Amit Chauhan

Inspirational

3  

Amit Chauhan

Inspirational

ભણતર

ભણતર

1 min
7.0K


શાળા કોલેજના પ્રમાણપત્રો લઇ તેણે શહેરની વાટ પકડી. તેને ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. પૂર્વ તૈયારી કરી તે ઇન્ટરવ્યૂના સ્થળ પર પહોંચ્યો. તેને ત્યાં કેટલાક સવાલો પૂછવામાં અાવ્યા. તેણે જવાબો અાપ્યા. ત્યારબાદ તેને જણાવવામાં અાવ્યું કે અમે તમને ફોન કરીને જણાવીશું. છેલ્લાં બે મહીનાથી તે અા શહેરમાં દર અઠવાડીયે ઇન્ટરવ્યૂ માટે અાવતો હતો. દરેક ઠેકાણેથી તેને અાવોજ જવાબ મળતો હતો. અાજે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હો્ઇ શહેરના બસસ્ટેન્ડ પર અાવીને બેઠો. થોડી વારમાં મોટી વયના અેક કાકા તેની પાસે અાવ્યા. તેમણે ધોતી અને ઝભ્ભો પહેરેલાં હતાં. બસ સ્ટેન્ડ પર ઊભી રહેલી બસો પર તેણે નજર ફેરવી. પછી પૂછ્યું, "બેટા અા લાલ કલરનું પાટીયું મારેલું છે તે બસ ક્યાં જવાની છે." તેણે જોયું કે કાકા પાટીયા પરના અક્ષરો વાંચવાનો મિથ્યા પ્રયાસ કરતા હતા. તેણે કહ્યું, "ગાંધીનગર." કાકા અા સાંભળી જલ્દી જલ્દી બસમાં ચઢી ગયા. તેની નિરાશા બાષ્પીભવન થઇ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational