ૐ નમ: શિવાય
ૐ નમ: શિવાય
ॐ નમ : શિવાય :
શરભ અવતાર:- ભગવાન શંકરનો આ એક નાનો અવતાર છે. શરભાવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અડધું મૃગ (હરણ) તથા બાકીનો શરભ પક્ષી (ગ્રંથોમાં વર્ણિત આઠ પગવાળા જંતુ જે સિંહ કરતાં પણ શક્તિશાળી હતું)નું હતું.
લિંગપુરાણ મુજબ હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર લીધો હતો નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયાં ત્યારે સૌ કોઈ ભયભીત થઈ ગયાં હતાં.
હિરણ્યકશિપુના વધ બાદ પણ જ્યારે નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો નહીં ત્યારે દેવતાઓ શિવજી પાસે પહોંચ્યા દેવતાઓને નિર્ભય કરવા માટે શિવજીએ પોતાના અંશ વીરભદ્રને આજ્ઞા આપી કે ભગવાન નરસિંહની ક્રોધાગ્નિને શાંત કરો.
શિવજીએ પોતાની પૂંછડીમાં નરસિંહ ભગવાને લપેટીને છાતીએ ચાંચનો પ્રહાર કરતાં કરતાં ઊડી ગયાં. ત્યારે ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત થયો.
શું શીખવું-
આમાંથી આપણે એ શીખવા મળે છે કે જો આપણે કોઈ બળવાન સાથે યુદ્ધ કરવા જઈ રહ્યાં હોય તો પોતે પરિપક્વ કરી લો. ત્યારે આપણી જીત નિશ્ચિત થશે.
શરભાવતારનું સ્વરૂપમાં વિદ્યમાન મૃગ સ્ફર્તિ તથા શરભ પક્ષી બુદ્ધિ તથા શક્તિનું સૂચક છે. આ અવતારમાં ભગવાન શંકરે નરસિંહ ભગવાનની ક્રોધાગ્નિ શાંત કરી હતી. ભગવાન શંકરના આ અવતાર ચપળતા, શક્તિ તથા બુદ્ધિનું પ્રતીક છે. ૐ નમ : શિવાય :
