અંગાર્પણ
અંગાર્પણ
સરસ મજાની એક સાંજ ને સૂર્યનું અસ્ત થવું કેટલાય વર્ષો થી આ એક સાંજ રોજ આવતી ને જતી. રજત ને હેમ તે ક્યારેય ન ચૂકતા. બધા જ જાણી ગયા હતા સૂર્યાસ્ત થયા વગર રજત ક્યાંય બહાર નહિ આવે. મિત્રો ને સગાવહાલા બધા જ તેને સાતસાડાસાત પછી જ ઘરે, હોટલમાં કે રેસ્ટોરાન્ટ કે પાર્ટી માં આમંત્રિત કરતા.
હેમ સદાય તેને કહેતી ,”મારે લીધે તો તું આમ કરે છે,તને કંટાળો નથી આવતો? “રજત હસતો ને તેને ગાલે મીઠું વહાલ વરસાવી ઉઠી જતો. હેમ મનમાં તો પોરસાતી કે તેનો પ્રેમ કેટલો ગહેરો ને પ્રેમાળ છે. બન્ને બહુજ પરસ્પર એકબીજા પર નિરભર છે. ક્યારેય ન છૂટે આ સાથ. ખુશી એમના જીવનમાં ફૂલોની મહેકની જેમ મહેંકી
રહી હતી. આ અસ્ત થતો સૂર્ય તેમનો સાક્ષી હતો.
વરસાદમાં વાદળા હોય ને સૂર્યાસ્ત ન જોવા મળે તો રજત તેને ટીવી પર સૂર્યાસ્તના પિક્ચર બતાવતો ને તે આનંદ પામતી આ દ્રશ્યજોઈ રજત હસી પડતો. હેમની સૂર્યાસ્તની ઘેલછાથી કોઈ અજાણ નહોતું. એક સાંજે તે પોતાના કક્ષમાંથી બહાર ન આવી તો રજત તેના શયનકક્ષમાં પ્રવેશ્યો જોયું તો તે સૂતી હતી, દરવાજાના અવાજથી પણ તેની આંખ ન ખૂલી . ”હેમ હેમ “! ની બે ત્રણ બૂમ રજત પાડી ચૂક્યો. ક્યારેય સમય ન ચૂકનારી હેમ ન ઊઠી. તેની પાસે ગયો તો તે ચુપ હતી,નિષ્ક્રિય હતી. શું થયું હશે?એકદમ તેણે ઘરના ડો. રિતેશ ને બોલાવ્યા તેમને આવતા વાર થતા ચાર પાંચ ફોન કરી ચૂક્યો. . ! ડોક્ટરે આવી જોયું તો હેમને કોઈક કારણસર બ્રેઈન પર અસર થઈ હતી. તેણી કોઈ જ રીતે રીસ્પોન્સ નહોતી આપતી. તાત્કાલીક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી . ડોક્ટરોના નિદાન માં તેને બ્રેન ડેડ જાહેર કરાઈ. હૃદય ધડકતું હતું પણ મગજે જવાબ આપી દીધો હતો. હવે રાહ જોવાની ને જોતા રહેવાનું .
આમને આમ બે અઠવાડિયા નીકળી ગયા. . દવાખાના ના ટીવી સામે રોજ સૂર્યાસ્તના દ્રશ્ય દ્રશ્યમાન થતા. ખૂલ્લી આંખે હેમ તેજોતી પણ ચહેરા પર ન કોઈ ભાવ હતા ન કોઈ આંખનો પલકારો. જોતજોતામાં રજતની નિરાશા વધતી ગઈ. તે સ્વભાવનો ઉગ્ર બની ગયો. ક્યાંય તેના મનની શાંતિ નહોતી. બરાબર એકવીસમા દિવસે તે દવાખાના માં પ્રવેશ્યો તેણે જોયું કે બધા દોડાદોડી કરી રહ્યા છે,એક વીસ બાવીસ વર્ષની યુવતી નો અકસ્માત થયો છે તેને ઘણું જ વાગ્યું છે. . તે મઘ્યમવર્ગની લાગતી હતી, તેના માતા પિતા બિચારા બહાર બેઠા છે. ડોક્ટરે તેમને બોલાવ્યા ત્યારે રજત પણ ત્યાંજ બેઠો હતો. આજે તેમનથી નિશ્ચય કરીને આવ્યો હતો કે હેમને આજ પરિસ્થિતિ રહેવાની હોય તો તે ઘરે લઈ જશે. ત્યા તે તેની દેખરેખ કરશે.
ડોક્ટર યુવતીના પિતાને કહી રહ્યા હતા કે,”તમારે એકલાખ રૂપિયા જમા કરાવા પડશે, તો ઈલાજ શરૂ થશે. પિતાએ લાચારી થી ડોક્ટર સામ
ે જોયું . કાંઈ જ બોલ્યા વગર બહાર આવી બાંકડે બેસી પડ્યા ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ દ્રશ્ય રજતે જોયું ને તે વિચારી ઉઠ્યો શું માનવી આટલો લાચાર. . !હેમની એક વાત યાદ આવી “આપણે સંતાન વિહોણાં છીએ ચાલ એક બાળકી દત્તક લઈએ”તે ઉભો થયો ને સીધો દવાખાનાના બીલ વિભાગમાં જઈ એ યુવતીનું જે બીલ થાય તે તેના અકાઉન્ટમાંથી ભરાશેની બાંહેધરી આપી, યુવતીનો ઈલાજ શરૂ કરવાની ડોક્ટરને વિનંતી કરી.
બે દિવસ પછી ડોક્ટરે ખુશ ખબર આપ્યા કે હેમે રાત્રે બે ત્રણ વાર આંખોની પલકો ખોલબંધ કરી છે. જો વધુવાર આમ થશે તો જરૂર થોડી આશા બંધાશે. પણ આ જાણે કે છેલ્લા જતા પહેલાની આશા હતી. બપોરે હેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ, બીજી બાજુ પેલી યુવતીને ડેમેજ થયેલી આંખોને લીવર જવાબ આપી રહ્યા હતા.
દિવસ આખો ભાગદોડમાં પત્યો, ઓક્સિજન પર હેમ જાણે જીવવા ખાતર જ જીવી રહી હતી. રજતને ઘરે ઉંઘ નહોતી આવી રહી. આંખ મિંચાતા જ હેમ દેખાતી જાણે કહી રહી હતી ,”રજત મને જવાદે. . !શું સુજ્યું કે તે ઉભો થયો ને સવારે હેમના દેહને દાન કરી દેવો એ નિર્ણય પર તેણે મહોર મારી દીધી. સીધો દવાખાને જઈ હેમના ઓરડામાં હેમનો હાથ પકડી તેને સ્પર્શથી જ કહી રહ્યો ,”હેમ, ચાલ તને છૂટી કરૂ છુ. મારા મોહમાં તને નહિ હેરાન કરૂ પણ તુ જો તારી અંતિમ ઈચ્છા કહી ગઈ હોત તો. . ?”રાત્રી આખી આમ જ પસાર કરી,ડોક્ટરના આવતા જ તેમની જોડે ચર્ચા કરીને હેમના અંગોનું દાન કરવાનો નિર્ણય જણાવી દીધો. પેલી યુવતીને હેમના અંગાર્પણથી નવી જિંદગી મળશે એ જાણી તે રાજી થયો. ડોક્ટરે બધી વિધી પતાવી ને. . હેમનું શરીર રજતને અર્પણ કર્યુ. વિધી પતતા પતતા સાંજ એટલે કે સૂર્યાસ્ત થયો. હેમને એની સાહેલીઓ એ સરસ શણગારી ને વિદાય આપી,રજત સ્મશાનમાં હેમના શરીરને ચીતા પર મૂકતા ,મન માં જ ગણગણ્યો,”હેમ જો સૂરજ ઢળી રહ્યો છે તેના કિરણો હેમ જેવા સોનવર્ણી છે. . આ સૂર્યાસ્ત નથી કોઈના જીવનનો સૂર્યોદય છે. ”જરૂર તે યુવતી તારી આંખોથી જ તેના જીવનનો સૂર્યોદય જોઈ શકશે. જો તારા પીંડમાંથી તેના પીંડમાં મે અંગાર્પણ કરી તેને પુત્રી રૂપી દત્તક લીધી છે. હેમ જોતારા રજતે તારી ઈચ્છા પૂર્ણ કરી છે. સૂર્યાસ્ત જોવાની. . જોઈશને પ્રશ્ન નથી કરતો પણ તુ જ્યારે જ્યારે સૂર્યાસ્ત જોઈશ ત્યારે ત્યારે જરૂર હેમવર્ણા સૂર્યકિરણ ને જોઈ હું ખુશ હોઈશ. ”
હેમના ગયા પછી રજત રોજ ઊભા ઊભા સૂર્યાસ્ત જોતા એ યુવતીની રાહ જોતો. એક દિવસ એની ઓફિસમાં એક યુવતી પ્રવેશી તેણીની આંખોમાં નું તેજ હેમની જેમ ચમકી રહ્યું હતું . તે કંકોત્રી લઈ ને આવી હતી તેણી એ રજતને પગે લાગી બોલી ઉઠી,” મારી અંતિમ માંગણી પૂરી કરશો? મારૂ કન્યાદાન કરશો. . . ?
રજતની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. . તે બોલી ઉઠ્યો હા. . . જરૂર.