Leena Vachhrajani

Inspirational Children

4  

Leena Vachhrajani

Inspirational Children

અસમાનતા

અસમાનતા

2 mins
303


પિન્કીનો જન્મદિવસ દર વખતની જેમ ઉજવાયો. સાંજે મોટી કેક કાપવામાં આવી. પિન્કીએ નવું ફ્રોક પહેર્યું હતું. એના મિત્રોને બોલાવવામાં આવ્યા હતાં. વેફર, કેક, છોલે પૂરી, બિરયાની, આઈસક્રીમની લિજ્જત માણીને બધા મિત્રો એક સ્કૂલબેગની રિટર્ન ગિફ્ટ લઈ રવાના થયાં. 

ઘર આખું રમણભમણ થઈ ગયું હતું એ સરલાને સોંપીને પમ્મી દીકરીને લાડ લડાવતી રૂમમાં ગઈ. સરલાએ સાડીનો છેડો કમરે વિંટ્યો અને સફાઈ અભિયાન આદર્યું. નાનકડી તરુ એક બાજુ બેઠી બેઠી સાંજથી બધો ખેલ જોતી હતી. 

“તે મા આ બધા કેમ ભેગા થયા હતાં ?”

“એ તો પિન્કીબેબીનો જન્મદિવસ છે આજે એટલે.”

“તો એમાં આટલી બધી વસ્તુ બને ?”

“હા.”

સરલા આગલા અપેક્ષિત સવાલ માટે તૈયાર જ હતી.

“તે મારો જન્મદિવસ તો કોઈ વાર નથી ઉજવ્યો !”

સરલાએ તરુને માથે હાથ ફેરવીને પમ્મીએ પિન્કીનું એક ચિત્ર તરુને રમવા આપ્યું હતું એ બતાવ્યું.

“જો આ ચિત્રમાં એક માણસ મોટા પર્વત પર ઊભો છે અને એક માણસ નીચે નાની ઢગલી પર છે એ જોયું ?”

“હા તો ?”

“હા એટલે ભગવાનને ઘેરથી જ બધાએ ક્યાં રહેવાનું હોય એ નક્કી થઈ જાય. અને કોણે કેવી રીતે રહેવાનું એ પણ નક્કી જ હોય. પિન્કીના નસીબમાં મોટા પર્વત પર રહેવાનું છે અને તારા નસીબમાં નીચે ઓરડીમાં રહેવાનું છે. તો બધાને કાંઈ સરખું ન મળે.” 

“મા મારે પર્વત પર રહેવું હોય તો ?”

“ હા મફતનું અને દાનનું કોઈ પણ મહત્વ નથી એ ગાંઠ બાંધી લે. તો એના માટે તારે બહુ બધું ભણવું પડે. બહુ મોટી નોકરી શોધવી પડે તો જ પિન્કીની જેમ જન્મદિવસ ઉજવાય.”

અને વીસ વર્ષ બાદ..ડોક્ટર તરુ પોતાની દીકરીનો જન્મદિવસ બંગલાના ગાર્ડનમાં ઉજવી રહ્યાં હતાંં. પણ ઉજવણીમાં પોતાની જૂની ચાલીના મિત્રોનાં બાળકોને આમંત્રણ આપ્યું હતું. 

રાત્રે દરેક બાળકને દરેકની સ્કૂલની એક એક વર્ષની ફી નો ચેક એનાં મા બાપને રિટર્ન ગિફ્ટમાં આપીને તરુએ પોતાના રૂમમાં ફ્રેમમાં હસતી મમ્મીને વહાલ કરીને આંસુથી ઓવારણાં લીધાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational