અસ્તિત્વ (માઈક્રોફિક્શન)
અસ્તિત્વ (માઈક્રોફિક્શન)

1 min

254
એક બાળકે સુતા પહેલાં પ્રાર્થના કરી કે
“હે ઈશ્વર! જો ખરેખર તારું અસ્તિત્વ હોય તો તું મને દર્શન આપ.” રાતે ઊંઘમાં બાળકે અનુભવ્યું કે કોઈકે તેને ચાદર ઓઢાડી અને વહાલથી તેના માથા પર હાથ ફેરવ્યો. એક અલૌકિક અનુભૂતિ થતાં બાળકે હર્ષથી આંખ ખોલી તો સામે તેની મા હતી ! બાળકે નિરાશાથી પડખું ફેરવતાં કહ્યું, “મને લાગ્યું કે ઈશ્વર હશે.”