Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અનમોલ અને ખુશી

અનમોલ અને ખુશી

3 mins
6.6K


હું અનમોલ ને સારી રીતે જાણું છું એ ખુબ જ પ્રેમાળ, હોંશિયાર અને દેખાવમાં હેન્ડસમ અને દયાળુ છે. મારા ઘરથી નજીક જ રહે છે અને મારે એની મમ્મી મારી ખાસ બહેનપણી હોવાથી એના ઘર સાથે સંબંધ છે અવાર-નવાર અમે એકબીજાને ઘરે જઈ એ આવીયે છીએ. બધા દીકરા અને વહુને વગોવે છે પણ દુનિયામાં અનમોલ જેવા દિકરા અને ખુશી જેવી વહુ પણ હોય છે. બધા મા-બાપ સારા નથી હોતા અને બધા દિકરા વહુ ખરાબ નથી હોતા પણ આપણો સમાજ બધાને ખરાબ સમજે છે.

અનમોલે મને લખવાની ના જ પાડી કે 'માસી ના લખશો હું કોઈ મહાન કામ નથી કરતો મારી દીકરા તરીકેની ફરજ અને જવાબદારી નિભાવુ છું અને હું મારા મા-બાપને બહું જ પ્રેમ કરુ છું.' પણ મેં સમજાવ્યું કે 'તારી વાત લખીશ તો બીજા પણ પ્રેરણા લેશે તો કોઈ બીજાના ઘર સુખી થશે.' આ સાંભળીને એને હા પાડી દીધી.

અનમોલ ઘરમાં નાનો એનાથી એક મોટો ભાઈ મનન, એણે લવમેરેજ કરી બેંગલોર એક કંપનીમાં નોકરી મળી એમ કહીને જતો રહ્યો. એ ઘરના વાતાવરણથી તંગ બની ગયો હતો. અનમોલે પણ ખુશી સાથે લવમેરેજ કયાઁ અને ખુશીને કહ્યું કે મારા મા-બાપને સાચવજો એ સિવાય હું તારી પાસે કશું જ નથી માંગતો.

અનમોલ અને ખુશી બંને મોટી કંપનીમાં નોકરી કરતા હતા સાથે જ જતા અને સાથે જ આવતા. રવિવારે રજા હોય તો બીજા વ્યવહારુ કામ પૂર્ણ કરી દેતાં.

અનમોલના લગ્નને મહિનો પણ થયો ન હતો અને ઘરમાં મોટો ઝઘડો થયો ખુશી ઘરમાં જ હતી અનમોલ બહાર ગયો હતો અનમોલના પપ્પા ઘાંટા પાડી અપશબ્દો બોલી રહ્યા હતા અને આ જોઈને ખુશી ગભરાઈ ગઈ કારણ કે એના પિયરમાં આવુ કંઈ જોયેલુ જ નહીં કે પતિ-પત્ની આ રીતે પણ ઝઘડો કરે. અનમોલને એણે ફોન કરીને જાણ કરી અને અનમોલે આવીને મા બાપને શાંત પાડયા.

આવુ તો અઠવાડિયામાં એક વાર થતું અનમોલ મમ્મીનો પક્ષ લે તો પપ્પા કહે તને તો તારી મા જ વહાલી છે અને પપ્પાનો પક્ષ લે તો મમ્મી કહે તું મારા દુઃખ દર્દ નથી સમજતો. મારુ તો કોઈ જ નથી. આમ અનમોલ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિમાં જીવતો.

મા ને ફરવાનો શોખ અને બાપને બિલકુલ રસ નહીં એટલે અનમોલ હંમેશા ચારનો જ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવતો પણ તોય એમના ઝઘડા ચાલુ જ રહે.

મા બાપ ને કોઈ જ તકલીફ ન પડે એ માટે અનમોલે ગાડી પણ લીધી હતી. પરંતુ તેઓ પોતાની તું તું મેં મેંમાંથી ઊંચા જ ન આવતા અને દિકરા વહુ ને શાંતિથી જીવવા જ ન તા દેતા.

અનમોલ બંને ને સમજાવીને શાંતિથી રહેવા કોશિષ કરતો. ખુશીય બંનેનું ભાવતું જ જમવાનું બનાવતી અને મમ્મીને કશું જ કામ કરવા દેતી નહીં.

અનમોલના લગ્ન ને ત્રણ વર્ષ થયા. એ કહે છે મારે બાળક લાવીને શું કામ મારા મા બાપ જ બાળક જેવા છે એમનું ધ્યાન રાખવાનું અને એમને ખુશ રાખું એ જ મારી નૈતિક જવાબદારી છે અને ફરજ છે. બસ હું એટલું જ ઇચ્છુ કે મારા મા બાપ ખુશ રહે અને શાંતિથી જીંદગી જીવે. આમ મા બાપને ખુશ કરવા અનમોલ પોતાનાથી બનતા બધા જ પ્રયત્ન કરતો......


Rate this content
Log in

Similar gujarati story from Inspirational