Rekha Shukla

Inspirational Children

3.5  

Rekha Shukla

Inspirational Children

ભગવાન શ્રી કૃષ્ણ

ભગવાન શ્રી કૃષ્ણ

5 mins
105


જાણો ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય એવી વસ્તુઓ અંગે, 

જે શીખવે છે જીવન જીવવાની કળા.

ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન પ્રેમનો પર્યાય છે અને શ્રી કૃષ્ણ માનવ ઇતિહાસમાં માનવતાના મહાન માર્ગદર્શક છે. કવિ રસખાન શ્રી કૃષ્ણના વ્યક્તિત્વને વ્યક્ત કરતી વખતે લખ્યું છે કે તમામ દેવી -દેવતાઓ જેમનો મહિમા સતત ગાય છે, જેને તેઓ શરૂઆત, અનંત, અખંડ, અછેદ અને અભેદ ગણાવે છે, તેઓ તેમની લીલાને પણ જાણતા નથી. મહાનાયક ભગવાન શ્રી કૃષ્ણ જેમનું પાત્ર દાર્શનિક તેમજ ખૂબ જ વ્યવહારુ છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સાથે એવી વસ્તુઓ રાખે છે જે ચોક્કસપણે સામાન્ય માણસને કંઈક સંદેશ આપે છે.

પ્રેમ અને શાંતિનો સંદેશ

મુરલીધરે પ્રેમ અને શાંતિનો સંદેશ આપતા દરેક ક્ષણે તેની સાથે વાંસની વાંસળી ધારણ કરે છે. વાંસળીને સંમોહન, સુખ અને આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે, કારણ કે વાંસળીમાં ત્રણ ગુણો છે. પહેલો ગુણ વાંસળીમાં કોઈ ગાંઠ નથી. જે સૂચવે છે કે તમારી અંદર કોઈ પણ પ્રકારની ગાંઠ ન રાખો, એટલે કે તમારા મનમાં વેરની લાગણી ન રાખો.

બીજો ગુણ કે જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી બોલશો નહીં. ત્રીજો ગુણ છે વાંસળી વાગે છે, તે મધુર હોય છે. જેનો અર્થ થાય છે કે જ્યારે પણ તમે બોલો છો, તમે જે પણ કહો છો, મધુર બોલો, એટલે કે, આવા ગુણો ધરાવતી વ્યક્તિ શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે.

ઉદારતાનો સંદેશ આપે છે.

પૃથ્વી અને ગાય કરતા વધુ ઉદાર અને ક્ષમા કરનાર વ્યક્તિ દુનિયામાં નથી. ભગવાન શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય છે, તેનું કારણ એ છે કે ગાય તમામ કાર્યોમાં ઉદાર છે અને તમામ ગુણોની ખાણ છે. ગાયનું ગૌમૂત્ર, છાણ, દૂધ, દહીં અને ઘી, આને પંચગવ્ય કહેવાય છે. એવું માનવામાં આવે છે કે તેનું સેવન કરવાથી પાપ શરીરની અંદર રહેતું નથી. જે એક વખત પરિક્રમા કરીને ગાયની પૂજા કરે છે. તે તમામ પાપોથી મુક્ત થાય છે અને અક્ષય સ્વર્ગનું સુખ ભોગવે છે.

પ્રેમમાં બ્રહ્મચર્યની ભાવના.

શાસ્ત્રોમાં મોરને શાશ્વત બ્રહ્મચર્ય ધરાવતું પ્રાણી માનવામાં આવે છે. તેથી, પ્રેમમાં બ્રહ્મચર્યની મહાન ભાવનાને સમાવવાના પ્રતીક તરીકે કૃષ્ણ મોરનું પીંછું ધારણ કરે છે. મોરના મુગટનો ઘાટો રંગ દુ: ખ અને મુશ્કેલીઓનું પ્રતીક માનવામાં આવે છે, હળવા રંગને સુખ-શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેને ગ્રહોનો પ્રતિનિધિ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ગ્રહોના દોષો શાંત થાય છે.

ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિવસની બધા જ આતુરતાથી રાહ જોતા હોય છે. શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં લખ્યુ છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એ સમયે રોહિણી નક્ષત્ર ચાલતુ હતુ. આ દિવસે અડધી રાત્રીએ ભગવાન કૃષ્ણનાં દર્શન કરવા ચંદ્રમાનો ઉદય થયો હતો. કેટલાક લોકો માટે અષ્ટમી તિથિ વધુ મહત્વ ધરાવે છે તો કેટલાક લોકો રોહિણી નક્ષત્ર થવા પર જ જન્માષ્ટમી પર્વ ઉજવે છે.

જન્માષ્ટમીની તિથિને લઈને ઘણી વાર મતમતાંતર પ્રવર્તે છે. મને પણ આજે ઘણા બધા લોકો જન્માષ્ટમી આવતી કાલે છે કે પરમ દિવસે એ વાતને લઈને મૂંઝવણમાં હોય એવું લાગ્યું. મારી સમજણ અને અમુક પંચાંગનાં મુહૂર્ત પ્રમાણે આ વર્ષે જન્માષ્ટમીનો તહેવાર ૨૯ અને ૩૦ ઓગસ્ટે થઈ રહ્યો છે. 

પૌરાણિક માન્યતાઓ અનુસાર, શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાનાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે થયો હતો. એવું માનવામાં આવે છે કે તે દિવસે વૃષભ અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રનો સંયોગ હતો. જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે જન્માષ્ટમીની તારીખે પણ એક ખાસ સંયોગ ઊભો થયો છે. આ વર્ષે જન્માષ્ટમી વ્રત સોમવાર, ૩૦ ઓગસ્ટનાં રોજ ઉજવાશે. ૩૦ ઓગસ્ટ, ભાદ્રપદ મહિનાનાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સાથે વૃષભ અને રોહિણી નક્ષત્રનો પણ સંયોગ છે. 

મિત્રો, તમને થશે કે અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો પછી ભાદ્રપદ ક્યાંથી આવ્યું ? આ મૂંઝવણ મને પણ ઘણી વાર થતી. પછી ખ્યાલ આવ્યો કે હિંદુ પંચાંગની વ્યવસ્થાનાં કારણે દર વર્ષે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનો ૧૫ દિવસ મોડો શરૂ થાય છે. દેશનાં ઉત્તર, મધ્ય અને પૂર્વ રાજ્યોમાં પૂર્ણિમા બાદ નવા હિંદુ મહિનાની શરૂઆત થાય છે. જેને પૂર્ણિમાંત મહિનો કહેવામાં આવે છે. 

મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો તેમાં ગણી શકાય. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં અમાસનાં બીજા દિવસથી નવો મહિનો શરૂ થાય છે જેને અમાંત મહિનો કહેવામાં આવે છે. એનાં કારણે દર વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત ૧૫ દિવસ પછી થાય છે. 

દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં અમાંત કેલેન્ડરનાં કારણે અને પૂર્ણિમાંત કેલેન્ડરનાં કારણે શ્રાવણની તારીખમાં ૧૫ દિવસનું અંતર રહે છે. પરંતુ રક્ષાબંધન, નવરાત્રિ, દશેરા, દિવાળી અને હોળી જેવા તહેવારોની તારીખો એક જ રહે છે. ઉત્તર અને મધ્ય ભારતમાં જ્યાં રક્ષાબંધન પર્વ શ્રાવણનાં છેલ્લાં દિવસોમાં ઉજવવામાં આવે છે. ત્યાં જ, દક્ષિણ અને પશ્ચિમ રાજ્યોમાં શ્રાવણની વચ્ચેનાં દિવસોમાં આ પર્વ ઉજવાય છે પરંતુ, તારીખમાં ફેરફાર થતો નથી.

એટલે આમ જોવા જઈએ તો આજની તારીખની વાત કરું તો ૨ અલગ અલગ કેલેન્ડર મુજબ અમાંત મહિનો શ્રાવણ છે અને પૂર્ણિમાંત મહિનો ભાદરવો છે. આ વર્ષે ૩૦ ઓગસ્ટનાં રોજ સવારે ૦૩:૫૫ કલાકથી આઠમની તિથિ શરુ થાય છે જે ૩૧ ઓગસ્ટનાં રોજ સવારે ૦૬:૨૯ મિનિટ સુધી રહેશે. જો કે કૃષ્ણ જન્મ સમયે જે નક્ષત્ર હતું એટલે કે રોહિણી નક્ષત્ર ૩૦ ઓગસ્ટનાં રોજ ૧૧:૦૯ મિનિટે શરુ થશે અને ૩૧ ઓગસ્ટે બપોરે ૦૨:૧૪ મિનિટ સુધી રહેશે. આ મારાં શહેર સિડનીનાં સમય મુજબ છે એટલે ભારતમાં એનાં કરતાં ૪:૩૦ કલાક પાછળનો સમય ગણવો. 

હકીકતમાં રોહિણી નક્ષત્ર હોય તે અષ્ટમી તિથિમાં જ જન્માષ્ટમીનું વ્રત કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં અડધી રાત્રે થયો છે. 

આશા છે આ માહિતીથી ઘણા બધાની મૂંઝવણ દૂર થઇ હશે પણ શક્ય છે કે મુહૂર્ત કે એના સમયમાં પણ અલગ અલગ પંચાંગ પ્રમાણે થોડો ઘણો આઘો-પાછો સમય જોવા મળે એ બદલ ક્ષમાપ્રાર્થી છું. કદાચ કોઈ ફેરફાર લાગે તો મને પણ જાણ કરવા નમ્ર વિનંતી. 

કૃષ્ણ

આજ મારે ઘેર થાય લીલા લહેર

કૃષ્ણ પધાર્યા મારે આંગણે જી રે

કળિયુગનો કાળીનાગ નાથવાને આવ્યા

મોંઘવારીની પૂતનાના પ્રાણ લેવા આવ્યા

ગોકુળની ગલીઓમાં ઘુમવાને આવ્યા

માખણની લ્હાણી સહુને કરવાને આવ્યા

નંદ યશોદાનો પ્યાર પામવાને આવ્યા

દેવકી વાસુદેવને ધિરજ દેવા આવ્યા

અનાચારના કંસનો વધ કરવાને આવ્યા

ભારતવાસીઓને ઉગારવાને આવ્યા

પ્રજાને મહાભારતમાં ન્યાય દેવાને આવ્યા

ગીતા પ્રવર્તે છે તેને નિહાળવાને આવ્યા

નાના મોટાં ગરીબ તવંગર સહુ દોડીને આવ્યા

કૄષ્ણના મુખના હોંશે દર્શન કરવાને અવ્યા

આવો પધારોને મોજ મનાઓ

કૃષ્ણ પધાર્યા મારે આંગણે રે લોલ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational