Khushboo Patel

Abstract Drama Others

3.4  

Khushboo Patel

Abstract Drama Others

ભાગ્યશાળી પિતા

ભાગ્યશાળી પિતા

1 min
228


આખા દિવસના ભાગમ-દોડ પછી, સમય હતો મહિના પછી ઘરે જવાનો, આ લાંબા રસ્તાઓની તો હવે આદત થઈ ગઈ હતી. પણ આજે, નીકળવાની જલ્દીમાં એક ભૂલ થઈ,પપ્પા સાથે નાની લડાઈ થઈ ગઈ. એકલતામાં નીકળતા સફરમાં, આજે વિચારોનો સાથ હતો.

ત્યાં જ બસ બરોડા સ્ટેશન પર ઊભી રહી, અને મારી આગળની સીટ પર એક બાળક અને એના પિતા આવીને બેઠા, પિતા-બાળકની આ જોડી સામાન્ય ન હતી, કારણ કે બાળક માનસિક રીતે અક્ષમ હતું, બીજા પિતાઓ કરતા આ પિતા વધારે ભાગ્યશાળી લાગ્યા, કેમ કે આજના આધુનિક જમાનામાં જયાં, માતા-પિતા ના આટલા કહેવા છતાં બાળકો સમજતા નથી અને આ ૧૪ વર્ષનો બાળક એના પિતાના મૌનને પણ એટલું સરતાથી સમજી ગયો, માનસિક રીતે અક્ષમ અને બોલવામાં પણ અશક્ત હતો, પણ એની પિતા પ્રત્યેની લાગણીઓનો અવાજ ખુબ જ મોટો હતો. એના નાના હાથ પિતા ના માથે ફેરવી ને હાથના ઈશારે હસતા-હસતા કહ્યુ "બધુ જ થીક થઈ જશે, તમે ચિંતા ના કરો." 

 હૃદય ને એક જોરદાર ધક્કો લાગ્યો, અને વિચારોની દિશા બદલાઈ, જેની પાસે માતા-પિતાનો પ્રેમ હોય, એવા બાળકો તો ભાગ્યશાળી હોય જ, પણ જેમની પાસે આવા બાળકો હોય એ સૌથી વધારે નસીબદાર હોય.


Rate this content
Log in

Similar gujarati story from Abstract