Khushboo Patel

Inspirational

4.8  

Khushboo Patel

Inspirational

પ્રેમ

પ્રેમ

6 mins
798


કેટલા ખરાબ દિવસો એ સાંભળીને કાઢયા કે સમય સાથે બધુ જ બદલાય. સમય સાથે બધુ બદલાય એની જાણ હતી પણ બધુમાં આખા જીવનનો સમાવેશ થાય એ ખબર ના હતી.


આખા દિવસની ભાગમ-દોડ પછી, આથમતા સુર્યને તળાવે બેસીને જોવાની મારી આદત થઈ ગઈ હતી. રોજ સાંજે હોસ્પિટલ પાછળના તળાવે જઈ બેસી એકલતાને માણવાની અને વિચારોના પાણીમાં તરવાની મેં જીવનમાં ગાંઠ બાંધી દીધી હતી.


૨૩ ઓગસ્ટ ૨‍૦૧૯ રોજની જેમ સાંજે તળાવે વિચારોમાં ખોવાઈ હતી, ત્યાં અચાનક જ પાછળથી કોઈના સ્પર્શ એ મને ડરાવી દીધી. પ‍ાછળ ફરીને જોયું તો કોઈ જાણીતું અજાણયું હતું, એમને અઠવાડિયાથી જોવું તો છું પણ વાત નથી કરી. ફોર્મલમાં હતા સાહેબ, પણ અલગ વાત એ હતી કે એમના બન્ને હાથમાં કાળા રંગની થેલીઓ હતી.


"તમે ?" મેં એમને પુછ્યું અને હું આગળ કઈ કહું એની પહેલા તો સાહેબનો જવાબ આવી ગયો.

"હું નીરજ પટેલ છું, તમને અઠવાડિયાથી નોટિસ કરું છું કે તમે સવારથી સાંજ લોકોની સારવાર કરો છો અને સાંજે અહિંયા આવો છો, તો આજે વિચારયું તમને કંપની આપું"


આ સાંભળી ગુસ્સા અને વ્યાકુળતાની લાગણીઓ મને ફરી વળી, મેં મોં બનાવી ફરી ગઈ તળાવ તરફ, કદાચ ના ગમ્યું મને એમનું મને આટલું નોટિસ કરવું. મને લાગ્યું મારા આ ભાવથી જતા રહેશે. પણ એ તો તળાવ તરફ મોં કરી મારી બાજુમાં બેસી ગયા. અને ધીમા સ્વરે કહયું "સૌરી, હું તમને દુખી કરવા નથી માંગતો હતો અને ના આવી રીતે મળવા, પણ મારી આદત જ બહુ ખોટી છે, હું એક વાર બોલવાનું ચાલુ કરું તો વિચારુ જ નઈ, સૌરી." 


મારું ત્યાં બેસવાનું મન ના થયું, તો મે નીકળવાનું વિચારયું, પણ અચાનક નજર અથમતા સુરજ પર પડી, એની શીતળતા મનમાં ઊતરી ગઈ હતી અને અચાનક મન ફેરવાઈ ગયું. ૨૦ મીનીટની શાંતિ તોડી એમણે કહયું "તમને ખબર, તમને ડુબતા સુર્યનો સાથ ગમે અને મને ઉગતા સુર્યનો સાથ. હું અહિંયા બે અઠવાડિયા પહેલા જ આવ્યો અને અઠવાડિયાથી રોજ સવારે પાછળના તળાવેે ઉગતા સુરજને નીહાળુ. સવાર - સવારમાં તળાવમાં માછલીઓ આકાશમાં પંછીઓ અને શાંત પાણીને જોઈ મનમાં શીતળતાનો પવન ફેરવાઈ જાય છે."


મેં બસ એક સ્માઈલ આપી પણ મારા મનમાં સવાલોનો પાળ બંધાઈ ગયો, કે એમને કેવી રીતે ખબર કે મને ડુબતો સુર્ય જ ગમે અને બે અઠવાડિયા પહેલા તો ઘણા નવા ડૉક્ટર આવ્યા, શું આ પણ ડૉક્ટર છે ?" 


એમની ના અટકતી વાતો ના કારણે મારી વિચારોની ટ્રેન નાનપણના સ્ટેશન પર અટકી. નાનપણના મારા સૌથી પ્રિય મિત્રોની યાદ આવી ગઈ. ભાલુ અને લાલુ, બન્ને ભાઈઓ લાલુ અમારાથી મોટા હતા એટલે હું એમને લાલુભાઈ કહેતી અને ભાલુ આ સાહેબ જેવો જ હતો ખુબ વાતો કરતો પણ એક વાત હતી ભાલુને વાતો સાથે અલગ -અલગ વાનગીઓનો પણ રસ હતો, એટલે હું એને ભાલુ કહેતી.

 

અચાનક અમારી નજર બે સફેદ પંછીઓ પર પડી, મન એકદમ ભારી થઈ ગયું, બેધ્યાનીમાં હું મારો મનનો હાલ એક જાણીતા સામે કહી ગઈ" આ પંછીઓમાં લાગણીઓનો સંચાર કેટલો સારો છે ને, એક બીજા માટે મરી જાય, પણ એક - બીજાને કોઈ દિવસ દુખી ના કરે, માણસ જ કેમ આટલો સ્વાર્થી ?"

તરત જ જવાબ આવી ગયો "હજી પણ સવારના કેસનું જ વિચારો છો ?"  


સવાલો તો ઘણા ઉઠયા પણ મેં બસ હા કહી છોડી દીધું. 

ધીમા સ્વરે અવાજ આવ્યો "માણસ દિલથી બીજા દિલને પ્રેમ કરવાનું ભુલી ગયો છે.

થોડા સમય પછી એમણે પુછ્યું " એક વાત કહું ? "

મેં હા કહી.


"અઠવાડિયાથી તમને બીજા માટે હસતા જોયું છે, કોઈ વાર પોતા માટે હસી લેસો તો આ સફરજન કરતા પણ મીઠા લાગશો." થેલીમાંથી સફરજન કાઢતા કહયું.

મનમાં વિચાર આવ્યો "આ ડૉક્ટર તો ના જ હોય."

મેં એક સ્માઈલ આપતા કહયું, "એવુ કઈ નથી." 


"હું ડૉક્ટર જ છું, અને મને મન વાંચતા પણ આવડે છે. એક સ્માઈલ પાછળ સંતાઈલ દુખી મન મને દેખાય જાય." એમને ભારી અવાજે કહયું અને મને એકધારી જોવા લાગ્યા.

હદયને જોરદાર ધક્કો લાગ્યો, "શું સાચે એમને મારી મનની વાત જાણી લીધી ? જીવનની મારી સવથી મોટી બીક સાચી થવા આવી હતી, મનના વિચારો કેવી રીતે કોઈ અજાણીતા સામે આટલા ખુલ્લામાં પડી ગયા !


મોં નીચે કરી મેં કહયું "બો મોડું થાય છે, મારે નીકળી જવા જોઈએ." આટલું કહી મેં ફરીને જવા લાગી.


એમાંજ અવાજ આવ્યો "જીગુ, નાનપણમાં નાનામાં નાની પેનસિલથી લઈને રમકડાં બધું જ મારી જોડે શેર કર્યું, તો આજે પોતાના દુખ ના કરાય ?"

મારા પગ ત્યાં જ થોભી ગયાં, પાછળ ફરવાની પણ હિંમત ના થઈ. એ મારા સામે આવી ઊભો રહી ગયો મારું મોં બસ નીચે કરી ઊભી રહી. 

"મને ઓળખયો નહીં કે પછી ભુલી ગઈ મને." એમણે પુછ્યું 

"તને હું યાદ હતી ?" મેં એને પુછ્યું 


"તારી સવાલ પર સવાલ પુછવાની આદત ના ગઈ હજુ, જીગુ પોતાના દોસ્તને ભુલી જાય એ શક્યય છે, પણ ભાલુ એની સૌથી પ્રિય મિત્રમાંમા કહયું.


"તને બોલવામાં થાક કયારથી લાગવા લાગ્યો." મેં આંસુ લુછતા કહયું.

"જયારથી તું મને ભુલી ગઈ ત્યારથી." એ કહી શાંત થઈ ગયો.

 "હું તને ભુલી ગઈ અને તું સુધરી ગયો, એમ, અને આટલો પાતળો કેવી રીતે થયો ? " મેં મસ્તીમાં કહયું.

"તું મળી અને પાછો બગડી પણ ગયો એ ના જોયું તે અને તને શોધતા - શોધતા પાતળો થઈ ગયો." ભાલુએ કહયું 

"તો આ સફરજન મારા માટે ?" મેં પુછ્યું 

"ના, મારા માટે છે, બપોરથી તે મને જમવા જ કયાં દીધું ?" ભાલુએ ચિઢવતા કહયું 

"કેમ, મેં શું કર્યું ?" મેં વ્યાકુળતામાં પુછ્યું 

"પોતે તો જમી નથી અને મને પુછે છે જોવો તો ?" મને ગુસ્સમાં કહયું 

"ભુખ નથી મને" મે ધીમેથી કહયું. 

"ભુખ નથી કે આજે સાર્થકનો જન્મદિવસ છે એટલે ઈચ્છા નથી." એને કહયું.


હું આશ્ચર્યમાં બસ એને જોઈ રહી હતી.

"મને બધું જ ખબર છે, એને ભુલવા તું અહિંયા આવે, પણ અહિંયા આવી તને એની એટલી જ યાદ આવે. દરેક મરતા માણસમાં તને એ જ દેખાય એટલે એમને બચાવવા તું પોતાને ભુલી જાય. દરેક શો પછી તાળીઓ તો ઘણી પડે પણ તારા કાનને આજે પણ એના જ અવાજની રાહ છે. એ કઈ હજી કહે એના પહેલા મેં એને પુછ્યું. 

"તને કઈ રીતે ?" આગળ પુછવાની હિંમત જ ના થઈ.

 એમા એનો જવાબ આવી ગયો "મને કેવી રીતે ખબર એ જાણવા માંગે છે ?"

મેં 'હા' કહયું 

૧૮ ઓગસ્ટ, અમદાવાદ , ફુડ સ્કવેર, તારી ડાયરી ત્યાં જ રહી ગઈ હતી.

"તું પણ ત્યાં જ હતો." મેં પુછ્યું 

"હા , હું પણ થોડુ ઘણુ લખી લવ, પણ તારા જેવુ નહિ."એણે કહયું 


હું ગુસ્સે થઈ પાછળ ફરી,એ પણ ફરી મારી બાજુ આવી ગયો.

"મને ખબર તને ના ગમ્યું પણ મારાથી ના રહેવાયું વાંચવા વગર અને ના અહિં આવ્યા વગર." એને માફી માગતા કહયું.

"એક વાત કહું, ખોટુ ના માનતી ?" અચાનક એને પુછ્યું.

મેં બસ 'હા' કહયું 

"તને એ દિવસે જોઈ હું ખુશ થઈ ગયો હતો, કે મને મારી દોસ્ત પાછી મળી ગઈ. પણ ડાયરી વાંચી ધ્યાન ગયું કે મારી જીગુ તો કયાંક ખોવાઈ ગઈ છે. મને આટલું તો ખબર પડી ગઈ કે તારા જીવનમાં સાર્થકની જગ્યા કોઈ ના લઈ શકે ના તારી કવિતા ઓમાં જગ્યા જોઈએ. ભાગવાન ની જે ઈચ્છા હતી એ થઈ ગયું, શું તુ તારી સ્માઈલને સાચવાની જવાબદારી મને આપી શકે ?સાર્થકની જગ્યા નથી લેવા માંગતો. હું બસ પેલા જુના ભાલુની જગ્યા ખોવાઈ ગઈ છે એ માંગુ છું. શું મારી કવિતા બનીશ ?" એને કહયું 


આસુંઓથી આંખો અને મન બન્ને ભરાઈ ગયા, સાર્થકની જગ્યા હું કોઈને કઈ રીતે આપું. હું એને કઈ કહ્યા વગર જ જવા લાગી, અને નાનપણની દરેક વસ્તુ મને યાદ આવવા લાગી અને સાર્થકના છેલ્લા શબ્દો મગજમાં ફરવા લાગ્યાં. 

"પત્રોના ડુંગરમાં,

લાગણીઓનો દરિયો હશે,

ઘણાં પત્રો આંખો સુધી જ રહશે,

બસ એ એક પત્ર હદયમાં ઉતરી,

તારી આત્મા સુધી પહોંચશે.'


જે દિવસ તને આ કવિતા સ્પર્શી જશે, એ દિવસે તને પાછો પ્રેમ થઈ ગયો હશે. ત્યારે જીવનમાં આગળ વધવાથી ડરતી નઈ"

મેં સ્માઈલ કરી અને આસુંઓ સાથે પાછી ગઈ અને એને ભેટી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational