Rahul Makwana

Inspirational Others

3  

Rahul Makwana

Inspirational Others

Amrish Puri - The Legend of Bollywood - મારી મનપસંદ ફિલ્મી હસ્તી

Amrish Puri - The Legend of Bollywood - મારી મનપસંદ ફિલ્મી હસ્તી

4 mins
161


મિત્રો, ફિલ્મો એ આપણાં જીવનની ખૂબ જ નજીકથી જોડાયેલ છે, અલગ અલગ ફિલ્મોએ આપણાં માનસ પટ્ટ પર એક અલગ જ પ્રકારની છાપ છોડેલ હોય છે, જેમાંથી એમઉક ફિલ્મો તો આપણાં જીવન સાથે એટલી હદે જોડાય ગયેલ હોય છે કે ક્યારેક આપણને એવું લાગે છે કે જાણે આ બધી ફિલ્મો માત્રને માત્ર આપણાં પોતાનાં માટે જ જાણે નિર્માણ પામેલ હોય.

 જેવી રીતે વિજ્ઞાનનાં ફાયદા અને ગેરફાયદા રહેલ છે, તેવી જ રીતે આ ફિલ્મોનાં પણ ફાયદાઓ અને ગેરફાયદાઓ રહેલાં છે, અમુક ફિલ્મો જેવી કે “તારે જમીન પર” આપણાં સમાજ માટે કોઈ ચોક્કસ સંદેશો આપી જતી હોય છે, તેવી જ રીતે અમુક ફિલ્મો આ સમાજને ગેરમાર્ગે દોરવવાનું કાર્ય પણ કરતી હોય છે. 

ફિલ્મોમાં આવતાં અલગ અલગ ફિલ્મી હસ્તીઓ આપણાં જીવનમાં ખૂબ જ અસર કરતી હોય છે, હું આજે આપ લોકો સમક્ષ જે ફિલ્મી હસ્તિની વાત કરવાં જઈ રહ્યો છું તે ફિલ્મી હસ્તીનું નામ છે, “અમરીશ લાલ પૂરી” કે જેને આપણે “અમરીશ પુરીનાં ટૂંકા નામથી ઓળખીએ છીએ. 

અમરીશ પૂરી આ નામ લેતાની સાથે જ આપણાં મગજમાં એક જ ડાયલોગ યાદ આવે, “મોગેમ્બો ખુશ હુઆ” આ ડાયલોગ બોલતી વખતે અમરીશ પૂરીજીનું એ અડીખમ અને અટ્ટહાસ્ય અને એ ડરામણો ચહેરો અચૂક યાદ આવી જાય જ છે. 

લગભગ 90નાં દાયકામાં એક સમય એવો હતો કે લોકો ફિલ્મોમાં એક્ટરનાં નામ જોવાને બદલે તે ફિલ્મમાં ખલનાયક તરીકે કોણ પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે ? - એ બાબત ખાસ ધ્યાને લેતાં હતાં, આ સાથે જો તે ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા “અમરીશ પૂરી” ભજવવાનાં હોય તો લોકો “આ ફિલ્મ જોવાની ચોક્કસથી મજા આવશે જ તે !” - એવી અચૂક પૂર્વભૂમિકા બાંધી લેતાં હતાં. 

અમરીશ પૂરીજી એ ફિલ્મોમાં ભલે ખલનાયક તરીકેની ભૂમિકા ભજવી હોય, પરતું રિલ લાઈફ અને રિયલ લાઈફમાં તેઓ એકદમ સીધા, સરળ, સાદા અને મળતાવળા સ્વભાવનાં હતાં, આમ અમરીશપૂરી એકમાત્ર એવાં ફિલ્મી હસ્તી હતાં કે જે પોતાનાં નકારાત્મક ભૂમિકા કરવાં છતાંય વર્ષો સુધી દર્શકોનાં દિલમાં પોતાનું આધિપત્ય સ્થાપવામાં સાચા અર્થમાં સફળ રહ્યાં હતાં, હાલ ભલે અમરીશ પૂરીજી આપણી વચ્ચે નથી રહ્યાં પરતું તેઓ કાયમિક માટે આપણાં હર્દયમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. 

આ ઉપરાંત અમરીશ પૂરીજી એ પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં અલગ - અલગ ઘણાં બધાં રોલ ભજવી જાણતા હતાં, તેનાં માટે તેઓએ ખૂબ જ મહેનત કરતાં અને પોતાને જે રોલ ભજવવાનો હોય તે પાત્રને તેઓ સો ટકા ન્યાય આપવામાં સફળ રહેતાં હતાં.

અમરીશ પુરીજીનો જન્મ ૨૨ જૂન ૧૯૩૨નાં રોજ પંજાબ રાજ્યનાં નવાંશહર ખાતે થયો હતો.તેઓ ભારતીય રગમંચ અને ચલચિત્ર જગતના એક જાણીતા અભિનેતા હતા.ભારતીય દર્શકો તેમને શેખર કપૂરની હિંદી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા (૧૯૮૭)માં મોગેમ્બોની ભૂમિકા માટે ખૂબ જ પસંદ કરે છે.

અમરીશ પુરીજી પોતાનાં જીવનનાં અંતિમ તબ્બકામાં લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થી પીડાતા હતાં, આથી તેમને ૨૭ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અને અંતે તેઓ ૧૨ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ ૭:૩૦ વાગ્યે તેમનું અવસાન થયું હતું ]તેમનાં પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે તેમના નિવાસ પર લાવવામાં આવેલ હતું. ૧૩ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ શિવાજી પાર્ક સ્મશાનમાં તેમની અંતિમવિધી કરવામાં આવી હતી, આ ઉપરાંત અમરીશ પુરીજી એકમાત્ર એવાં અભિનેતા હતાં કે જેમને નકારાત્મક ભૂમિકા માટે એક કરતાં વધારે એવોર્ડ આપવામાં આવેલ હતાં.

આ ઉપરાંત અમરીશ પુરીજી એ ઘણાં બધાં ફિલ્મોમાં કામ કરેલ છે, જેમાંથી અમુક ફિલ્મો એવી છે કે જે ક્યારેય ભૂલી નાં શકાય જેની યાદીમાં “મિસ્ટર ઈન્ડિયા” “કરણ અર્જુન” “ઇન્ડિયાના જોન્સ” “ગદર” “નાગિન” વગેરે જેવી ફિલ્મો મોખરે આવે છે. 

આમ અમરીશ પુરીજી એકમાત્ર એવાં અભિનેતા છે કે જેઓ આ ફિલ્મી જગતમાં પોતાનાં દમદાર અવાજ, દમદાર ભૂમિકા, દમદાર ડાયલોગ ડિલિવરી, પડછંદ કાયા વગેરેને લીધે અમરીશ પૂરીજી આપણાં દિલમાં કાયમિક માટે વસી ગયેલાં છે.. આમ પોતાનાં નકારાત્મક ભૂમિકા કરવાં છતાંપણ આપણાં જગત કે સમાજને સારો અને સાચો રસ્તો દર્શવાનાર અભિનેતાઓમાં મારી દ્રષ્ટિએ અમરીશ પુરીજી બધાં જ અભિનેતાઓમાંથી પોતાનું આગવું સ્થાન ધરાવે છે. 

આ ઉપરાંત અમરીશ પુરીજીનાં ફિલ્મોની નોંધ અલગ અલગ એવોર્ડ સન્માનમાં પણ લેવાય છે, જે નીચે મુજબ છે.

૧૯૬૮: મહારાષ્ટ્ર રાજ્ય નાટક

૧૯૭૯: સંગીત નાટક અકાદમી.

૧૯૮૬: શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવોર્ડ – મેરી જંગ

૧૯૯૧: મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કાર – ઘાતક

૧૯૯૭: શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ – ઘાતક

૧૯૯૮: શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવોર્ડ – વિરાસત

૧૯૯૮: શ્રેષ્ઠ સહાયક અભિનેતા સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ – વિરાસત

આ ઉપરાંત તેમનાં ફિલ્મો અલગ - અલગ એવોર્ડ માટે નોમિનેટ થયેલ હતી, જે નીચે મુજબ છે.

૧૯૯૦: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – ત્રિદેવ

૧૯૯૨: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – સૌદાગર

૧૯૯૩: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – તહલકા

૧૯૯૩: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – મુસ્કુરાહટ

૧૯૯૪: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – દામિની

૧૯૯૪: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – ગર્દિશ

૧૯૯૬: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – કરણ અર્જુન

૧૯૯૬: ફિલ્મફેર બેસ્ટ સપોર્ટીંગ ઍવોર્ડ – દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

૧૯૯૯: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – કોયલા

૨૦૦૦: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – બાદશાહ

૨૦૦૨: ફિલ્મફેર બેસ્ટ વિલન ઍવોર્ડ – ગદર એક પ્રેમકથા

૨૦૦૨: ઝી સિને ઍવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ઇન્ નેગેટિવ રોલ – ગદર એક પ્રેમકથા

આમ અમરીશ પુરીજીએ હિન્દી ફિલ્મોમાં જે યોગદાન આપેલ છે, તે અવર્ણીય છે, પરંતુ તેઓ કાયમિક માટે હિન્દી સીનેજગતમાં બધાં જ કલાકારો પૈકી પોતાની એક અલગ છાપ છોડીને જતાં રહ્યાં છે….આવા લિજેન્ડ રંગમંચ ભૂમિના સાદા, સરળ અભિનેતાને હૃદયપૂર્વક સૌ સૌ સલામ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational