BHAVESH BAMBHANIYA

Inspirational

3  

BHAVESH BAMBHANIYA

Inspirational

ભારત માતાની જય..

ભારત માતાની જય..

4 mins
488


છે સુખી આ ભારત દેશ,

છે સમૃદ્ધિ અહીં હર હમ્મેશ;

દોસ્તી માટે નહીં કોઈ દ્વેસ;

દુષમનો કાજે આ જ સનદેશ.


ભારત માતાની જય. અન્ય હારની ગણત્રીએજ પાછા ફરી જાય. પણ જેણે જન્મ પૂર્વે કેવળ આજ ધરતીની માટીની સુગંધ અંતરમાં ઉતારી હોય એ આખરી દમ સુધી લડી આ માટીની સુવાસ ઓર તેજ બનાવ્યા પાર કરી જાણે એવા હું ને તમે દ્રષ્ટાંતો સદીઓ પૂર્વેથી આજ દિન સુધી અનેક અવકાશીય સિતારાઓ કરતા પણ વધુ ચમકતા ઇતિહાસના પાને જોતા આવ્યા છીએ.

અરે મિત્રો દુશ્મનોની દુષ્ટતાને એનીજ ભાષામાં અને એ પણ એની સામે એનીજ હદમાં મા ભારતીનો દીકરો સમજાવી શકતો હોય તો વિચાર કરો મિત્ર આ માં ભારતીની લીલા કેવી હશે ? આપણે તો ઘરમાં બેઠા આ ટેક્નોલોજીની પ્રગતિના પ્રતાપે દુનિયામાં આ ભરતખંડની શ્રેષ્ઠતાઓને દિન પ્રતિદિન જોઈએ છીએ. આજે મા ભારતીનો પુત્ર કે પુત્રી કોઈ એક, બે કે ત્રણ જ ક્ષેત્રોમાંજ નહીં પરંતુ સર્વ સાથે હરેક ક્ષેત્રે સ્પર્ધાઓ કરી બહોળી સિદ્ધિઓ આજ સુધી મેળવી પોતાનું તેમજ આ વિશાળ ભારત વર્ષનું નામ રોશન કરી સમગ્ર દેશનું માથું ગવરવથી ઉંચુ કરતા આવ્યા છે. સલામ છે આ ભારત ભૂમિ પરની જનેતાને. કે જેઓએ આ પવિત્ર ધરતી પર સપૂતોને જન્મ આપી સુ સન્સકારોનું સિંચન કર્યું છે.

આજે ટેક્નોલોજીમય આ જમાનો છે. ત્યારે આ ભારત દેશ તેમાંથી થોડો બાકાત હોય ! અરે આખી દુનિયા ટેકનોલોજીના તાલે નાચતી હોય તો ભારત પણ થોડું બાકી રહી જાય ! વિશ્વના અન્ય દેશો સાથે ખભે ખભો મેલાવીને દેશની એકસો તીસ કરોડ કરતા પણ વધુ વસ્તીવાળો આપણો આ દેશ ટેક્નોલોજીનો આજે ભરપૂર લાભ ઉઠાવતો થયો છે. વિભિન્નતામાં એકતા અખંડિતતાવગેરે સૂત્રો એ આપણે આજ પણ ભારતમાં ભલે વિવિધતા છે પણ એકતા પણ આજેય હજુ જીવિત છે જ. ભલે અહીં અનેક ધર્મો, સંપ્રદાયો છે. પરંતુ એક ભારતીય તરીકેનો જૂનુંન જસબો હર ભારતીયના હ્ર્દય મનદીરમાં આજે અકબન્ધ છે.

અને આ બધું શક્ય બન્યું છે. ત્યારે જ્યારે સ્વતંત્રતાની હોળીમાં કેટકેટલાય જાબાજ ભારતીયોએ પોતાના જીવો હોમી દીધા, અગણ્ય જીવોએ ખોળિયાના બલિદાન આપ્યા છે ત્યારે આપણે ગુલામીને ગાખંડખન્ડ જેવા દેશને આઝાદીની આંધીમાંથી મુક્ત કરાયો છે.

આપણા સંસ્કારો અને ભવ્ય ભાતીગળ સંસ્કૃતિમાં આપણને સૌને આપણા પૂર્વજો તરફથી બચપનથીજ સુસંસ્કાર અને આપણી સંસ્કૃતિને સાંજે તેવું અન્ય સાથે વર્તન કરવું, નદીઓને માતા તરીકે પૂજવી, પ્રાણીઓને દેવોની સમાન ગાયને મા તરીકે પૂજવી અને જુદા જુદા ધર્મમાં જુદી જુદી રીતે આ પવિત્ર પાવન ધરતીને પુજી અહીંની માટીની ચપટી ભરી માથે ચડાવી ધન્યતાનો અનુભવ કરવો વગેરે સન્સકારો વિશે નાનપણથી જ આપણને આપણા પૂર્વજોએ શીખવ્યું છે. અને એટલે જ ડગલેને પગલે આપણને મન્દિર, મસ્જિદ વગેરે આપણા હિન્દૂ ધર્મ પ્રમાણે ઈશ્વર મંદિરો આવેલા છે.

