Vandana Patel

Inspirational

3  

Vandana Patel

Inspirational

બગીચો

બગીચો

2 mins
166


આજે દિવ્યા દાદાને યાદ કરતી દાદાએ જાતમહેનતથી સાચવેલા, ઉછેરેલ બગીચામાં ઉદાસ બેઠી છે. શાકભાજીના છોડ અને વેલાં ઠેર-ઠેર પથરાયેલા ંજોવા મળે છે. દિવ્યા પ્રકૃતિનું નૈસર્ગિક સૌંદર્ય માણતી વિચારોમાં ખોવાઈ ગઈ.

દિવ્યા શહેરનાં એક સરસ વિસ્તારમાં રહે છે. દિવ્યાના દાદાજીએ નોકરી કરતાં કરતાં જ આ બગીચો તૈયાર કર્યો હતો. વિજળી ન હોય, ત્યારે બધા અહીં જ આવી જતાં. દિવ્યા દાદાજી જોડે કયારેક કયારેક ફુલછેડને પાણી આપવા આવી જતી. દિવ્યાના પપ્પા ઉદાસી દાખવતાં. હા, બગીચો પપ્પાની નિશાની હોવાથી દેખભાળ માટે માળી આવી જતો.  દિવ્યાની ઉદાસીનું કારણ દાદાજીની યાદ તો છે જ, પણ માળીને આંબામાંથી કેરીઓ ઉતારીને લઈ જતા જોઈને દુ:ખ થયું . 

દિવ્યાને કેરી આપવામાં વાંધો ન હતો, પણ ચોરી !

દિવ્યાએ નાનપણમાં પુછ્યું હતું કે ‘દાદાજી, તમે આ કેરી નહીં ખાઈ શકો તો મહેનત શા માટે કરો છો ? દાદાએ હસીને જવાબ આપ્યો હતો કે ‘મેં પણ બીજાના વાવેલ આંબાની કેરીઓ ખાધી જ છેને ?‘ ‘રેકડીમાં એમ જ થોડી આવી હશે ?‘ દિવ્યાએ પુછ્યું કે ‘ હંમમ, રેકડીમાં કેરી મળે છે, તો મહેનત શા માટે ? દાદાજીએ પ્રેમથી કહ્યું કે‘ આ મોટા બગીચામાં તમે બધાં આવશો, ત્યારે મફત ઓક્સિજન મળશે, દવા વગરનાં શાકભાજી અને ફળ મળશે. તમને બધાને ઘાસમાં ચાલવાથી આંખોને ઠંડક મળશે. દિવ્યા બેટા, રેકડીમાં આ બધું મળશે ?‘

દિવ્યા ઘરમાં આવી. દિવ્યાએ ઘરનાં દરેક સભ્યોને વૃક્ષોનું મહત્વ અને ઉપયોગીતા વિશે વાત કરી. દરેક સભ્યોએ નિયમીત એક કલાક બગીચાને આપવાનો જ. - એવું નક્કી કર્યું. 

ઘરનાં બધા સભ્યો કોરોનાની લહેર પછી ઓક્સિજનનું મહત્વ જલ્દી સમજી ગયા. બધા સભ્યો સમજી ગયા કે હવા-ફેર કરવા ગામડે ન જવું પડે, એ માટે દાદાજી શહેરમાં જ બગીચો બનાવી આપણને અણમોલ ભેટ આપ્યાં ગયા છે. હવે આ ભેટની જાળવણી કરીને આવતી પેઢી માટે કંઈક કરવું જોઈએ. દિવ્યા ત્રીજી પેઢી, દાદાજીના કાર્યોના મીઠાં ફળો માણી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational