ભિન્નતા
ભિન્નતા
રમેશે આજે અષાઢી બીજે બળદોને શણગારી, કંકુનો ચાંદલો અને અક્ષતથી વધાવી તૈયાર કર્યા હતા. રમેશનો આખો દિવસ વાવણી કરવામાં ગયો. રમેશ થાક્યો-પાક્યો બળદગાડું ચલાવતાં-ચલાવતાં ઘરે આવે છે. રમેશ રસ્તામાં બળદોને ડચકારે છે. રમેશની પત્ની રાહ જોતી ઓસરીની કોરે ઊભી છે. રમેશ સુર્યાસ્ત સમયે ઘરે પાછો ફર્યો, ત્યારે રસોડામાંથી આવતી લાપસીની સુગંધથી ખુશ થઈ ગયો. રમેશ ન્હાઈ-ધોઈને જમવા બેઠો. પતિ-પત્ની જમી પરવારીને ઘડીક બેઠાં હતાં.
રમેશની પત્નીએ પુછ્યું કે
‘તમે કહો તો ખરા્, ઓણ સાલ (વર્ષ) કેવું જશે ?‘
રમેશે કહ્યું કે‘ મને આશા તો સારી છે.‘
રમેશની પત્ની એક વરસે આવેલ વાવાઝોડું અને બીજે વરસે થયેલ અનાવૃષ્ટિથી ખૂબ જ ચિંતામાં હતી. રમેશે કહ્યું કે‘ હું જમીન બીજાની વાવી લઉં છું, પણ આપણો શ્યામ થોડો બીજા માટે કામ કરશે ?‘
રમેશની પત્નીએ કહ્યું કે‘ તમે ચિંતા ન કરો. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય- આ કહેવત
મુજબ પૈસા ભેગા કરીને ઠાકોરજીની ઈચ્છા હશે, તો પાંચ વિઘાનું કટકું લઈ લેશું." ર
મેશ કહે છે કે ‘તારે સોનાનો હાર પણ કરાવવો છેને ?‘
રમેશની પત્ની હા પાડતાં કહે છે કે ‘ એ તો આપણી ચકુડી માટે‘.
બે મહિનામાં તો વાડીમાં જાણે લીલી લીલી ચાદર પથરાઇ ગઈ. રમેશ મન ભરીને હરિયાળી જોયા કરતો હતો. રમેશનો પરિશ્રમ ઊગી નીકળ્યો. વાડીમા જાણે કાચું સોનું જ તૈયાર ન થઈ ગયું હોય ! રમેશે થોડાં વર્ષોમાં બચત કરી હતી, એ ખુટે એ પહેલાં ઠાકોરજીએ આપી દીધું. હવે આ વર્ષની કમાણી જોડીને ચકુડી માટે સોનાનો હાર લેવાઈ જશે. શ્યામ મોટો થશે, ત્યાં સુધીમાં ઘરની જમીન પણ લેવાઈ જશે. શ્યામને ભણીને નોકરી કરવી હોય તોપણ જમીન તો માવડી કહેવાય.
આપણને ધરતીમાં આપે, આપણું કંઈ લઈ ન લે. બધા દિવસો અને વર્ષ એકજેવા પસાર ન થાય. ભિન્નતા એ આપણા ખેતીપ્રધાન દેશની ખાસિયત છે. રહેણીકરણી, પોષાક, બોલી, તહેવારો ભિન્ન હોય, પણ ખેતીની દ્રષ્ટિએ કે એક્તાની દ્રષ્ટિએ કોઈ ભિન્નતા નથી. યોગ્ય સમયના અંતરે માફકસર વરસાદ અને અનુકૂળ હવામાનથી સમગ્ર દેશમાં અલગ-અલગ પાકની હરિયાળી છવાઈ જાય છે.
દુ:ખરુપી સુર્યાસ્ત પછી સુખરુપી સુર્યોદય જરુર થાય છે. ઈશ્વર સૌને સમાન આપે છે, આપણે ધીરજ રાખીએ, આપણાં કર્મોની ભિન્નતા મુજબ વહૈલાં-મોડું મળી રહે છે.
