STORYMIRROR

Ashvin Kalsariya

Romance Tragedy

4  

Ashvin Kalsariya

Romance Tragedy

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 4

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 4

7 mins
264

(આગળના ભાગમાં જોયું કે છોકરીઓ આરવની કમજોરી છે એમ વિચારીને આરવની સેક્રેટરી ડેઝી તેની કંપની સાથે ચીટિંગ કરે છે પણ આરવનો અસલી ચહેરો કોઈ સમજી શકે તેમ ન હતું એટલે આરવ પોતાના બિઝનેસમાઈન્ડનો ઉપયોગ કરીને ડેઝીને પણ પકડી પાડે છે અને જે ટેન્ડર તેના હાથમાંથી જવાનું હતું એ પણ મેળવી લે છે પણ આ વચ્ચે જ અંધારમાં એક અજ્ઞાત વ્યક્તિ એન્ટરી કરે છે જેના ઈરાદા તો હવે ખબર પડશે પણ તેનો નિશાનો અચૂક છે)

અંધારામાં રહેલ એ વ્યક્તિની નજર બોર્ડના સેન્ટરમાં રહેલ હતી અને એ ફોટો હતો કાયરા મહેરાનો, તેની આજુબાજુ ન્યૂઝપેપરનાં નાના કટીંગ હતા, જેમાં કાયરા વિશે ન્યૂઝ છાપેલી હતી, તેની ત્રણ બુકો કયારે લોન્ચ થઈ, તે કંઈ કંઈ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે ગઈ, કેટલાં એવોર્ડ મળ્યાં, બધાનાં કટીંગ લાગેલા હતા, કાયરા કયારે ઉઠે, કયારે જમે, શું જમે, કયારેય સૂવે, ખુશ થાય ત્યારે શું કરે, દુઃખી હોય ત્યારે શું કરે, આની આખી લીસ્ટ એ બોર્ડ પર લાગેલી હતી, કાલે કલબમાં ગઈ હતી તેનાં ફોટો પણ આ બોર્ડ પર હતા.

કાયરાની આટલી બધી માહિતી અહીં એકઠી કરેલી હતી કે તેની કેટલીક આદતો તો કાયરાને પણ ખબર નહીં હોય.

“કાયરા મહેરા, હવે તારી લાઈફમાં ભૂચાલ મચાવે હું આવી રહ્યો છું, તારી ત્રણ બુક બહુ સફળ રહી પણ તારી આ ચોથી બુક તારા લાઈફની આખરી બુક હશે, હું તને બરબાદ કરીને મૂકી દઈ અને જે મારા રસ્તામાં આવશે હું એને પણ બરબાદ કરી નાખી, હવે તારી જીંદગીની એક એક પળ તને તડપાવી” એ વ્યક્તિ એ ગુસ્સામાં કહ્યું

કાયરા પોતાના રૂમમાં આવી, તેનું ધ્યાન હવે તેની નવી બુક પર જ હતું. તેણે પોતાનો કબાટ ખોલ્યો અને અંદર એક ડિજિટલ ત્રિજોરી હતી, તેણે તેમાં પાસવર્ડ નાખ્યો અને તેને ખોલી પણ તેમાં કોઈ પૈસા કે ઘરેણાં ન હતા પણ કાગળ નું એક બંચ હતું જેમાં પીન વડે બધા કાગળો જોડાયેલા હતા, તેણે એ બહાર કાઢયું, એમાં પહેલાં પેજ પર લખેલું હતું, “બેઈંતહા - લવ એન્ડ લસ્ટ”

આ હતી કાયરાની એ સ્ટોરી જે તેની તકદીર બદલી નાખવાની હતી, તેણે આજના યુથને ધ્યાનમાં રાખીને આ સ્ટોરી લખી હતી, જેમાં લવ હતો અને એની સાથે હતો લસ્ટ એટલે કે હવસ, જયારે આ બંને એક થાય છે ત્યારે એક રીલેશનશીપમાં કેવી પરિસ્થિતિ ઉભી થાય છે એ વર્ણવેલ હતું, લવ પર જયારે લસ્ટ હાવી થાય છે અને જયારે કોઈ તમારા વિશ્વાસ સાથે ખેલ ખેલી જાય ત્યારે શું થાય છે તેનાં પર આ સ્ટોરી લખી હતી અને યુથને આકર્ષવા માટે એમાં થોડાં એવાં વર્ણન પણ કર્યો હતા કે જે માત્ર ચાર દિવાલની અંદર બે યુવા દિલો વચ્ચે થતાં હશે અર્થાત પ્રણય નું વર્ણન. કારણ કે કાયરા જાણતી હતી કે યુથ કોઈ સારી બુક વાંચે કે ન વાંચે પણ જો તેને ખબર પડી કે તેની બુકમાં કંઈક આવું છે તો એ લોકો આ બુક જરૂર વાંચશે.

કાયરા પાસે બુક તો તૈયાર હતી પણ તે આ બુકને જે રીતે માર્કેટમાં લાવવામાંગતી હતી એ માટે બહુ ખર્ચો કરવાની જરૂર હતી પણ આટલો ખર્ચો કરે કોણ એ વાત થી એ પરેશાન હતી પણ હિંમત ન હારી, તેણે ત્રિશાની વાતને પણ ધ્યાનમાં લીધી, પણ રુદ્ર ઓબેરોય પાસે સીધું જવું એના કરતાં પહેલાં પોતાના ઓળખીતા પ્બલીશસરને મળીને એકવાર વાત કરી જૂવે જો કોઈ તેને હા પાડે તો તેને રુદ્ર ઓબેરોય પાસે જવાની જરૂર જ ન પડે.

ચાર દિવસનીકળી ગયા, આરવ પોતાના કામમાં વ્યસ્ત હતો અને રુદ્ર તેનાં કામમાં વ્યસ્ત હતો, બંને સાંજે વિષ્ણુકાકાની ટપરી જરૂર મળતા, પણ આ ચાર દિવસમાં કાયરાની હાલત ખરાબ થઈ ગઈ હતી.

કાયરા એ આ ચાર દિવસમાં મોટાભાગના બધા પ્બલીશસરને મળી ચૂકી હતી પણ અફસોસ કે કોઈ તેની આ બુકને તેના પ્રોડક્શન હાઉસ હેઠળ પ્બલીશ કરવા તૈયાર ન હતું, બધાને તેની બુક પંસદ આવતી પણ તે બુકને પ્બલીશ કરવા કાયરા જે પબ્લિસિટી કરવા માંગતી હતી એમાં બહુ પૈસા ખર્ચે થાય એમ હતા અને એ બધા લોકોનું માનવું હતું કે એક બુક પાછળ આટલો ખર્ચો કરવા મૂર્ખતા છે.

આરવ ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને ત્યાં જ રુદ્રનો ફોન આવ્યો,

“કયાં છે તું ? ” આરવ એ ફોન રિસીવ કર્યો તરત જ રુદ્ર એ કહ્યું

“ઓફિસમાં છું ” આરવ એ કહ્યું

“હજી ઓફિસમાં છે, જવું નથી ? ” રુદ્ર એ કહ્યું

“કયાં જવું છે ” આરવે કહ્યું, આરવનું બધું ધ્યાન લેપટોપમાં હતું

“મતલબ તું ભૂલી ગયો ” રુદ્ર એ કહ્યું

“શું ભૂલી ગયો, યાર તું સીધું બોલને ” આરવે અકળાતાં કહ્યું

“ઓકે આજની તારીખ જો ” રુદ્ર એ કહ્યું

આરવે એ કેલેન્ડર પર નજર નાખી અને કહ્યું, “સોરી સોરી બસ હમણાં આવું છું ”

આરવ તરત ફોન મૂકીને, લેપટોપ બંધ કર્યું અને બહારનીકળ્યો અને પોતાની ગાડીમાં બેસીને તેનીકળી ગયો.

આ તરફ કાયરા એક પ્રોડક્શન હાઉસથી હતાશ થઈને બહારનીકળી, પણ એજ પ્રોડક્શન હાઉસની બહાર એક ઝાડ પાછળ એક વ્યક્તિ ઉભો હતો, જે છૂપાયને કાયરા પર નજર નાખી રહ્યો હતો, તેણે કાળો કોટ પહેર્યાં હતો અને માથા પર એ ઢંકાયેલો હતો, મોઢાં પર પણ કપડું બાંધેલ હતું, તેણે કોટના ખિસ્સામાંથી એક ડાર્ટ કાઢ્યું અને સીધું કાયરા તરફ ફેકયું.

આમ અચાનક પોતાના તરફ કંઈક આવ્યું એટલે કાયરા હચમચી ગઈ, તેણે જોયું તો એક ડાર્ટનીચે પડયું હતું, પણ એ ખાલી ડાર્ટ ન હતું તેની પીનમાં એક ચિઠ્ઠી પણ હતી. કાયરા એ ડાર્ટ ઉઠાવ્યું અને આજુબાજુ નજર ફેરવી પણ પેલો વ્યક્તિ ત્યાંથીનીકળી ચૂક્યો હતો. કાયરા એ તે ચીઠ્ઠી ખોલી અને વાંચી, તો તેમાં લખ્યું હતું,

“બેઈંતહા લવ અને યારી તો તે લખી પણ બેઈંતહા નફરત હું લખી”

આ વાંચ્યા પછી તે થોડી ગભરાઈ ગઈ, પણ ત્યાં જ તેનાં ફોનમાં રીમાઈન્ડર વાગ્યું અને તેણે તે જોયું એટલે તેને કંઈક યાદ આવ્યું અને તે ડાર્ટ અને ચીઠ્ઠી ત્યાં જ ફેંકીને ચાલી ગઈ.

રુદ્ર પહોંચે એ પહેલાં આરવ ત્યાં પહોંચી ગયો અને બહાર કાર પાર્ક કરીને તેની રાહ જોઈ રહ્યો હતો, રુદ્ર આવ્યો અને તેણે કાર પાર્ક કરી,

બહાર આવીને તે આરવ પાસે આવ્યો ત્યાં જ આરવે કહ્યું, “કેમ મને કહીને તું મોડો પડયો”

“અરે યાર ટ્રાફિક ” રુદ્ર એ કહ્યું

“હવે બાપને બનાવ સમજયો” આરવે કહ્યું

બંને પાછળ ફર્યૉ ત્યાં એક બોર્ડ મારેલ હતું, “વાત્સલ્ય ધામ”

“ઘણું બદલાય ગયું છે” રુદ્ર એ કહ્યું

“તારી જેમ બધા જૂના તો નથી રહેતા ” આરવ એ મસ્તી કરતાં કહ્યું

“હા હવે અંદર ચાલ” રુદ્ર એ કહ્યું

“વાત્સલ્ય ધામ” આ હતું એ અનાથઆશ્રમ જયાં આરવ અને રુદ્ર મળ્યા હતા અને ઘણો સમય આ અનાથઆશ્રમમાં જ વિતાવ્યો હતો અને આજે આ આનથઆશ્રમનો સ્થાપના દિવસ હતો. તે બંને અંદર ગયા, એક નાનું એવું ગાર્ડન હતું અને તેની સામે બે માળની એક નાની બિલ્ડીંગ હતી, બધા નાના છોકરાઓ ત્યાં ગાર્ડનમાં રમી રહ્યાં હતા, ઘણાં સર અને મેડમ હતા પણ આરવ અને રુદ્રની નજર એક મેડમ પર પડી, જે થોડાં વૃદ્ર લાગતાં હતા, તે બંને તેમની પાસે ગયા.

રુદ્ર જઈને તેમને પગે લાગ્યો, એ મેડમ થોડીવાર ચશ્મા સરખા કરીને જોયું પછી તેને ઓળખાણ પડી એટલે કહ્યું, “રુદ્ર ”

“હા મેમ હું ” રુદ્ર એ કહ્યું

તેમણે રુદ્ર સાથે ઉભેલા વ્યક્તિ સામે જોયું અને કહ્યું, “તારે આવવાની શું જરૂર હતી”

“અરે ભૂલ થઈ કે તમને કહ્યાં વગર જતો રહ્યો, માફ કરી દે આટલાં નખરા તો આજકાલની છોકરીઓ ના પણ નથી” આરવે એ કહ્યું

તેમણે આરવનો કાન પકડયો અને મરડયો, “અચ્છા તો હવે ભૂલ કરીને પાછું મને સંભળાવે છે”

“બરોબર છે મેમ, મારી વાત તો માનતો પણ નથી ” રુદ્ર એ કહ્યું

તેમણે કાન છોડયો અને કહ્યું, “તમે બનેં હજી સુધી અમને અને આ અનાથઆશ્રમને નથી ભૂલ્યા એ બહુ મોટી વાત છે”

“આ અમારું પહેલું ઘર છે અને કોઈ પોતાના પહેલાં ઘરને ભૂલી ના શકે” રુદ્ર એ કહ્યું

આરવે એક ચેક કાઢયો અને તેમને આપ્યો, “હવે આની જરૂર નથી તમે બંને પહેલાં બહુ બધુ કર્યું છે ” તે મેમ એ કહ્યું

“આ તમારો હક છે મેમ અને અમે આ બધું આ બાળકો માટે જ કરીએ છીએ, જેથી ભવિષ્યમાં આજ બાળકોમાંથી આરવ મહેતા અને રુદ્ર ઓબેરોય બનીને કોઈ બહારનીકળે” આરવે એ કહ્યું

આરવ અને રુદ્રના ઘણાં આગ્રહ પછી તેમણે ચેક લીધો, હવે તે બંને બધા બાળકોને મળવા માટે ગયા, રુદ્ર બહાર ગયો, તે બધા માટે ગીફટ લાવ્યો હતો જે કારમાં હતા. અહીં આરવને કોઈકનો મીઠો અવાજ સંભાળ્યો જે કયારેય તેણે સાંભળ્યો ન હતો, તેણે એ દિશા તરફ જોયું પણ કંઈ દેખાયું નહીં, તે ધીમે ધીમે એ દિશામાં આગળ વધવા લાગ્યો તો કોઈ છોકરી હતી તેવું તેને લાગ્યું, પણ વચ્ચે અમુક લોકો હતા અને થોડા વૃક્ષો હતા એટલે તે જોઈ શકતો ન હતો આરવને ખાલી તેનાં હોઠ દેખાયા, એકદમ લાઈટ પીંક લિપસ્ટિક લગાવેલા.

“જેના હોઠ આટલા રસભર છે એ કેવી હશે ” આરવે મનમાં વિચાર્યું

તે છોકરી તો ત્યાં થીનીકળી ગઈ અને અંદર તરફ ગઈ, આરવ પણ હવે તેની પાછળ જવા લાગ્યો. હવે આ કોણ નવું આવ્યું સ્ટોરીમાં?, આરવની તો ખબર જ છે એ શું કરશે, પણ શું પેલી છોકરી એવું કંઈ થવા દેશે કે પછી?, કાયરાને પણ પેલાં વ્યક્તિ એ એક ચીઠ્ઠી આપી છે, એનો મતલબ તો કાયરા ના સમજી પણ શું લાગે છે કાયરા આ વાતને સિરીયસ લેશે?, અત્યારે તો આરવ શું કરે એ જાણવું જરૂરી છે, તો બસ જાણવા માટે વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી ”

ક્રમશ :


Rate this content
Log in

Similar gujarati story from Romance