STORYMIRROR

Pallavi Gohel

Inspirational

3  

Pallavi Gohel

Inspirational

બાળમજૂરી

બાળમજૂરી

3 mins
138

મને ધ્યાને આવે છે ત્યાં સુધી લગભગ છેલ્લા બે કે અઢી દાયકાથી બાળમજૂરીનો પ્રશ્ન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સમયાંતરે ચર્ચાતો રહે છે. તેનાં માટેનાં કાયદાઓ, નિયમોનું ગઠન તો કરી દેવામાં આવ્યાં છે પણ એક સારા નાગરિક હોવાની જવાબદારી આપણે નિભાવી શક્યાં છીએ ? કોઈ ને કોઈ રીતે જાણતાં કે પછી અજાણતાં આપણાં હાથે આ નિયમોનો ભંગ થતો હોય છે.આજ કારણ છે કે મને સમાજમાં બાળમજૂરી પ્રત્યેની અનુકંપા દેખાતી જ નથી.

સુશિક્ષિત સમાજનો વર્ગ સારી પેઠે જાણે છે, એક પરિવાર, સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનો વિકાસ અને પ્રગતિનો પાયો જ બાળકો છે. તેઓની તંદુરસ્તી તેમજ સુખાકારીમાં જ આ વિકાસ અને રાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. બધું જ જાણતાં હોવાં છતાં પણ દેશનાં નાગરિક તરીકે આ દિશામાં આપણે કેટલું યોગદાન આપી શક્યાં છીએ ? આ અંગે થોડું સ્વ સાથેનું મનોમંથન કરવું જરૂરી નથી લાગતું મિત્રો !શાંત ચિત્તે આ મુદ્દે એટલે કે આવનારી આ પેઢી વિષે વિચારશો તો તમારી અંતરઆત્મા ગ્લાનિથી ભરાઈ જશે એવું હું ચોક્કસ પણે કહીં શકું. હકિકતે આપણે ક્યારેય આ દિશામાં પ્રામાણિક પણે વિચાર્યું જ નથી, એક એક વ્યક્તિએ થોડું પણ આ બાબતે વિચાર્યું હોત તો આજે આપણાં દેશમાં બાળમજૂરીનો આંકડો લાખોની સંખ્યામાં ન હોત.

જીવનનો સૌથી મહત્વનો તબક્કો બાળપણ છે, જ્યાં જીવન નવાં આકારો લે છે, પોતાની ભીતર રહેલી ક્ષમતાઓને યોગ્ય સુચિત માર્ગે વાળે છે, નવાં નવાં પ્રયાસો અને માર્ગદર્શન દ્વારા પરિપૂર્ણ જીવન ઘડતરનાં પાયાનું નિર્માણ કરે છે. સાથે જ આ તબક્કામાં પૌષ્ટિક આહાર પણ મુખ્ય ભૂમિકામાં હોય છે. અફસોસ એ વાતનો છે કે આ બધું આપણે આપણાં બાળકોને આપીને સંતુષ્ટિનો ઓડકાર લઈને ફરજ પૂરી થયાંનો આનંદ માણીએ છીએ. હકિકતે એ કહેતાં દુઃખ થાય છે કે લાખો બાળકોની જિંદગીમાંથી આ મહત્વનાં પાયાનો છેદ ઉડી જાય છે. ન જાણે કેટલાય માસૂમ બાળકો આ બધાં અધિકારોથી વંચિત રહી જાય છે, આજ કારણો તેઓની સ્થિતિને,જીવનને દયનીય બનાવી દે છે.

ગરીબી, મોંઘવારી, ભૂખમરો જેવાં ગંભીર પ્રશ્નો તેઓનું ભોળપણ હણીને તેમને મજૂરી તરફ વાળી દે છે. આ મુદ્દા પર વાતો કરવી, સંવેદનાઓને કલમ થકી નિતારવી ખૂબ જ સરળ છે, પણ શું આ વાતોને, ચર્ચાને સાર્થક રૂપ આપવામાં આપણે કેટલાં સબળા છીએ? ઘણી સેવાભાવી સંસ્થાઓ આ દિશામાં કામ કરી રહી છે, આપણે એવી સંસ્થાઓની મદદ કરવામાં પણ પાછી પાની કરી લેતાં હોઈએ છીએ. આપણે તેવાં એક એક બાળક પાસે ન જઈ શકીએ તો કશો વાંધો નહીં પણ ઈશ્વર કૃપાથી જો સંપત્તિથી પૂર્ણ જો તો આવી સંસ્થાઓને પૈસા દ્વારા મદદ કરી એ બાળકોનાં, રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થઈ જ શકીએ. શું કહો છો ! આ બાબતે વિચાર જરૂર કરજો. 

તમારી આસપાસ નજર કરશો તો તમને એ બાળમજૂરો જરૂર દેખાશે, વધું દૂર નહીં પોતાનાં જ ઘરમાં કામ કરવાં આવનાર વ્યક્તિ સાથે આવેલું તેનું આઠ કે દસ વર્ષનું બાળક તેની મા કે બાપને મદદ કરતાં તમે રોકી શક્યાં છો ? પ્રામાણિકતાથી જવાબ આપજો, જાહેરમાં નહીં બસ સ્વ જાતને જવાબ આપજો. આવાં બાળકોને એકાદ બિસ્કીટનું પેકેટ, જૂનાં કપડાં, બુટ કે અન્ય વસ્તુઓ આપી દેવાથી શું તેઓનું જીવન સુપેરૂ રીતે ચાલશે એવું તમે માનો છો તો આપણે બધાં ત્યાં જ કાચા પડયાં છીએ. આપણાં રાષ્ટ્રીનો પાયો પાંગળો થતો રોકવા માટે આ લાખો બાળમજૂરોનાં જીવન પર મનોમંથન કરી યોગ્ય પગલાં લેવાં જ જોઈએ આખરે તે આપણાં દેશનું ભવિષ્ય છે.

કંઈ પણ સહેલું નથી હોતું પણ અશક્ય પણ નથી હોતું. નાના પ્રયાસો કે આ દિશામાં શરૂઆત આપણે આપણાં ઘર, શેરી, અને ગામથી પણ કરી જ શકીએ. આપણાં દ્વારા અપાયેલું આટલું યોગદાન પણ એ ભૂલકાઓ તેમજ રાષ્ટ્ર માટે મહામૂલું બની રહેશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational