Khushboo Patel

Drama Tragedy

3  

Khushboo Patel

Drama Tragedy

કરમાયેલ પાંખડીઓ

કરમાયેલ પાંખડીઓ

3 mins
264


સાંજનો સમય હતો, ૨૦૨૦થી આ સમય સાંજ જેવો જતો ન હતો. બધા માટે સમય થંભી ગયો હતો પણ મારા અને મારા જેવા ઘણા ડોક્ટરોના જીવનએ તો કદાચ રાજધાનીની રફતાર લઈ લીધી હતી. કોરોના કાળની એ જ એક સાંજ હતી, પી.પી.ઈ કિટ નિકાળી હાથ, મોં ધોઈ અને પોતાની ઓ.પી.ડી માં બેઠી ત્યાં જ એક ફોન આવ્યો. એક ડર ભર્યો અવાજ આવ્યો, "મેડમ, પેલા ગુલાબના ફૂલની પાંખડી કરમાઈ ગઈ, કોઈ મરી જશે એને બચાવી...." આટલું બોલી અને ફોન કટ થઈ ગયો. અને મારા વિચારો એ વાવાઝોડાની રફતાર પકડી. અવાજ તો કોઈ ૨૦-૨૧ વર્ષના છોકરાનો લાગ્યો, એમાં જ એક ઈમરજન્સી આવી અને કોઈ મજાક મસ્તી કરતું હશે એ સમજી જવા દીધું.

બીજો દિવસ અને એવી જ સાંજ અને ઘટના એજ સમયએ એજ નંબરથી ફોન આવ્યો. કોલ ઉપાડુ ના ઉપાડુ ના અસમંજસમાં ઉપાડ્યો અને એજ અવાજ અને એવોજ ડરથી ભર્યો. આ વખતે કોલ કટ ના થયો. મેં એને શાંત પાડયો અને એનુ નામ અને રહેઠાણ પૂછ્યું. નામ હતું આરવ અને અમદાવાદમાં વાડજમાં રહેતો. સોલા સિવિલથી દૂર ન હતું એટલે ઘરે જવાથી પહેલાં એને મળવાનું વિચાર્યું. હવે કોઈ અજાણ્યાની ઘરે એકલુ જવાય ના એ માટે મેં મારા એ સહકર્મી અને મારા એવો સારો મિત્ર રાજ ને તૈયાર કર્યો, પહેલાં તો એણે પણ એજ કહયું કે કોઈ મજાક કરતું હશે, અને આજકલ આવા કોલ પર ભરોસો કરાય ના અને એ પણ અમદાવાદ જેવાં શહેરમાં, છોકરીઓ માટે ખાસ તો, પણ મારા મગજમાં બસ એ ડર ભર્યો અવાજ ગુંજતો હતો અને ૯૯% મને ખાતરી હતી કે આ મજાક તો નથી જ કેમ કે શાંત પાડયા પછીની અમારી વાતોએ મને જણાવી દીધી હતી આ માણસ બીમાર છે, એટલે મે રાજ ને કહયું કે "ભલે મજાક હોય, તો ઘરે, અને કોઈ અજાણ્યાના ઘરે આવુ એકલું ના જવાય એ મને પણ ખબર એટલે તો તને બોલવું છું પણ કોઈને સાચે મદદ જોઈએ તો..." કહયું અને રાજ માની ગયો.

આજે અમે વહેલાં નિકળ્યા સિવિલથી અને વાડજ પહોંચ્યા ત્યાં ગુગલ મેપમાં મેં એ સરનામું નાખ્યું અને મેં રાજને એ સોસાયટીનું નામ કહયું તો રાજએ એની કાર આરવના બિલડીગ પાસે ઊભી રાખી કદાચ પરિચિત હતો આ જગ્યાથી. જેમ કાર ઊભી કરી એમ એને કહયું "શું એ છોકરાનું નામ આરવ છે", મેં કહયું તને કેમની ખબર. 

કઈ કહયા વગર જ રાજ ઉપર દોડયો, હું પણ એના પાછળ ગઈ કેમકે સોસાયટીમાંથી કોઈના રડવાનો જોરથી અવાજ આવ્યો અચાનક. ઉપર ગયા તો આરવ જોરથી ચીસો પાડીને રડતો હતો અને એના મમ્મી એને ચૂપ કરાવતા હતા અને જેમ રાજને જોઈ એ એને ભેટી પડયો અને એ રડતાં રડતાં રાજ ને કહયું "ભાઈ આજે પણ એ ગુલાબની પાખંડીઓ કરમાઈ અને મારા પ્રિય મિત્ર આકાશની મૃત્યુનું મને બપોરે સપનું આવ્યું અને હમણાં જ એની મૃત્યુ થઈ ગઈ.

આ બધુ હું દરવાજે ઊભી અચંબિત થઈ સાંભળી રહી હતી. રાજ એ આરવને શાંત કરી એને દવા આપી સૂડાવી પછી એને કહયું કે આરવ એનો મામાનો છોકરો છે. કોરોનામાં એને એના પપ્પા ને ગુમાવ્યા પછી એ માનસિક રીતે અશાંત રહેતો હતો અને એણે એને થોડી દવાઓ આપી હતી. 

એમ મામી એ રડતા કહયું, " કાલ સવારથી એના મનમાં ભય એ ઘર કરી લીધો છે. આ ગુલાબના ફૂલનું છોડ એના ૫ મિત્રોએ એને ભેટ આપી હતી. અને એમાં ૩ દિવસ પહેલાં જ ૫ ફૂલ આવ્યા. કાલે ૧ ફુલ કરમાયું હતું તો કાલે જ એને જાણ થઈ કે એના ૨ મિત્રો વિકાસ અને વિશાલની ટ્રક જોડે અથડાતા વિકાસની મૃત્યુ થઈ. 

આજે પણ આવું જ થયું." 

મેં પૂછ્યું "આ બધું કયારથી ચાલે છે?" 

તો એના મમ્મીએ કહયું એના પપ્પાના મૃત્યુ પહેલાં એના પપ્પા એ એને એક ગુલાબ આપ્યું હતું જે આખુ છોડ કરમાઈ ગયું અને એના બીજે દિવસે એના પપ્પાની મૃત્યુ થઈ, તો પ્રકૃતિપ્રેમી હોવાના કારણે એના મગજમાં કરમાયેક ફૂલ કે છોડથી એ લોકોની મૃત્યુ સાથે જોડી દે છે.

રાજ મામી જોડે ગુસ્સે થઈ કહયું "મામી તમારે મને આ પહેલા કહેવું હતું, મને લાગ્યું કે એને બસ મામાના જવાનો દુઃખ છે."

મેં કહયું "આરવનો ફોન મને આપી દો." 

રાજ "તનવી આ કેસ ભારી છે આપડે સિનિયરને પૂછીએ."

મેં કહયું "કોરોનામાં બધાની ડયુટી છે.મારા પર ભરોસો રાખ એને સારું થઈ જશે. મને ૨ દિવસ આપ અને ૨ દિવસ તું મારી ડયુટી સાચવી લે "

એ ના માન્યો અને સિનિયર જોડે વાત કરી પણ મેં પણ ૨ દિવસ એના વિરુદ્ધ જઈ આરવને દવા સાથે મેડીટેસન અને બીજી વાતો કરી એને સાજો કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama