Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

અનોખી દોસ્તી

અનોખી દોસ્તી

1 min
153


આજથી બે વર્ષ પહેલાં મારી અજબ-ગજબ વાર્તા અખાડાનંદમાં છપાઈ હતી એમાં મારો ફોન નંબર પણ લખેલો હતો.

અમેરિકામાં રહેતા ભારતી પટેલ વર્ષોથી ત્યાં રહે છે અને હવે ભારતમાં એમનું કોઈ જ નથી પણ માતૃભાષાનો નાતો જાળવી રાખવા એમણે અખાડાનંદ મેગેઝિન બંધાવ્યું છે..

મારી અજબ-ગજબ વાર્તા વાંચીને એ એટલાં બધાં ભાવુક થઈ ગયાં એમણે મને રાત્રે અગિયાર વાગ્યે ફોન કર્યો અજાણ્યો નંબર હતો એટલે મેં પૂછ્યું કે આપ કોણ બોલો છો..?

તો કહે હું અમેરિકાથી ભારતી પટેલ બોલું છું તમે ભાવના બહેન બોલો છો ?

મેં કહ્યું હા..

તો કહે હું માફી માગું છું હું ભાવુક બની ગઈ તમારી અજબ-ગજબ વાર્તા વાંચીને. તો ફોન જોડ્યો તમે ખુબ સરસ લખો છો, તમારું આવું લખાણ વાંચવા મને ક્યાંથી મળે ?

મેં કહ્યું કે આ મારો વોટ્સએપ નંબર છે. આપનો વોટ્સએપ નંબર મોકલો હું રોજબરોજ મારું લખાણ મોકલીશ.

આમ એક સાહિત્યનાં માધ્યમથી ચાલું થયેલો સંબંધ આજે ગાઢ દોસ્તીમાં ફેરવાઈ ગયો છે !

એ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માને છે અને એક દિવસ વાત ના થાય તો ફોન કરીને ખબર અંતર પૂછે છે..

આવી અનોખી દોસ્તી છે.

એકબીજાને રૂબરૂ જોયાં નથી પણ દોસ્તીનો રંગ પાક્કો છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational