ભણતરનો ભાર
ભણતરનો ભાર


ભાર વગરનું ભણતર હવે ક્યાં રહ્યું છે ? હરિફાઈના યુગમાં મા-બાપ જ સંતાનોને ભણતરના ભાર નીચે દાબે છે. ડોનેશન આપી ખોટા અહમને સંતોષવાની દોટ કે મારુ બાળક એક મોટી નામનાવાળી સ્કૂલમાં ભણે છે. અને એ દોટમાં ખાનગી સ્કુલોની મરજીને અનુસરે છે. અને આમ જ બાળક શિક્ષણના ભારથી દબાતું, કચડાતું જાય છે. એટલો જ વાંક શિક્ષણની પ્રણાલીને ઉંચુ લઈ જવામાં ભણતરનો ભાર હળવો કરવાની જગ્યાએ વધારી દીધો.
આમ બાળક બન્ને બાજુથી શિક્ષણના ભારથી દબાતું રહ્યુ. ખોટી ટકાવારી અને ગ્રેડ સિસ્ટમમાં ભણતરનો ભાર વધતો રહ્યો. કાગળની ડિગ્રી મેળવવાની લ્હાયમાં બાળકનું બચપણ રૂંધાઈ ગયું. આમ જ હરિફાઈમાં બાળક દોડતું રહે છે. બાળપણથી જ મા- બાપની અપેક્ષાઓનો ભાર, દફ્તરમાં ચોપડાનો ભાર અને સ્કુલમાં હોંશિયાર વિધાર્થીના નામના ભાર સાથે બાળક પિસાતો રહે છે. આ ભાર દૂર કરવા શિક્ષણ પ્રણાલી અને મા- બાપે સમજવાની જરૂર છે.