અપેક્ષાઓનું પોટલું
અપેક્ષાઓનું પોટલું
સદીઓથી માણસજાત ટોળામાં રહેવા ટેવાયેલી છે. સતત એકબીજાની હૂંફ અને મદદ વગર તેને ફાવતું નથી. દરેક માણસ પછી તે સ્ત્રી હોય કે પુરુષ જીવનમાં બીજા પાસેથી અપેક્ષાઓ રાખે છે. પછી તે ઘરનાં સભ્યો પાસેથી હોય કે પછી સમાજ પાસેથી હોય કે પછી મિત્રો પાસેથી હોય..... અપેક્ષાથી માણસને આગળ વધવાની પ્રેરણા મળે છે. અને એક ઢાઢસ બંધાય છે.
ઘણા લોકો કહે છે.....
" જીવનમાં સુખી થવું હોય તો કોઈ પાસેથી અપેક્ષા ન રાખો."
પણ શું કામ ? શા માટે ? આપણે હંમેશા અપેક્ષા આપણાં પોતાનાં અને નજીકનાં લોકો પાસેથી જ રાખતા હોય છે અને જયારે તે અપેક્ષાઓ સંતોષાતી નથી ત્યારે પારાવાર દુઃખ થાય છે. આપણું મન, હૃદય રડે છે.
અપેક્ષામાં પણ સામસાટા હોય છે. " તેણે મારૂ કામ કર્યું ? તો હું કરું ?"
આ જગતમાં વગર લાભે કોઈ કશું કરતું નથી. ત્યાં સુધી કે આપણાં પરિવારનાં સભ્યો પણ.....!
આપણે કોઈ સારૂ કામ કરીએ અને આપણે શુભેચ્છાની આશા રાખીએ તે વ્યાજબી છે. પોતાનાં આપણને પ્રોત્સાહિત કરશે તો વધુ આગળ વધવાની પ્રેરણા મળે છે. પણ સૌથી વધુ આપણાં દુશ્મન, આપણાં પોતાનાં જ હોય છે. જે આપણને આગળ વધતા જોઈ શકતાં નથી.
આમ, અપેક્ષાઓનું પોટલું લઈને ફરતાં લોકો બધા જ ખુશ હોતા નથી !
