અતિરેક
અતિરેક
આજના સોશ્યલ મીડિયાનો અતિરેક એટલો વધી ગયો છે કે એની આડઅસર આજના બાળકો પર પડે છે. કારણ કે માતા-પિતાજ એટલો બધો મોબાઈલનો ઉપયોગ કરે છે એટલે એ જોઈને બાળકો પણ એજ અનુકરણ કરે છે અને પછી શિખવાનું અને ના શિખવાનું શિખે છે.
આમાં પછી એમ કહો કે બાળકો ભણતાં નથી તો ક્યાંથી ભણે ? આપણાં ઘરનો માહોલ આપણે જ બગાડી મુક્યો છે. પહેલાં તો સવાર સુંદર પ્રભાતિયાંથી જ ચાલું થતી અને વડીલો પણ બાળકોની ભણતર, ગણતર ની પ્રવૃતિમાં રસ લેતા હતાં. અત્યારે તો માતા પિતા એટલાં મોબાઈલમાં હોય છે કે એમનું બાળક શું કરે છે ?અને શું ખાય છે ? કોની જોડે રમે છે ? એ પણ જાણતાં નથી. અરે હદ તો ત્યારે થાય ઘણાં ઘરોમાં પિતાને તો એ પણ ખબર નથી કે એમનું સંતાન ક્યાં ધોરણમાં ભણે છે. કારણ કે દિવસે નોકરી અને બાકીનો સમય મોબાઈલ વાપરવામાં જાય છે. હવે તમે જ કહો આજના બાળકો એ દેશનું ભવિષ્ય છે પણ કેવું ? સમાજ, દેશ માટે પણ દરેક માતા-પિતાની ફરજ છે કે બાળકોને સાચું અને સારું જ્ઞાન આપે.
કોઈ ફોજી શહીદો થાય ત્યારે દુઃખ ભરી પોસ્ટ મુકવી કે વ્યર્થ ચર્ચા કરવી એનાં કરતાં બાળકોને સાચું અને સારું જ્ઞાન આપી એક સારા નાગરિક બનાવો એ પણ દેશસેવા જ છે અને આટલું તો કરી જ શકો છો ને ? થોડો મોબાઈલનો ઉપયોગ ઓછો કરીયે અને બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપીને સાચાં ખોટાંનો ફર્ક સમજાવીએ. નહીં તો હવે પછીની પેઢીનું ભવિષ્ય અંધકારમય છે આ મોબાઈલના અતિરેકથી.
અને આની અસર તમે રોજ બરોજ જોતાં જ હશો સમાચાર, ન્યુઝ પેપરમાં, તો જો તમારામાં એક ધબકતું દિલ હોય અને માણસાઈ હોય તો જાગો અને સમાજ અને દેશની રક્ષા કરવા પણ મોબાઈલનો વપરાશ અમુક સમય પૂરતો મર્યાદિત રાખો એવી મારી વિનંતી છે. બાકી આ સોશિયલ મિડિયાના અતિરેકથી કેટલાના ઘરોમાં અંધકાર છવાઈ ગયો અને કુમળી બાળાઓ અને દિકરીઓ વાસનાની બલી ચઢી ગઈ. આપણે આપણાં ઘરથી જ શરૂઆત કરીએ. એવી એક અપીલ કરું છું. કોઈને દુઃખ થાય તો માફ કરજો. પણ વિચારો સલમાનખાને એક પિક્ચરમાં કહ્યું હતું ને કે તમે ત્રણ જણને કહજો. આવુ એક ચેનલ આપણે પણ ચાલુ કરીને આ દેશ અને સમાજ અને દિકરીઓની રક્ષા માટે આપણાં ઘરથી જ શરૂઆત કરીએ. બધુંજ કાયદા પર ના છોડીએ. ગમે તો શેર કરજો અને બીજાને પણ વંચાવજો.