો એ કંઈ પણ ખબર જ ના પડી. આ સમય પણ એવો છે કે ક્ષણિકભરમાં પોતાનો મોડ બદલી નાખે છે. જ્યોતિ માટે કોઈના ઘરસંસારમાં પગ મૂકવાની પરવાનગી ન હતી પણ બીજાના ઘરસંસારવાળા મર્દોને એના ઘરમાં રાતે પગ મૂકવાની પરવાનગી હતી.

બધાને પ્રેમ હતો આરતી પ્રત્યે પણ આરતી માટે નહિ, તેના કામણગારા રસયુકત કાયના યૌવન પ્રત્યે હતો. ધારદાર આંખમાં એક પતલી ધારથી ભરેલ કાજલ, રસગુલ્લાની ચાસણીમાં તરબતોળ લાલ મનમોહક હોઠ, લચકદાર લચકાતી કમર પર અને પગમાં ઘણકાર અવાજ કરતાં એ ઘૂંઘરું. કોઈ પણ યુવક એના યૌવનમાં રમવા ઘેલો બની જાતો. સૌ કોઈ ઈચ્છતા એને રાતની રાણી બનાવવા પણ જીવનની રાણી બનાવવા કોઈ ઇચ્છતું નહિ. કારણ એ હતું કે એના પગમાં હતા એક તવાયફ નામના ઘૂંઘરું.

આખરે એક દિવસ ખરેખર જ્યોતિના જીવનમાં ઘી રૂપી સહારો આપવા સાગર નામનો છોકરો આવ્યો એને દિલથી અપનાવવા. હા, સાગર આજે એ ઘુંઘરૂથી આનંદિત કરનાર તવાયફને પોતાના ઘરે દુલ્હન બનાવવાનો પ્રસ્તાવ લઈ આવ્યો આવ્યો હતો. સાગરનું ઘર નાનું અને ખૂબ જૂનું હતું પણ સાગરનું દિલ ખૂબ મોટું હતું એ જ્યોતિ જાણતી હતી એટલે જ્યોતિ પણ તેને અપનાવવા રાજી થઈ જાય છે.

થોડાક દિવસ પછી જ્યોતિનું જીવન ખરેખર અંજવાળાથી ઝગમગાટ મારતું હતું કારણ કે હમેંશા જ્યોતિ એ હમેંશા બીજાના ઘરમાં અંજવાળાના બદલે અંધારું જ ફેલાવ્યું હતું. જ્યોતિ એ આજે પહેલી વાર કોઈ સંસારી ઘરનો ઉંબરો ઓળંગયો હતો. એ ઉંબરો પણ દિલાર માણસનો હતો. ખરેખર રાહુલ એ ઘૂંઘરું સાથે અપનાવી લઈને એના ઘરનો ઉંબરો ઓળગવા કહ્યું.

હા, એના પગમાં ઘૂંઘરું હતા પણ એ ઘૂંઘરું ધારણકરનાર પગમાં એક નવેલી દુલ્હનનો લાલ રંગનો શણગાર પણ હતો જે સૂચવે છે કે જ્યોતિએ સાગરની નવનવેલી નર્તકી દુલ્હન છે.


Rate this content
Log in

More gujarati story from Vaishali Katariya

Similar gujarati story from Inspirational