kusum kundaria

Children Inspirational

3  

kusum kundaria

Children Inspirational

બેઘર

બેઘર

2 mins
7.3K


શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી છે. સાંજ થતાજ  માણસો પોતપોતાના ઘરમાં ભરાઈ જાય છે. પંખીઓ પણ પોતાના માળામાં લપાય જાય છે. રાત્રે સડક સૂમસામ થઈ જાય છે.જેની પાસે રહેવા માટે એક ઝૂંપડુય નસીબ નથી એવા લોકો ફૂટપાથ પર કે પછી રેલવે સ્ટેશનમાં ખુલા મેદાનમાં એકબીજાની હુંફમાં ટૂંટિયુંવાળીને ઠંડીથી બચવાનો પ્રયત્ન કરેછે.

આવીજ કડકડતી ઠંડીમાં એક મા પોતાની કાંખમાં એક નાના બાળકને તડીને,એક આંગળીયે પાંચ-છ વર્ષની છોકરીને લઈને દર-દર ભટકતી  હોય છે. ઠંડીથી બચવા આશરો શોધતી હોય છે. એક મંદિર આવતા ત્યાં જાય છે. મંદિરની પરશાળમાં ત્રણેય એક જગ્યાએ બેસે છે. એટલામાં એક માણસ આવી તેને ત્યાંથી બહાર કાઢે છે. અને બોલે છે આવા ભિખારી ક્યાંથી હાલ્યા આવે છે ?.

નાની બાળકી એની મા ને પૂછે છે, ”મા આપણું ઘર ક્યાં છે ? આ ભગવાન પાસે તો કેટલા બધા ઘર છે ! કેટલા મંદિર ને કેટલા મસ્જિદ છે ? એક ભગવાનને આટલા બધાં ઘર શું કરવા છે ? “ બાળકી બોલ્યેજ જાય છે. ઠંડીમાં ઠૂંઠવાતી હવે તના શબ્દો પણ સ્પષ્ટ નીકળતા નથી. તેની મા ફાટેલ સાડલાનો છેડો કાંખમાં તેડેલ બાળકને ઓઢાડી ચાલ્યે રાખે છે.

જેમ જેમ રાત્રીનો સમય વધતો જાય છે તેમ તેમ ઠંડીનું જોર પણ વધતું જાય છે. આખરે રસ્તાની એક બાજુએ ખુલ્લી જગ્યામાં ત્રણેય ટૂંટિયુંવાળીને બેસી જાય છે. ભૂખ અને ટાઢથી ત્રણેય અર્ધ બેભાનવસ્થામાં સરી જાય છે.

સવારનું અજવાળું થતાજ માણસોની અવર‌‌-જવર શરૂ થાય છે. લોકોની નજર આ ટૂંટિયુંવાળીને પડેલા પરિવાર પર જાય છે. ત્યાં જઈને જુએ છે તો ઠંડીને લીધે ત્રણેયના હ્દય બંધ પડી ગયા છે ! મ્યુનિસિપાલીકા વાળા આવીને ત્રણેયની લાશ ઉપાડી જાય છે. નાનકડી છોકરીની આંખો ખુલ્લી જ રહી ગઈ હોય છે. અને જાણે, હજુએ પૂછતી હોય છે,

“હે,ખુદા કેટલા મંદિર,મસ્જિદ અહીં રોજ ચણાય છે,

એવું કાં લાખો લોકો જીવનભર બેઘર રહી જાય છે ?


Rate this content
Log in

Similar gujarati story from Children