Pramod Mevada

Tragedy

2  

Pramod Mevada

Tragedy

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૧૧)

અપૂર્ણતાનો અહેસાસ (ભાગ – ૧૧)

2 mins
7.0K


વહેલી સવારે તૃપ્તિની આંખ ખુલી ગઈ. એ આસ્થા પાસે જ સુતી હતી. અસ્થાનો હાથ એના હાથમાં જ હતો. ધીમેથી એણે હાથમાંથી હાથ છોડાવ્યો ત્યાં અચાનક જ એનું ધ્યાન ગયું કે આસ્થાના હાથમાં કોઈ સંચાર ન હતો. તૃપ્તિને હૈયે ફાળ પડી. એણે આસ્થાને જગાડવા પ્રયત્ન કર્યો પણ આસ્થા હવે બીજી દુનિયામાં પહોંચી ગઈ હતી.

                          ધીમે ધીમે તૃપ્તિ આઘાતમાંથી બહાર આવી રહી હતી. એક દિવસ તેની બાજુના મકાનમાં એક ફેમિલી રહેવા આવ્યું. તેમને એક નાનકડી બેબી પરી પણ હતી જે હર્ષ સાથે ભળી ગઈ ટૂંક સમયમાં. તૃપ્તિ પણ એ નાનકડી પરીમાં એની આસ્થાનું જ રૂપ નિહાળતી એના પર વ્હાલની વર્ષા વરસાવતી. ધીમે ધીમે પરીએ આસ્થાની જગ્યા ક્યારે લઈ લીધી તૃપ્તિના મનમાં ખબર પણ ન પડી. સમય વીતતો ગયો એમ નિશાંત પણ તૃપ્તિની મનોદશા સમજી તેને શક્ય તેટલી ખુશી આપવા પ્રયાસ કરતો હતો. હમણાં હમણાં તૃપ્તિ પણ જાણે કે આઘાત પચાવી નવેસરથી જીવવાની શરૂઆત કરી રહી હતી.

                            એક દિવસ તૃપ્તિ આસ્થાનું ટેબલ સાફ કરી રહી હતી ત્યાં જ એકાએક એના હાથમાં આસ્થાની ડાયરી આવી ગઈ. તૃપ્તિએ ડાયરી હાથમાં લઈ જાણે કે આસ્થાને વ્હાલ કરી રહી હોય એમ છાતી સરસી ચાંપી ઘણીવાર સુધી બેસી રહી. છેક અંધારું થયું અને નિશાંતે આવી લાઈટ ચાલુ કરી ત્યારે એકાએક તંદ્રામાંથી બહાર આવી તૃપ્તિ ત્યારે એને અહેસાસ થયો કે ઘણી વખત સુધી તે એમ જ બેસી રહી હતી. ડાયરી એક બાજુ સાચવીને મૂકી રાત્રે સૂતી વખતે વાંચવી એવો નિર્ધાર કરી તે રસોઈની તૈયારીમાં લાગી ગઈ.  

                            રાત્રે જમી પરવારી તૃપ્તિ આસ્થાની ડાયરી લઈ વાંચવા બેઠી. પહેલા પન્ના પર જ લખાયેલું લખાણ વાંચી તૃપ્તિ પોતાની જાતને રોકી ન શકી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. પળભર તો નિશાંત પણ સમજી ન શક્યો કે અચાનક શું થયું. તૃપ્તિના હાથમાં ડાયરી જોતાં જ તે પરિસ્થિતિ પામી ગયો અને તૃપ્તિની પીઠ પર હાથ પસવારી રહ્યો. થોડીક વાર પછી સ્વસ્થ થઈ તૃપ્તિએ ફરી એ લાઇન્સ વાંચી "વ્હાલી મમ્મી તારા જ અંશથી લખાયેલ થોડાક શબ્દો ફક્ત તારા જ માટે.......તને જ અર્પણ."

                             આગળ ન વાંચી શકી તૃપ્તિ અને ડાયરીને સાચવીને કબાટમાં મૂકી દીધી. કદાચ આથી વધુ એને વાંચવાની જરૂર ન હતી. એને આસ્થાની આખી ડાયરી એ બે લીટીમાં સમજાઈ ગઈ હતી. આજે પણ તૃપ્તિ એના રોજિંદા ક્રમ મુજબ સવારે ચા ન્યૂઝપેપર લઈ બેસે છે હીંચકા પર અને વિચારે ચડી જાય છે કે નામ તૃપ્તિ હોવાથી તૃપ્ત થવાતું નથી. રહે છે તો બસ જીવનભર અપૂર્ણતાનો અહેસાસ.       (સમાપ્ત) 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy