Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

ભાભીમા

ભાભીમા

1 min
288


નાનું એવું દેલવાડા ગામ. આ ગામમાં હરેશ, તેની પત્ની રાધા અને તેનો લાડકો દિયર અજય રહે. રાધા જયારે પરણીને સાસરે આવી ત્યારે અજય માંડ દસ વર્ષનો હતો. રાધાએ પોતાનાં દીકરાની જેમ અજયને મોટો કર્યો.  

સમય વિતતા અજય હવે યુવાન થયો. તેનાં લગ્ન આરતી સાથે થયાં. આરતી પૈસાદાર બાપની દીકરી હોવાથી થોડી મુફટ હતી. હરેશ અને અજય સવારથી કામ પર જતાં રહેતાં હતાં. આરતીને રાધા સાથે જરાપણ ફાવતું નહી. આરતી વાત વાતમાં રાધાને ઉતારી પાડતી હતી પણ રાધા કયારેય કોઈને કંઈ કહેતી નહી. એક દિવસ આરતીની ચડામણીથી અજયે મોટાભાઈને પોતે હવે અલગ રહેવા જશે એ વાત કરી. આ સાંભળી હરેશ અને રાધા દુઃખી થયાં.

વહેલી સવારમાં હરેશ અને રાધા તેનાં રૂમમાં હતાં. અજય કોઈ કામ માટે ત્યાં જાય છે. પણ આ શું ? હરેશ અને રાધાની વાત સાંભળી અજયનાં પગ નીચેથી ધરતી સરકી ગઈ. અજય તરત જ આરતી પાસે ગયો અને પોતાનો નિર્ણય સંભળાવી દીધો. " આરતી, તું આ ઘર છોડીને જઈ શકે છે. હું મારા ભાઈ, ભાભીમાને છોડી ક્યાંય જવાનો નથી."

આરતી તો અજયની વાત સાંભળી અવાચક થઈ ગઈ. 

આખરે અજયને તેની ભાભીમાના સમર્પણની કિંમત સમજાણી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational