STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અનસુ મા

અનસુ મા

1 min
1.5K


અનસુ મા એટલે સતી મા. દિવ્ય તેજ છે ચેહરા પર. સદાય હસતો ચેહરો, આંખોમાં અમી નીતરે, દિલમા દયાનો દરિયો લહેરાતો હોય. કોઈ પણ સેવક આવે બધાના દુઃખ દૂર કરે. કેટલાય લોકોને મદદ કરે, નિસ્વાર્થ ભકિત કરે. બીજાનુ દુઃખ જોઈ આંખમા આંસુ આવી જાય. નિખાલસ, ભોળા, અને દયાળુ અને સાફ દિલના અનસુ મા છે.

હું એમના લાખો સેવકમાની એક સેવક છું. દયાળુ દાદા ( હનુમાનજી)ની ભકિત ખૂબ જ કરે. જે પણ તકલીફ વાળી વ્યક્તિ આવે એને આશીર્વાદ આપે. આવા કળિયુગમાં એમના જેવા સતી મા (દેવી મા) જોયા નથી. "દયાળુ દાદા મારી લાજ રાખે " એવુ કહે અને ગમેતેવુ અઘરૂ કામ પણ ચપટી વગાડતા થઈ જાય. અનસુ મા કહે છે શ્રદ્ધા અને વિશ્ચવાસ રાખો બેડો પાર થઈ જશે.

અનસુ માની હાજરીના પ્રભાવથી મનને શાંતિ મળે છે અને એમની મીઠી બોલીથી અડધા દુઃખ દૂર થઈ જાય છે. એમના સાંનિધ્યમાં રહેવા મળે તો ખુશ કિસ્મતી છે. એમના ધ્વારે આવેલ કોઈ ગરીબ, સાધુ સંતો મહંતો કે પશુ-પક્ષીઓ પણ ખાલી ના જાય. સંસારમાં રહી ભકિત કરી પોતાની એક અલગ ઓળખ ઊભી કરી. ઘણુ લખવુ છે એમના વિશે. એમના ગુણગાન ગાતા મનને આનંદ મળે છે. અનસુ મા માટે લખુ તો એક ગ્રંથ ભરાઈ જાય. જય ગણેશ.

"દયાળુ દાદા તમારી લાજ રાખે "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational