Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

ભેટ

ભેટ

1 min
669


કોઈ ખુબ જ પ્યારથી તમને કંઈક ભેટ આપે તો તમે એનો સ્વીકાર કરો કે અસ્વીકાર??? પછી ભલે ને ભેટ નાની હોય... નજીવી હોય... વસ્તુની કશી જ કિંમત નથી. કિંમત છે આપનાર વ્યક્તિની... હેતભીની નજરનો એકાદો અણસાર કે ઈશારો યે જીવનની અણમોલ યાદ બની રહે છે, ખરુ ને??? તો પછી આ જિંદગી આપણને પરમાત્મા તરફથી મળેલી પ્રેમભરી અણમોલ ભેટ છે. એનો સ્વીકાર કરી એને સાચવીએ એને ઠુકરાવાય નહીં.. અફકોર્સ આ જીવન તો મહામૂલું છે. આ ભેટના મોલ થતા જ નથી. આવી મોંઘામૂલી ભેટ ને વ્યસનો કરી ને વેડફી ના નખાય. આવી કિંમતી ભેટનો સદ્ઉપયોગ કરી સેવામાં યોગદાન આપીએ.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational