અનોખી
અનોખી
લઘુકથા: “અનોખી "
મયુર,એકેડેમિક, વિચારશીલ,હંમેશા પુસ્તકોમાં ડૂબેલો. બધું પ્લાન સાથે, પ્રેમ પણ.
મોરલી, એકદમ જીવંત, ફટાફટ નિર્ણયો લેતી, એડવેન્ચર પ્રિય, સદા હસતી અને જ્યાં હોય ત્યાંનું વાતાવરણ તેના મય બનાવે તેવી અનોખી.
મયુરને કોઈ પણ લગ્નની વાત કરે, ત્યારે હંમેશા તેને આંકડા યાદ આવતાં – ઘરનું બજેટ કેટલું પડશે? બાળકોની સ્કૂલ ફી કેટલી થશે? વેકેશનનો પ્લાન કેટલા વર્ષમાં બનશે? એને માટે લગ્ન એ જીવનનો વિષય નહોતો, એક નવો "પ્રોજેક્ટ" હતો. તે માનતો કે વાઈ ફાઈ ણા સિગનલ થી નબળા આજના લગ્ન સબંધ હોય છે. સાવ તકલાદી, કે તકવાદી.
બીજી બાજુ, મોરલી કહેતી: “લગ્ન એટલે અંજાન પાણીમાં કૂદી જવું – તરતા આવડે તો સારું, ન આવડે તો પણ પાણી તો તેને આશરે આવેલા ને હિંચળે જ અને ડૂબવા દે જ નહિ ”
બંને પી એચ ડી સાથે એકજ વિષય પર કરતા. વિષય પર સહમતી પરંતુ તેઓનાં સંબંધમાં મૂળભૂત આ જ તફાવત હતો. મયુર હંમેશા “સુરક્ષિત કિનારો” શોધતો, જ્યારે મોરલી મધ્ય પ્રવાહમાં ડૂબકી મારતી.તેને અણધારી પરિસ્થિતિમાજ રહેવું ગમે.
એક વખત પીકનીક પર દરિયામાં બોટિંગ કરતા, પવને મિજાજ બદલ્યો . મયંકનો ચહેરો સફેદ રું ની પુણી સમાન સેફેદ થઈ ગયો. તેને પોતાની જાત પર તિરાસ્કાર થઈ આવ્યો. શા માટે તેણે લાઈફ જેકેટ ચેક ના કરાવ્યા. તેની અધીરાઈ વધી અને , નાવડિયા પાસે પ્રશ્નો પૂછવા…લાગ્યો પણ મોરલીએ તો હાથ છોડી પાણીમાં કૂદી ગઈ. “આવ મયુર ને, મજા આવે છે!”હોડી ડૂબવાની ની બીક કરતા આ પાણીમાં મજા છે
મયુરનો પહેલો પ્રતિભાવ – અરે, પાગલ છે! પણ થોડી પળોમાં એને સમજાયું કે, ડર તો હોડી માં પણ છે, ત્યારે કોઈ નો સાથ હોય તે સાચો પ્રેમ. માત્ર સાથે સફર માં જ નહીં,જીવનમાં સાથે ડૂબવાની હિમ્મત પણ રાખવી જોઈએ .
એ કૂદી ગયો. પહેલી વાર એણે મોરલી ના સુરે,પાણી પર “વિશ્વાસ” મૂક્યો. તે ક્ષણથી એ મોરલી માટે નહીં, પોતાના માટે પણ નવો પાઠ શીખ્યો.
મયુર અને મોરલી તેમની થેસીસ એપ્રુવલ પહેલા, લગ્ન ગ્રંથિથી બંધાઈ ગયા.
લગ્ન જીવન ના વર્ષો પછી અત્યારે પણ, ઝઘડા સમયે ક્યારેક મોરલી એને ચીડવતી: એય ડોક્ટર,“યાદ છે? તું પાણીમાં કૂદતો નહોતો તો આપણું લગ્ન ક્યારેય થવાનું જ નહોતું.”
અને મયુર હસીને તેના બાળકોને કહેતો: “મોરલીના સુરે હું ત્યારે કૂદ્યો હતો, એ દિવસથી આજ સુધી, દરરોજ હજુ ડૂબી રહ્યો છું. પણ એ ડૂબવામાં એક અનોખી મજા છે.”
