MITA PATHAK

Inspirational

4.0  

MITA PATHAK

Inspirational

ભકત અને ભકિત

ભકત અને ભકિત

2 mins
210


નવરાત્રીમાં નવ દિવસમા અંબાની ભકિત અને આરાધના કર્યા પછી નવદુર્ગા સ્વરૂપ કુંવારિકાઓને જમાડી શેઠ અને શેઠાણીએ નવરાત્રી સુખરૂપ ઉજવી.

શેઠ નવરાત્રી પુરી થતા સમયસર ઓફિસમાં પહોંચી ગયા. આટલા દિવસનાં અધુરા કામ બધાને ફટાફટ સોંપ્યા. હજુ સુધી ગાયત્રી કેમ નથી, આવે એટલે મોકલો કહી ને ઓફિસમાં બેઠાં ત્યાં જ ગાયત્રીના આવી અને આવતાની સાથે જ શેઠ પાસે પહોંચી.

શેઠ ગાયત્રી ઉપર ભડક્યા "કેમ ! બાપાનો બગીચો છે ?"

"સર નવરાત્રીના થાકના કારણે થોડું મોડું થયું.અને મારા પિતા વિષે આમ ન બોલો તેમનું હમણાં જ અવસાન થયું છે."

"અરે તું મને હવે ભાષણ આપીશ.જા તું તારા કામે લાગી જા.હા અને પેલી ફાઇલ આજે જ પુરી થવી જોઈએ."

"પણ સર આજે કેવી રીતે શક્ય છે ?"

"તને કીધું ને ? જા હવે બસ."

ગાયત્રી પોતાની જગ્યા પર બેઠી અને મા દુર્ગાની ભકત એટલે સ્તુતિ કરીને કામની શરુઆત કરે છે. શેઠ બહાર નીકળતા નીકળતા. "ગાયત્રી હું આવું છ-એક વાગ્યા સુધી અને કામ થયેલું હોવું જોઈએ."

શેઠ ગાડીમાં બેઠા, તે પણ મા અંબાના જ ભકત એટલે ગાડી ચાલું કરતા મા અંબેનું નામ દઇને પોતાના કામે નીકળ્યા. શેઠ જે જગ્યા પર મીટિંગ હતી ત્યાં મોડા પહોંચ્યા. રાહ જોઈને સામે મળવા આવનાર બોલ્યા, "તમે બહું મોડા આવ્યા છો, તો સોરી આજે એ કામ નહી થાય."

"પણ ભાઈ,આનાથી તો મને નુકસાન થશે."

"કંઈ વાંધો નહી આવતા અઠવાડિયે પાછા મળીશું. ચા નાસ્તો રેડી છે ચાલો સાથે કરીને છૂટા પડીએ."

શેઠનો મુડ થોડો બગડ્યો પણ કમને નાસ્તો કરી પાછા ફર્યા. આ બાજું ગાયત્રી મા અંબેનું નામ લેતી ગઈ અને સ્ટાફ મિત્રોની મદદથી કામ પૂર્ણ કર્યુ. શેઠ આવતા જ ગાયત્રીની અંદર બોલાવીને પુછીયું "કામ પતીયું કે નહિ ?"

"સર મારું કામ મા અંબાની મદદથી પતી ગયું છે. લો આ ફાઇલ હું રજા લઉં."

શેઠ ગાયત્રીના ગયા પછી શેઠને એકાએક વિચાર આયો અને પોતાની ભુલ સમજાય અને મનમાં બોલ્યા. 'મા મે તારી અવહેલન કરી મને માફ કરજે મા.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational