અનુકરણ
અનુકરણ
આવો આપણે મળી ને એક પહેલ કરીએ..એ માટે લેખક કે કોઈ પણ વ્યક્તિ હોય એણે પહેલ પોતાના ઘરથી જ કરી ને સમાજમાં દાખલો બેસાડવો પડે.
ખાલી લખવા કે વંચાવાથી કોઈ નહીં સમજે. મરણ પછીના જમણવારનો ખોટો ખર્ચ. લગ્નમાં પહેરામણી આપવી. અંધશ્રદ્ધામાં માનવું. છૂત અછૂતનો ભેદભાવ. દેખાદેખી કરી ખોટા રિવાજો માટે ખર્ચ.
આ બધું બંધ થવું જોઈએ.
મેં તો મારા ઘરમાં આવાં ખોટા કુરિવાજો અને માન્યતાઓ ને તિલાંજલિ આપી છે. કુટુંબના વિરોધ કરે છે પણ હું અને અડગ છું. મને માન છે આપણાં દેશના ધનાઢ્ય વેપારી વિપ્રો કંપનીના અજીત પ્રેમજી જેમણે એમનાં છોકરાનાં લગ્ન સાદાઈથી કર્યા. અને હાલમાં પણ એ નવી ગાડી નથી ખરીદતા પણ સેકન્ડમાં જ ગાડી વસાવે છે એ પણ જરુરીયાત ના લીધે.
તો આવાં મોટા વેપારી આવું કરતા હોય તો આ સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતીઓ એ પણ સાદગીમાં રહેવું જોઈએ અને ખોટી માન્યતાઓ અને ખોટાં દેખાડાથી દૂર રહેવું જોઈએ.