Kamini Mehta

Romance Children

3  

Kamini Mehta

Romance Children

ભેંટ એક ગુલાબની

ભેંટ એક ગુલાબની

3 mins
15K


નીની પાસે હતી એક મસ્ત મજાની ઢીંગલી. નામ એનું રીરી. નીની પોતાની ઢીંગલી બહુ વ્હાલી. હોય જ ને. મમ્મી પપ્પા ઓફિસે જાય, દીદી કોલેજમાં જાય, ત્યારે નીની એકલી પડી જાય. તો કોની સાથે રમે.? તેની બેસ્ટ ફ્રેન્ડ રીરી સાથે.

નીની તેને નવડાવે, ખવડાવે, તેના વાળ ઓળે, તેને ફરવા લઇ જાય, અને મધુર ગીતો ગાઈ તેને સુવડાવે પણ ખરી. આમતો સામેનાં ઘરમાં રહેતી મીની પણ નીનીની ફ્રેન્ડ હતી. બંને સ્કૂલબસમાં સાથે સ્કૂલ જતા, સાથે નાસ્તો ખાતા, અને હોમવર્ક પણ સાથે જ કરતા. પણ મીની આખો દિવસ નીની સાથે ના રમે. તેના ઘરમાં એક ગલુડિયું હતું. અને તે ઘરે

આવે કે પોતાના ગલુડિયા સાથે રમ્યા કરે. અને કુતરાથી તો નીનીને બહુ ડર લાગે. "નીની આ ગલુડિયું કરડતું નથી. તું આનાં

પર હાથ તો ફેરવ." મીની સમજાવતી. પણ ગલુડિયું ભૌઉં કરે કે નીની ડરીને ઘરે ભાગી જતી.

એવામાં વસંતઋતુ આવી. વ્રુક્ષો પર નવા પર્ણ આવ્યા. રંગબેરંગી ફૂલોથી નીનીના ઘરનો બગીચો ખીલી ઉઠ્યો. નીનીને

ફૂલ બહુ ગમે. લાલ, પીળા, જાંબલી કેવા સરસ રંગ હોય ફૂલોના. નીની પોતાની ઢીંગલી લઇ બહાર ફર્યા કરતી. એના વાળમાં નીચે ખરેલા ફૂલો નાખી આપતી. એક દિવસ સવારે નીનીએ ઉઠીને જોયું કે દીદી તો બહુ મસ્ત તૈયાર થાય છે. આંખો ચોળતા નીનીએ કહ્યું,"દીદી, આજે

તારો બર્થડે છે ?" દીદી હસી પડી, "ના રે, મારો બર્થડે તો જૂન મહિનામાં આવે" નીનીએ વળી પૂછ્યું, "આજે કોલેજમાં રજા છે ?" દીદીએ જવાબ આપ્યો, "ના રે. જા તું પણ જટ તૈયાર થા. તારી બસ આવતી જ હશે."

દીદી નાસ્તો કરતા કરતા મમ્મી સાથે વાત કરતી હતી,"મમ્મી, આજે તો ગુલાબ બહુ મોંઘા છે. સૌ રૂપિયામાં એક

વેચાય છે.!"; મમ્મીએ નવાઈ પામીપૂછ્યું, "કેમ આજે એટલા મોંઘા?" દીદી બોલી, "અરે મમ્મી, તું ભૂલી ગઈ? આજે વેલેન્ટાઈન ડે છે."

બોર્નવિટા પીતી નીનીએ આ સાંભળ્યું..દીદી આટલી તૈયાર કેમ થઈ છે તે એને સમજાણું. તે બોલી, "દીદી... વેલેન્ટાઈન ડે એટલે

શું?આજે શું કરાય..?" દીદીએ એના માથા પર ટપલી મારતા કહ્યું, "મારી નાની બેનડી, વેલેન્ટાઈન ડે એટલે પ્રેમ વ્યક્ત

કરવાનો દિવસ. આજે બધાં ગુલાબ આપી મિત્ર સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરે...આજે ગુલાબ બહુ વેચાય. માટે મોંઘા હોય."

નીનીને વિચાર આવ્યો, 'મારે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ રીરીને ગુલાબ આપવું જોઈએ. પણ ગુલાબ તો છે બહુ મોંઘા. એટલા

પૈસા તો મારી પાસે નથી. તો હવે હું શું કરું ?' બસમાં જતા તેણે મિનીને પૂછ્યું, "મીની તને ખબર છે આજે વેલેન્ટાઈન ડે

છે. તું કોને ગુલાબ આપીશ.?" મીનીએ મોઢું મચકોડ્યું, "મારે તો કોઈને ગુલાબ નથી આપવું. આવું બધુ તો મોટા લોકો

કરે." નીનીએ પૂછ્યું, "કેમ ? નાના લોકોને પણ ફ્રેન્ડ તો હોય જ ને."

બપોરે સ્કૂલેથી ઘરે આવીને નીની વિચારવા લાગી. હું મારી બેસ્ટ ફ્રેન્ડને ગુલાબ કેવી રીતે આપું ત્યાંજ એના મગજમાં મસ્ત આઈડિયા આવ્યો. તેને પોતાની બેગમાંથી સરસ મજાનો સફેદ કાગળ કાઢ્યો અને કબાટમાંથી કાઢ્યા ક્રેઓન કલર.

સફેદ કાગળ પર મસ્ત મજાનું ગુલાબ દોર્યું અને એમાં સરસ કલર પૂર્યા. ગુલાબમાં લાલ અને તેની ડાંડીમાં કથ્થઈ અને પાંદડું તો લીલુંછમ.

હવે તે ગુલાબ લઇ રીરી પાસે ગઈ, "હેપી વેલેન્ટાઈન ડે રીરી. યુ આર માઈ બેસ્ટ ફ્રેન્ડ." અને રીરીએ પોતાની મોટી આંખો ઝપકાવી.

રાતના પપ્પા આવ્યા, "નીની બેટા ,શું કર્યું આજે ?." ને નીની દોડતી જઈ પેલું ગુલાબનું ચિત્ર લઈ આવી,"પપ્પા, આજે વેલેન્ટાઈન ડે છે ને. મેં મારી બેસ્ટ ફ્રેન્ડ રીરીને આ ગુલાબ ભેંટમાં આપ્યું."

પપ્પાએ વ્હાલથી તેને ઊંચકી લીધી, "આવું સરસ ગુલાબ તો કોઈને નહીં મળ્યું હોય. આજે સંત વેલેન્ટાઈન જ્યાં હશે. ત્યાંથી તારા પર આશીર્વાદ વરસાવતા હશે."; ઘરના બધાએ ખુશ થઈ નીનીને તાળીયોથી વધાવી લીધી. રીરીએ પણ પોતાની મોટી મોટી આંખો હલાવી પપ્પાની વાતને સમર્થન આપ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Romance