Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bharat Thacker

Inspirational


4.9  

Bharat Thacker

Inspirational


અવનિ

અવનિ

3 mins 876 3 mins 876


અવનિ એટલે ધરતી એટલે સહનશિલતાની સુરત અને ફળદ્રુપતાની મુરત. 


પ્રસ્તુત છે અવનિ નામને સાર્થક કરતી એક અવનિની વાર્તાઃ


અવનિ


પોતાના ભાઈએ પોતા માટે અનુભવેલ દુઃખની લાગણી, પોતાના માટે અનુભવેલ વેદના અવનિની સંવેદનાને ઝંકૃત કરી ગઈ હતી. પોતાના પતિ આકાશનો આક્રોષ, અહમ અને ઉગ્ર સ્વભાવથી અનજાન ભાઈ ભાવેશે જ્યારે આ બધું જોયું ત્યારે અંદરથી સમસમી ગયો. વગર વાંકે ઝઘડી પડતો આકાશ, અવનિનો અપમાન કરતા આકાશનું આવું સ્વરુપ અનુભવીને ભાવેશ અંદરથી સળગી ગયો. જતાં જતાં પોતાની બહેન અવનિને તેણે કહ્યું કે આવી તુમાખીવાળી પ્રકૃતિની વ્યક્તિ સાથે તારું જીવન ઝેર થઈ જશે. તારી તૈયારી હોય તો તું આકાશને મૂકી દે, આપણે જિંદગીમાં બીજો કોઈ રસ્તો શોધશું. આટલું બોલતા ભાવેશની આંખો તમતમી ગઈ હતી. પોતાના ભાઈ ભાવેશને શાંત પાડવા અવનિએ ભાઈને પત્ર લખ્યોઃ


પ્રિય ભાઈ ભાવેશ,


તે બતાવેલ આવેશમાં તારી લાગણી, તારા પ્રેમનો સમાવેશ છે. પરંતુ, તે બતાવેલ રસ્તે હું નહી જઈ શકુ. હુંં માનુ છું કે આકાશ એક જવાળામુખી જેવા ઉગ્ર સ્વભાવનો છે. પરંતુ, હુંં મારી રીતે જ, મારા પ્રેમ દ્વારા, મારી સહીષ્ણુતા દ્વારા આ જવાળામુખીને ઠંડો પાડીશ. ઠંડો પડી ગયેલ જવાળામુખી કેટલો ફળદ્રુપ હોય છે તે તો તું જાણે છે. તું એવુ બિલ્કુલ ન વિચારીશ કે તારી બહેન લાચાર છે એટલે આકાશનો સાથ નિભાવે છે.


કોલેજમાં મેં માનસશાસ્ત્ર કર્યુ છે. માનસશાસ્ત્રની કોઈ પ્રેક્ટિસ નથી કરી. આકાશ મારા માટે એક માનસશાસ્ત્રીય કેસ છે, ઉપરાંતમાં મારો પતિ છે. મારા સ્વભાવની ઠંડકથી હું તેના લાવાને ઠારી દઈશ. મારા પ્રેમની ગરમીથી આકાશના આકાશમાં વાદળાં બનશે અને એ વાદળાંનો વરસાદ આકાશને નવું સ્વરુપ આપશે, વરસાદ પડી ગયા પછીના સ્વચ્છ આકાશ જેવું.


મેં આકાશના કેસનો અભ્યાસ કર્યો છે. માનસશાસ્ત્રીય કારણો મુજબ આકાશના આક્રોશ, અહમ અને ઉગ્ર સ્વભાવનું કારણ તેનો ઉછેર છે. તેના બાળપણમાં તેને બિલ્કુલ પ્રેમ મળેલ નથી. આકાશના માતા-પિતા વચ્ચેના ઝઘડા, વિસંવાદીતતા અને ખટરાગ આજે તેની જિંદગીમાં ઉગ્રતાની આગ બનીને પ્રગટ્યા છે. મારે આ આગને બાગમાં ફેરવવાની છે.


ફરીને એક વાર મારી તને વિનંતી છે કે તું માનીને ચાલજે કે તારી બહેન દુઃખી, પરવરશ કે લાચાર નથી. હું સ્વતંત્ર રીતે જીવી શકું એટલી ખુમારી છે મારામાં. અત્યારે હું એક તબક્કામાંથી પસાર થઈ રહી છું. બાકી કોઈએ સાચું કહ્યું છે; ‘જીવનમાં દુઃખ અનિવાર્ય છે, પરંતુ દુઃખી થવું અનિવાર્ય નથી. તારી બહેન દુઃખી છે એવું ખોટી રીતે વિચારીને દુઃખી થઈશ નહી તો મને ગમશે.


તારી બહેનની સ્નેહ યાદ…


પત્ર વાંચતાં ભાવેશને ઘણી રાહત થઈ ગઈ અને બહેન માટેની લાગણી અને પ્રેમમાં ઉમેરો થયો.


સમયના પ્રવાહમાં ધંધાર્થે બેંગ્લોર ગયેલ આકાશને એક ગંભીર અકસ્માત થયો. આકાશના બંને પગ ખૂબ ખરાબ રીતે નુકશાન પામ્યા હતા અને એક પગ તો કપાવવો પડે એવું લાગતું હતું. ઘાયલ આકાશને જિંદગીમાં પહેલીવાર આટલું મજબૂર થવું પડ્યું. જિંદગીમાં મનુષ્યને કેટલું બધું લાચાર, પરવરશ થવું પડે છે તેનો અનુઅવ આકાશને હોસ્પિટલની દુનિયામાં થયો. તેમાં પણ ત્યાંની હોસ્પિટલમા પહોંચતા અવનિને બે દીવસ થાય તેમ હતું. એ બે દિવસમાં આકાશે અનુભવેલી પીડા, લાચારી અને દુનિયાદારીએ તેની આંખ ખોલી નાખી. અવનિએ આવતાંવેંત પૂરી પરિસ્થિતિ સંભાળી લીધી.


આકાશને મુંબઈ હોસ્પિટલમાં શીફટ કરાવ્યો. અવનિ ચોવીસ કલાક આકાશના પડછાયા જેમ રહેવા લાગી. ઓપેરશન, પ્લાસ્ટર, એકસ-રે, લેબ રીપૉર્ટ્સ, હોસ્પિટલ સ્ટાફનું અણછાજતું વર્તન, આર્થિક પ્રશ્ર્નોનો હલ – દરેકે દરેક ક્ષેત્રમાં અવનિ ધીરજ અને પ્રેમપૂર્વક પોતાનું કામ કરાવી લેતી. આકાશની દૈનિક ક્રિયાઓની મજબૂરી એવી રીતે પતાવી દેતી કે આકાશને નિરાશા ન સાંપડે. આઠ માસ સુધી અવનિની અગન પરીક્ષા ચાલી અને આકાશના બન્ને પગ બરાબર થઈ ગયા ત્યારે ડોકટરોને પણ ચમત્કાર જેવું લાગ્યું. હોસ્પિટલની દુનિયા ઉપરાંત અકસ્માતનો પોલીસ કેસ, વીમાની ઝંઝટ, વકીલની દુનિયા – દરેક બાબતમાં અવનિ પોતાની આગવી રીતે પહોંચી વળતી.


પ્રેમ અને પીડાના એ આઠ માસમાં આકાશની પ્રકૃતિ સંપૂર્ણરીતે બદલી ગઈ. જીવનની ઘણી બધી સચ્ચાઈઓ તેને સમજાવવા લાગી. સ્વભાવની ગરમી બરફની જેમ પીગળી ગઈ. અવનિનો અનન્ય પ્રેમ તેને ધન્ય કરી ગયો. અવનિની સમજ અને સહનશીલતા રંગ લાવી ગઈ. અવનિ-આકાશની બાકી જિંદગીમાં પ્રેમ અને પ્રસન્નતાનો પવિત્ર પમરાટ પ્રસરી રહ્યો.


Rate this content
Log in

More gujarati story from Bharat Thacker

Similar gujarati story from Inspirational