આપણા હિન્દૂ ધર્મમાં જેમ ભગવાનને મંદિરમાં ખૂબ માનીયે છીયે. તેવીજ રીતે અન્ય ધર્મના લોકો પણ અહીં જે તે ભાષામાં દેવાલયોમાં નમતા જોવા મળતા હોય છે. એટલુંજ નહિ પરંતુ અત્યારે આપણે આરામથી સુઈ શકીયે છીયે, ખાઈ/પિય શકીયે છીયે, શાંતિથી બેસી શકીયે છીયે તથા સ્વતંત્ર રીતે આપણે આમ તેમ અવર જવર કરી શકીયે છીયે. તેનું મુખ્ય કારણ છે! હર બોડર પર મા ભારતીની સજીવ/નિર્જીવ શ્રુષ્ટિની રક્ષા કરતા જાબાજ જવાનો. હા.. એજ છે આપણા સૌના રખેવાળ. કે જેઓ પોતાની ખુશીઓને મારીને દેશની ખુશીઓ માટે જિંદગી ખફા કરી દેતા જોવા મળે છે.

તેઓ માટે તો ચાહે ધખધખતા તડકાની ગરમી હોય, ચોમાસાનો વીજળીના કડાકા સાથ મુશળધાર વરસાદ હોય કે કડકડતી ભલે માઇનસમાં બરફની ચાદર પથરાયેલ ઠંડી હોય. પણ આવા મા ભારતીના છોરૂડાને માત્ર દેશની ખુશીઓ સિવાય આગળ કશુજ ના દેખાય. આ વાત પર હમણાંની જ એક મારી સાથેનો પ્રસંગ સ્મરણ થાય છે જે આપ સૌ પાસે હું શેર કરવા માગું છું.

મારે મકરસનક્રાંતિની રજાઓ ભોગવી ગામડેથી રાજકોટ આવવાનું હતું વહેલી સવારે બસ ઉનાથી હતી એટલે મારો ભાઈ લાલો મને બાઈક પર મુકવા માટે આવી રહ્યો હતો. વહેલી સવારે અમે બન્ને ભાઈઓ તૈયાર થઈ ઠંડીમાં થરથરતા નીકળ્યા. ગરમ સ્વેટર પહેર્યું હતું મો પર રૂમાલ બાંધ્યો હતો, માથા પર ટોપી પહેરી હતી છતાં પણ થરથર ધ્રુજતા શરીરે પેલાના ધોરણ સાતના ગુજરાતીના અભ્યાસ ક્રમમાં દાત કડકડાવવાની મજાને સ્મરણ કરી એ લેખકની માફક હું પણ બાઈક પર એ દાત કડકડાવાની મજા માણી રહ્યો હતો. સાથે અમે થોડી આ વખતની ઠંડીની વાતો પણ કરતા હવા વેગે બાયક લાલો આગળ વધારી રહ્યો હતો. વાડી વિસ્તાર આવ્યો એટલે ઠંડા પવનોએ જાણે બરફનો બીસાનો ટેકવ્યો હોય એમ ઓર વધુ ઠંડી વધવા લાગી. મેં સ્વેટરના ખિસ્સામાં બેય હાથ સનતાડતા લાલાને પૂછ્યું: 'તે પગના મોજા પહેર્યા કે નહીં ભાઈ ?બહુ ઠાર છે.'

લાલાએ મને મોજાની ના પાડતા કહ્યું કે: 'આપડે તો આ કોક દી હોય ભાઈ. આમાં આયા અટલી ઠંડી સે તો સૈનિકોનું હુ થાતું હયે ? હા ભાઈ એ લોકો તો સજ્જડ બોડર ઉપર છે ત્યારેજ આખો દેશ શાંતિથી રહી શકે છે ને ભાઈ. અને એ પણ કેવા સુરક્ષા કર્મ વિરો ! બરફના થર નીચેથી દિવસોના દિવસો પછીય જીવતા જાગતા નીકળે. કેવા જાબાજ જવાનો આપણા દેશના છે.'

મેં લાલાને જવાબ આપતા કહ્યું: આમ આવો ગઈ પંદરમી જાન્યુઆરીના રોજ સેના દિવસ પુરા દેશમાં સ્વતંત્રતાની ખુશી અને જાબાજ જવાનોની નીડરતાને વધુ મજબૂત કરવા પુરા દેશે આ દિવસને ઉજવી એકતાના આનંદની અનુભૂતિ કરાવી વિશ્વને પણ એક થવા ઈશારો કર્યો છે. સાથે આપણો પ્રજાસતાક દિવસ નજીક આવી રહ્યો છે. ત્યારે આ સ્વતંત્ર હિન્દુસ્તાનને બંધારણ ઘડી ડો. બાબાસાહેબ અનેક ઘડવૈયાઓએ આ વિભાજીત થયેલ ભરત ખંડને એક કરી માનવતાના જેમાં દર્શન થાય છે. એવા ભારત માતાના છોરૂડા કાજ બનધારણને મારા શત શત વન્દન. અને જાબાજ સૈનિકોને પણ આજ વંદન કરી નમ્રતાથી હું મા ભારતીના ચરણોમાં નમી પ્રણામ.

જયહિંદ, જયભારત, વન્દે માતરમ. ભારત માતાની જય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational