Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

અરજી

અરજી

7 mins
564


આખા કુંટુંબમાંથી મહેનત અને આપમેળે આગળ આવેલો માનવ. માનવના ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું. અને ખૂબ મજા કરીશુ...!’ માનવના મમ્મી તો દીવા સ્વપ્નમાં ખોવાઈ ગયા હતા. કળિયુગમાં શ્રવણ જેવો દિકરો મળ્યો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી માનવ મા- બાપને ચાર ધામની જાત્રા કરવાની તૈયારીમાં લાગી ગયો હતો જે હવે પુરુ કરવા જઈ રહ્યો હતો. માનવે જ્યાં પ્લેનમાં જવાય ત્યાં પ્લેનની ટિકિટ અને બાકી લકઝરી કે ગાડીની વ્યવસ્થા કરી દીધી હતી બધુ ઓનલાઈન બૂકિંગ કરાવી દીધું હતું. ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર માનવના મમ્મી લતા બેન જોઈ રહ્યાં હતાં. લતા બેન અને પંકજ ભાઈ ખુબ જ ખુશ હતા કે આપણા આખા કુંટુંબમાંથી કોઈએ ચાર ધામની જાત્રા કરી નથી અને એ પણ પ્લેનમાં. આપણાં તો ભાગ્ય ખુલી ગયા. દિકરો તો શ્રવણ છે જ પણ દિકરાની વહુ શિલા સાચેજ બહુ સુશીલ અને ડાહી મળી છે જે આ પરિવાર ને અને આપણા ને સંભાળી રહી છે. લતા બેન તો આમ ચાર ધામની યાત્રાની તાડમાર તૈયારીમાં લાગી ગયા. 


સાંજે ઓફિસથી માનવ ઘરે આવ્યો એ થોડો ઉદાસ દેખાતો હતો પણ ઘરમાં ખુશી રહે એ માટે એ વાતોમાં જોડાઈ ગયો અને જો મમ્મી... હું નદીમાં ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી માનવે લતા બેન ને કહ્યું. ત્યાં જ શિલા માનવ માટે પાણી લઈને આવી અને માનવને પુછ્યું કે કેમ ઉદાસ છો કંઈ બન્યું છે? માનવે વાત ટાળવા કોશિષ કરી પણ માનવ ને જુઠુ બોલતા આવડતું નહીં એટલે એ બોલી શક્યો નહીં. લતા બેને પુછ્યું શું થયું છે બેટા? અને આ ચાર ધામ યાત્રા એ જવાનો ખર્ચ કેટલો થશે? માનવ કહે તુ એ વાત છોડી દે મા તમારાથી વધુ આ દુનિયામાં કશું જ નથી, રૂપિયા તો હું તમારા આશિર્વાદથી ફરી કમાઈ લઈશ. તો શું વાત છે દિકરા કે તું ઉદાસ છે? માનવ કહે મારા શેઠને મેં રજાની વાત કરી પણ એમણે પચીસ દિવસની આટલી બધી રજા ના મંજૂર કરી. લતા બેન કહે તો હવે શું થશે તે તો બધે રૂપિયા ભરી દીધા છે? માનવ કહે મા તું ચિંતા ના કર કાલે હું ફરી વાત કરીશ શેઠને જો ના પાડશે તો હું નોકરી છોડી દઈશ. મા - બાપ ની ઈચ્છા પુરી કરવા માનવ આવી સરસ મજાની નોકરી છોડવા તૈયાર થઈ ગયો હતો કે નાની મોટી નોકરી તો ક્યાંક મળી જશે પણ મા - બાપ ને હું જાત્રા ના કરાવી શકુ તો આ જીવતર સા કામનું? આમ નિર્ણય કરી માનવ સૂવા માટે ચાલ્યો ગયો. માનવ પોતાના રૂમમાં ગયો એટલે દોડતી પરી આવી અને કહેવા લાગી લાવો પપ્પા હું તમારુ માંથુ દબાવી દવ તમે થાકી ગયા હશો ને એમ કહી માનવના માથે હાથ ફેરવવા લાગી. અને બોલી પપ્પા તમે ચિંતા ના કરશો હું મારી પિંગી બેન્ક આપને આપી દઈશ પણ આપણે બા દાદા ને યાત્રા કરાવીશું તમે નોકરી છોડી દેશો ને પછી તમને નવી નોકરી મળે ત્યાં સુધી હું તમારી પાસે કંઈ નહીં માગુ, ના ચોકલેટ ના રમકડા આમ કહી પરી માનવના માથે હાથ ફેરવી રહી. માનવને પરીની વાતથી પોતાના નિર્ણય માટે મકકમતા મળી. એણે પરીને સૂઈ જવા કહી પોતે વિચારમાં ખોવાઈ ગયો.

જ્યારે ભણીને એણે આ કંપનીમાં ઈન્ટરવ્યુ આપ્યો ત્યારે જોયું કે શેઠ અનિલ ભાઈ એની જ ઉંમર જેટલા જ છે અને નોકરી નો ઓર્ડર મળ્યો અને એ નોકરી એ લાગી ગયો. બે વર્ષ પછી શિલા જોડે લગ્ન કર્યા અને લગ્નને ત્રણ વર્ષ પછી આ પરી આવી અને પરી ના પગલે એને પ્રમોશન મળ્યું અને પગારમાં ખાસો વધારો થયો. આમ એ વિચારતો સૂઈ ગયો. ભગવાનને પ્રાર્થના કરી સૂઈ ગયો જે થશે એ સારુ જ થશે. 


આ બાજુ લતા બેન ચિંતા કરી રહ્યા કે એમણે અને પંકજ ભાઈ એ તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ચાર ધામ યાત્રાએ ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.અને આજે બપોરે લતા બેન એ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી લીધું. અને બસ હવે તો ચારધામની યાત્રામાં જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ ગયા. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે કરે એ સારુ જ કરજે. 


સવારે એકદમ વહેલા ઉઠી પરવારી ને હું મંદિર જઈને આવુ એમ કહીને લતા બેન ઘરની બહાર નીકળી ગયા. માનવ તો ઓફિસ ઘરેથી રોજ જમીને જ જતો એટલે એને હજું બહુ વાર હતી. એક વખત શેઠ અજય ભાઈ એ એમના ઘરે ઓફિસ સ્ટાફના બધા જ કર્મચારીઓ ના ફેમીલી ને જમવા બોલાવ્યા હતા જેથી પરિચય થાય. અને લતા બેને એ એડ્રેસ સંભાળી ને રાખ્યુ હતું કે ક્યારેક કામ આવે એમણે રીક્ષા ચાલક ને એ એડ્રેસ પર લઈ જવા કહ્યું. લતા બેન જ્યાં રહેતા હતા ત્યાં થી અજયભાઈ ના ઘરે એ ત્રીસ મિનટમાં પહોંચી ગયા અને બંગલા ની ડોર બેલ બજાવી. નોકરે આવી દરવાજો ખોલ્યો એમણે કહ્યું કે હું એક કામથી શેઠ ને મળવા આવી છું એમની ઓફિસમાં કામ કરતા માનવની મા છું. નોકરે એમને અંદર લઈ ગયો બેઠક રૂમમાં બેસાડી એ ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરતા અજય ભાઈ ને કહ્યું કે બહાર આપને મળવા આપની ઓફિસમાં કામ કરતા માનવ ભાઈ ની માતા આવી છે. અજય ભાઈ શેઠ ઉભા થયા અને બહાર ગયા અને સોફામાં બેસતા બોલ્યા બોલો કેમ આવવુ થયુ અહીં?


લતા બેને ફરી પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું સવારમાં તમારો કિંમતી સમય નહીં બગાડું ટુંકમાં વાત કરુ કે માનવે છેલ્લા ત્રણ વર્ષથી રૂપિયા ભેગા કરી અમને સપરિવાર ચારધામની યાત્રાએ લઈ જાય છે તો આપને એક અરજ કરવા આવી છું તમે આટલી બધી રજા નામંજૂર કરી તો એણે એવો નિર્ણય કર્યો છે કે શેઠ રજા નહીં આપે તો હું નોકરી છોડી દઈશ પણ તમને યાત્રા કરાવીશ એની નવ વર્ષની દિકરી પરી નો પણ વિચાર નથી કરતો કે ભેગા કરેલા રૂપિયા અમને યાત્રા કરાવામાં વાપરી નાંખી ને એ નોકરી પણ છોડશે તો પરી નું શું થશે? માટે જ હું આપને એક અરજી કરવા જ આવી છું જો આપ રજા મંજૂર કરશો તો આપની ઘણી મહેરબાની અને લતા બેન આંખના આંસુ લૂછતા ઉભા થઈ ગયા અને નિકળી ગયા. આ બાજુ શિલા માનવને સમજાવી રહી હતી કે આપ નોકરી ના છોડશો પણ થોડું જૂઠ બોલો કહો કે બિમાર છે તો રજા જોઈએ છે. 

‘પણ.. માંદુ કોણ છે? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી

‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની માનવના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.


‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી માનવે જમવાનુ પુરુ કર્યુ અને પિતા ને પગે લાગી નોકરી પર જવા નીકળ્યો.

ઓફિસ જતા પહેલા માનવ પોતાના ઓળખીતા ડોક્ટર પાસેથી પરી ની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.

શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.

‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ માનવે આખરે સાહસ કરીને ખોટુ બોલી દીધું.

‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને માનવ.?’’ શેઠે ધારદાર નજરથી માનવ સામે જોયું. અને તે ક્ષણે માનવની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’

‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી માનવને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો. 

તે ચુપ રહ્યો.


શેઠે કહ્યું, ‘સારુ પરીની સારવારનો બધો જ ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી માનવની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.

તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...પરી માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ આમ કહી માનવ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’

‘ઉભો રહે માનવ... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.

'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં માનવના પગ થંભી ગયા. 

માનવને લાગ્યું કે શેઠે મને મારા આ જુઠ બદલ ક્યાંય નોકરી ના મળે એવું તો નહીં કર્યુ હોયને? 

‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.

માનવે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી અને સાથે બીજુ કવર હતુ...!

‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.

નાની ચબરખીમાં લખેલું હતું.... 


અરજી

હું તારી પચીસ દિવસની રજા મંજૂર કરુ છું મારે તો મા - બાપ નથી પણ તારો આવો મા બાપ માટેનો પ્રેમ જોઈ હું ખૂબ જ ખુશ થયો છું અને તારા માતા ને કહેજે એમને બીજો દિકરો છે. તારા જેવો પ્રામાણિક અને પ્રેમાળ અને વફાદાર કર્મચારી મારી નોકરી છોડીને જાય એ મને મંજુર નથી તારા માતા પિતા એ મારા પણ માતા પિતા જ છે.

વાંચતાની સાથે જ માનવની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.

શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘માનવ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી યાત્રમાં તમારા માટે કંપની તરફથી ખરીદીના વાઉચરો છે.. અને યાત્રાનો ખર્ચો કંપની તરફથી ભેટમાં અને તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને શાંતિથી યાત્રા કરજો અને કસર ના કરતો....!!’ અને આજથી તને પ્રમોશન આપું છું તું આ કંપની નો અડધો માલિક મારી ગેરહાજરીમાં તું બધા નિર્ણયો લઈ શકીશ અને કંપની તરફથી તને એક ગાડી પણ ગિફ્ટ આપવામાં આવે છે... શેઠ પણ દુનિયાદારી જોઈ ચુક્યા હતા.

માનવ શેઠના ચરણોમા ઝુકી ગયો..

શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી અરે ના આપણી મા ને કહેજે અરજી મંજૂર કરી છે.


Rate this content
Log in