અનાથ બાળક
અનાથ બાળક
રવિ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ભણવામાં ખૂબ હોંશિયાર. શાળામાં શિક્ષક જે કંઇ પ્રવૃત્તિ કરાવે તે બધી પ્રવૃત્તિઓમાં તે અવશ્ય ભાગ લે.
અચાનક રવિનું ભણવામાં ધ્યાન ઓછું થતું ગયું. તે પ્રવૃતિમાં પણ ઓછો દેખાવા લાગ્યો. સાહેબને પણ નવાઈ લાગી કે આવું કેમ થયું ? એક દિવસ તેના સાહેબને જાણવાની ઈચ્છા થઈ.
તે રવિના ઘરે જાણવા માટે ગયા કે રવિ આખો દિવસ શું કરે છે. તે રીસેસના સમયે રવિના ઘરે ગયા. તેના મમ્મી સાથે વાત કરતા જાણવા મળ્યું કે તેમના પિતાજી બે-ત્રણ મહિના પહેલા ગુજરી ગયા છે. ત્યારપછી મારી તબિયત સારી નથી રહેતી.
શાળાએથી આવી ઘરનું કામ કરે. એક ભાઈને ત્યાં કામ કરવા જાય એના જે રૂપિયા આવે તેમાંથી અમારું ગુજરાન ચલાવીએ છીએ.
