Dineshbhai Chauhan

Inspirational

4.2  

Dineshbhai Chauhan

Inspirational

ભાઈ બહેનનો પ્રેમ

ભાઈ બહેનનો પ્રેમ

2 mins
160


           એક સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં એક પરિવાર રહેતો હતો. આ પરિવારમાં માત્ર એક ભાઈ અને તેની બે બહેનો રહેતી હતી. કારણ કે તેમના માતા-પિતા તેમને છોડીને મૃત્યુ પામ્યા હતા. જેથી બે બહેનોની જવાબદારી ભાઈના માથે હતી. તેથી ભાઈએ મા અને બાપ બંનેનો પ્રેમ આપીને બહેનોને મોટી કરી હતી.

          તેમાં રાધા મોટી બહેન હતી. તે ખૂબ જ સુંદર હતી. તે ભણવામાં પણ હોંશિયાર હતી. તે કોલેજ કરતી હતી. ત્યારે તેને કોઈ પૈસાદારના છોકરો મનમાં ગમી ગયો. છોકરાના મા બાપએ તે છોકરીના ભાઈને મળીને બંનેના લગ્ન કરવાની વાત કરી અને પછી બંને વચ્ચે લગ્ન કરવી લીધા.

          ધીરે-ધીરે સમય પસાર થતો ગયો. રાધાના લગ્નના ચાર થી પાંચ વર્ષ થઇ ગયા હતા. પરંતુ ભાઈ ક્યારેય તેના ઘરે તેને મળવા ગયો ન હતો. તેને પોતાના મનમાં થતું કે પૈસાદાર માણસના ઘરે જતા પોતાની જાતે શરમ અનુભવતો હતો. તેથી આ વખતે તેની બહેન રાધાએ તેને પોતાના સમ આપીને પોતાના ઘરે આવવા માટે મજબૂર કર્યો.

          ભાઈ પોતાની બહેનને મળવા માટે ગયો. બહેનનું આલીશાન મકાન જોઈને તેની અડધી હિંમત ભાગી ગઈ. તે મકાનની બહાર દરવાજા જોડે ચોકીદાર ઊભાં હતા. તે હિંમત કરીને દરવાજા પાસે ગયો. ત્યારે ચોકીદારે તેને ફાટેલા કપડાંં જોઈને પૂછ્યું "એ ભાઈ અહી કોનું કામ છે ?" ત્યારે પેલા ભાઈએ કહ્યું "જી..મારી બહેન.. રાધા બહેનનું "એમણે મને બોલાવે છે. માટે હું તેમને મળવા માટે આવ્યો છું.

        ચોકીદાર તેને અંદર લઈ ગયો. ઘરમાં ફર્શ તેના કારણે મેલી થઈ હતી. ઘરના નોકરોએ પણ તેના કરતાં સારા કપડાંં પહેર્યા હતા. નોકરો પણ તેને જોઈ રહ્યા હતા. ભાઈ મનમાં ને મનમાં પસ્તાવો કરી રહ્યો હતો. તે મનમાં વિચારતો હતો કે હું એના કરતા પણ ખરાબ લાગુ છું. કદાચ મને મારી બહેન મારા પર ગુસ્સો કરશે તો. ક્યાંક તેને સંકોચ અનુભવતો કે તે પોતાનો ભાઈ માનવામાં ઈનકાર કરશે તો. મનમાં અનેક પ્રકારના વિચારો થતા હતા.

           નોકરે ઘરની માલકીન ( રાધા ) બહેનને સમાચાર પહોંચાડ્યા. જેવા સમાચાર બેન ને મળ્યા કે રાધા દોડતી દોડતી બહાર આવી. તેના કપડાં જોઈને ભાઈ પોતાના પર શરમ અનુભવતો હતો. મોંઘીદાટ રેશમી સાડી અને સોનાના ઘરેણાં પહેરેલા હતા. રાધા ઘરના બધા નોકરોની હાજરીમાં પોતાના મેલા ઘેલા કપડાંં પહેરેલાં ભાઈને પગમાં પડી ગઈ. અને કહેવા લાગી કે "ભાઈ મારા ઘરે આવવામાં બહુ રાહ જોવડાવી." "આજે મારા ઘરનું આંગણું પાવન થયું" અને ભાઈની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા.

             આમ, બહેનના ગમે તે ઘરે તેના લગ્ન થઈ જાય પણ તેને પોતાના ભાઈના પ્રેમમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ભાઈ ગમે તેવો ગરીબ કેમ ના હોય ? પણ તે બહેન માટે તો સોના બરાબર જ છે. સાચે જ ભાઈ બહેનનો પ્રેમ અનોખો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational