અષાઢીબીજ
અષાઢીબીજ


અષાઢી બીજના દિવસે ઓરિસ્સા અને અમદાવાદ શહેરમાં જગન્નાથજીની રથયાત્રા નિકળે છે અને નગરયાત્રા કરે છે. અષાઢી બીજ દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવામાં આવે છે.
અષાઢી બીજ એ કચ્છીઓનું નવુ વર્ષ ચાલુ થાય છે અને આ દિવસે કચ્છ, ભુજમાં મોટા મેળાનું આયોજન કરવામાં આવે છે. અષાઢી બીજ એટલે અષાઢી નવરાત્રિનું બીજું નોરતુ જેનો આગવો મહિમા છે. આમ આપણા ભારત દેશમાં ઉત્સવનો માહોલ સર્જાય છે. અષાઢી બીજના દિવસે જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથયાત્રા કરી શહેરીજનોને દર્શનનો અનેરો લાભ આપે છે. અષાઢી બીજના જય હો. જય જગન્નાથજી. આષાઢી બીજના કચ્છીજનોને નવુ વર્ષ મુબારક.