Alpa Vasa

Inspirational

0  

Alpa Vasa

Inspirational

ભણતર

ભણતર

1 min
249


સ્વાતિબેન, મારી બાજુનાં જ બિલ્ડીંગમાં રહે  ને દસ - બાર દિવસે અચૂક તેમનો આંટો મારા ઘરે હોય જ. એમને બે દિકરા, બન્ને અમેરિકામાં. તેમની વાત શરૂ થાય મોટા દિકરાથી ને પૂર્ણ થાય નાના દિકરાથી.

તેઓ ખૂબ હોંશિયાર, ખૂબ સ્માર્ટ, ખૂબ કમાય વગેરે વગેરે... પણ પંદર દિવસે મહિને સ્કાય્પથી વાત કરી જ લે અને સ્વાતીબેનને તો ભયો ભયો.

આજે પણ સ્વાતિબેન આવ્યા હતાં મારે ઘરે. કહે, "આજે અમારા લગ્નનો દિવસ છે, બન્ને દિકરાએ યાદ કરી, ફોન કરી પૂરી દસ મિનિટ વાતો કરી..." 

મેં કહ્યું, "જોયા નથી મેં ઘણા વખતથી તેમને." 

"હા, પાંચ - છ વર્ષથી આ બાજુ આવ્યા નથી, રજા ઓછી મળે ને પરદેશમાં જ બહુ ફરે."   

ત્યાં જ રસોડામાંથી મહારાજ (રસોઇ કરે તે) આવ્યા. તેમણે કહ્યું, "બેન, અઠવાડિયું દેશમાં જઉં છું."

''તે, કેમ? અમથા અમથા?"

મહારાજે જવાબમાં જે કહ્યું તે સાંભળી દિલ ધબકારો ચૂકી ગયું, ''દિવાળી તેા અઠે કઠે, પણ હોળી તો ઘરે.''

કયાં રાજસ્થાનનો પાંચ ચોપડી ભણેલો મારવાડી છોકરો ને ક્યાં સ્વાતિબેન જેવાના ખૂબ ભણેલા દિકરા??


Rate this content
Log in

Similar gujarati story from Inspirational