Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Bhavna Bhatt

Inspirational


3  

Bhavna Bhatt

Inspirational


અંતરથી સલામ

અંતરથી સલામ

2 mins 12K 2 mins 12K

અમુક માણસો સ્વાભિમાનથી જીવતાં હોય છે એમને મફતનું લેવું પરવડતું નથી. આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો અને એનાં પગલે ભારતમાં પણ એનાથી બચવા માટે થઈને લોકડાઉન કર્યું. એમાં મધ્યમવર્ગના અને ગરીબો અને રોજે રોજ કમાઇને ખાનાર વર્ગની હાલાત કફોડી થઈ ગઈ. એમાં રીક્ષાવાળા, બૂટ પોલીસ અને બૂટ, ચંપલ રીપેરીંગ કરનારાઓ હાથ લારી, વિગેરે લિસ્ટ બહું લાંબુ થઈ જાય એટલે આપણે મુદ્દાની જ વાત કરીએ.

અમદાવાદની એક પરા વિસ્તારની સોસાયટીમાં રહેતા સભ્યો. એમાં બાકીનો વર્ગ તો નોકરીયાત હતો પણ પરેશભાઈ અને સવિતાબેન પતિ-પત્ની એક રૂમ રસોડાના નાના મકાનમાં રહેતા હોય છે. સોસાયટી બની ત્યારે જેની જેવી શક્તિ હતી એવાં મકાન લીધાં હતાં. પરેશ ભાઈ અને સવિતાબેન બહુંજ સ્વાભિમાન થી જીવતાં હોય છે અને એ નિઃસંતાન હોય છે. પરેશભાઈ રોજ એક જુની સાયકલ ઉપર હોલસેલના વેપારીઓ પાસેથી પ્લાસ્ટિકની કોથળી ઓ લઈને લારીવાળા અને નાનાં દુકાનદારોને આપીને ગુજરાન ચલાવતા હતા. સાદગી અને સરળતાથી રહેતાં હતાં. લોકડાઉન નહોતું એ પેહલા પણ કોઈ સોસાયટીના મદદરૂપ બનવા કોશિશ કરે પણ એ નાજ પાડે.

રોજ રોજ મહેનતથી કમાણી કરે અને એક પેકેટ પારલેજીનું બિસ્કીટનું પેકેટ રોજ કૂતરાને ખવડાવે. એમને મદદ થાય એ માટે જો સોસાયટીમાંથી કોઈ ઝીપ લોકવાળી કોથળી મંગાવે તો એ જેટલા રૂપિયા થતાં હોય એટલાંજ લે કોઈ સો રૂપિયાની નોટ આપી કહે કે રાખોને પરેશ ભાઈ એમાં શું લેવાનાં પણ એ છૂટા રૂપિયા આપીજ દે. એક રૂપિયો પણ વધારે લે નહીં એવાં સ્વાભિમાની સ્વમાની હતાં.

લોકડાઉન થયું પછી એમને તો જે થોડા ઘણા રૂપિયા હશે એજ અને ઘરમાં જે કરિયાણું હશે એમાં જીવન ગુજારો કરતાં હતાં. સરકાર દ્વારા રેશનકાર્ડ પર દરેક ગરીબ પરિવારોને અનાજ આપવામાં આવ્યું. પણ એ લેવા ના ગયા. સોસાયટીમાં રેહેતો અનમોલ એમને કેહવા ગયો કે 'કાકા સરકાર અનાજ આપે છે આપ લઈ આવો. નહીંતર આપનું રેશનકાર્ડ આપો હું લાવી આપું.'

પરેશભાઈ કહે, 'ના બેટા મારો એ અનાજ પર કોઈ હક્ક નથી હું ના લઈ શકું. કંઈ કેટલાય ઘરમાં ચૂલો ના સળગતો હોય એને કામ આવશે. હું ભૂખે નથી મરતો બેટા. અને મારું મહેનતથી મળેલુંજ ખાવું ગમે છે. હું કંઈ એટલું કમાતો નથી અને કોઈ સરકારી ટેક્ષ ભરતો નથી એટલે આ અનાજ લેવા ને હું લાયક નથી.'

અનમોલે ઘણું સમજાવ્યું પણ પરેશભાઈ એમની વાત પર તટસ્થ રહ્યા. અને ઘણા એવા પણ છે કે ઘરમાં અનાજ ભરેલું છે અને બંગલામાં રહે છે અને રૂપિયા છે એ લોકો પણ ગરીબોનું અનાજ લઈ આવે છે એટલેજ ગરીબોનાં મોમાં અનાજ નો કોળિયો જતો નથી. અંતરથી સલામ છે આવા પરેશભાઈ જેવાને જે ઘરમાં પડેલા થોડા અનાજમાં એક ટાઈમ જમીને સંતોષ માનીને જીવે છે. પોતાની મહેનતથી મેળવેલુંજ જોઈએ વણ હક્કનું કશું પણ ના જોઈએ. એવાં સ્વમાની અને સ્વાભિમાની પરેશભાઈને અંતરથી સલામ.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational