બહેનને પત્ર
બહેનને પત્ર
૯૦, અંબિકા સોસાયટી,
પાણીના ટાંકાની સામે,
અંજાર(કચ્છ),
370110
પ્રિય સુરભિ,
સહર્ષ જણાવવાનું કે તને અહીં જામનગર આવ્યા તેને ઘણો સમય વીતી ગયો છે. તને ખ્યાલ જ હશે કે છેલ્લે તું રોનકના જનોઈ પ્રસંગે જામનગર આવી હતી. તેને પણ એક વર્ષ જેટલો સમય થઈ ગયો હશે. દરવખતે તને આટલે દુર આવવાનો સમય કદાચ ન પણ મળે એ સ્વાભાવિક વાત છે. પરંતુ આ વખતે ખાસો આવવાનો મોકો છે. હમણાં કોરોના વાયરસને કારણે તમામ શાળાઓ પણ બંધ છે. એટલે તારા છોકરા નિસર્ગને પણ રજા હશે. રહી વાત તેના ભણતરની તો અહીં મામાને ત્યાં પણ તે ઓનલાઇન ભણી શકશે અને રોનક પણ તેને યાદ કરતો હતો,અેટલે તેના સાથે પણ તે થોડો સમય રહે તો મજા આવશે. દરવખતે તું મને આંગડીયા મારફત રાખડી મોકલાવે છે, પણ આ વખતે સમય છે એટલે અહીં આવીને તું જાતેજ મારા કાંડા પર રાખડી બાંધીશ તો મને ખુબ જ ગમશે.
બાળપણની તો વાત જ જુદી હતી. અરે!રક્ષાબંધનને અઠવાડિયાની વાર હોય તોપણ તું મને રાખડી બાંધવા માટે અને મારા પાસેથી ભેટ લેવા ઉત્સુક રહેતી. પણ હવે સમય કંઇક જુદો જ છે. તારી અને મારી લાગણીઓ વચ્ચે ઘણા ખરા કાર્યો અને બંધનો છે જેને નિભાવે છુટકો જ નથી. પણ આ વખતે તું અહીં આવીને મને રાખડી બાંધી શકે એટલો સમય સાંપડ્યો છે. બીજું મમ્મી,પપ્પા અને તારા ભાભી તને મળવા માટે આતુર છે. એટલે હવે તું બીજો કોઈ પ્રકારનો વિચાર કર્યા વિના આ રક્ષાબંધને જામનગર પહોંચી આવજે.બાકીની વાત રુબરુ ભેગા મળીને કરીશું. મજા આવશે. સુમિતકુમારને અમારી યાદ આપજે. અને હા ! જલ્દી મળીએ છિએ...
તારો પ્રેમાળ ભાઈ
કેતુર