અમી
અમી
મેં પ્રયતન કરેલો છે. અમીના નંદવાયેલા સપનાને મારા કથાનકથી એમાં થોડું કલરફુલ બેકગ્રાઉન્ડ બનાવવાની. સેંકડો અમી આપણાં દેશમાં વસે છે જેના કુંવારા સ્વપ્નો આબરુ, ખાનદાની અને સમાજ ના કહેવાતા ખોખલા રિત રિવાજો તળે મુરઝાઈ જતા હોય છે. અમીના સ્વપ્નોને પાછા લાવી શકવાનું કામ માત્ર અમી જ કરી શકે પણ મેં પ્રયાસ કર્યો
છે કે અમીની દિકરીઓ રિવાજો બંધિયાર માનસિકતાના ખપ્પરમા ના હોમાય. હું એક રાઈટર છું આ વાર્તાથી લોકની જૂનવાણી સુષુપ્ત માન્યતા બદલાય એનો એક પ્રયાસ છે. દિકરીને પગભર થઇ સ્વ નિર્ભર કર્યા પછી જ પરણાવવાની નેમ લેવી જરુરી છે. સેંકડો અમી આપણી આસપાસ રહે છે તેને મદદ કરો.
અમીની જિંદગી વીતી રહી છે એક સ્ત્રી એ પોતાના અરમાનોનું ગળું ટૂપાવી દીધું. પણ એના આળા હદયમાં મમતાનો દરિયો ધૂઘવે છે. અમીની અંદરની સ્ત્રીએ તેની પ્રતિભા,સપના અને એષણાઓને મનના કોઈ અગોચર ખૂણે ધરબીનેદીધા છે. એકધારી વહી જતી એની શુષ્ક
જીંદગીમાંએક સાહિત્યકારનું આગમન થાયછે. જે તેનામાં રહેલી બૌદ્ધિકતા અને સાહિત્ય પ્રત્યેની રુચિને હકારાત્મક વળાંક આપે છે. અમીની નિરસ જીંદગીમાં થોડી હળવાશ આવે છે અને જીંદગીમાં ટકી રહેવાનું બળ મળે છે.
તે તેના સર્જક મિત્રને આપણે "સાંત્વન" નામથી ઓળખીશું. અમીની જીંદગીમાં સાંત્વનના પ્રવેશ પછી અમી પરિસ્થિતિને પહોચી વળવાનું બળ મળ્યું છે. સાંત્વન સાચા અર્થમાં અમી માટે આશ્વાસન બની
ગયા. થોડી વાતચીતે એના આળા મન પર પાટાપીંડીનું કામ કર્યું. અમી જે જીંદગીમાંએક કાર્યના ભાગરુપે જીવતી હતી તે હવે પોતાના બાળકોને કેળવવા, ઉચ્ચશિક્ષણ આપવા અને બહેતરીન ઉછેર કરવા કટિબદ્ધ થઈ. એની જીંદગીને યોગ્ય દિશા તરફ વાળવામાં સાંત્વનનો ખૂબ મોટો ફાળો હતો. એક આત્મિક બૌદ્ધિક સંબંધ અમી માટે પ્રેરણાનું ઝરણુ
બની ગયો.
આજે અમીની જીંદગીનો ખૂબ મહત્વ નો દિવસહતો. અમીએ આજે વહેલા ઉઠી નહાઈને ઈશ્વરની પૂજા કરી. આજે તેની બેઉ દિકરીઓને અત્યંત સારી જોબ મળી હતી. નીરાલીને અને કૃપાલીને બેંગ્લોરની એક કંપનીમાં પોસ્ટિગ મળી ગયું હતું. બેઉ દિકરીઓને તે પગભર કરી શકી. એ તેની તપસ્યાની મોટી લબ્ધિ હતી .બન્નેને મંદિરમાં પગે લગાડીને એણે ઈષ્ટદેવની પૂજા કરી. એની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. જે એક પ્રતિમા મંદિરમાં નહોતી પણ એના મનમંદિરમાં હતી.(સાંત્વન) તેને પણ વંદન કર્યા. દિકરી ઓનાં ઉછેર, ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીના ઘડતરમાં એનુ સતત માર્ગદર્શન પ્રેરણાદાયી હતુ. એના હૂંફ અને આશ્વાસનના અવિરત પ્રવાહથી જ તો એ આજે અહી સુધી પહોંચી શકી હતી.
અમી એ સાસુને પગે લાગીને જવા વિષે કહ્યું.ઘરમા સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી સાસુ બોલ્યા "છોડી ઓને એકલી નથી રાખવી. તું
અગર સાથે રહી ધ્યાન રાખી શકે તો મારી હા છે " અમી ગદગદ થઇ ગઈ. એણે પતિ ની સામે જોયું. હે પ્રભુ મને ડર છે ન્યાય આપજે. એ ક્યાંક ના ન પાડે ...રાજીવ આગળ આવ્યો. અમીની આંખોમાં જોઈ
તેણે કહ્યું,
"બહુ વર્ષોતે સહુની સેવા કરી હું તને રજા આપું છું જા... જે તારો હક્ક હતો એ વિષે તે ક્યારેય હરફના ઉચ્ચાર્યો. આપણી બેઉ દિકરીઓને તું.
ઉડવા આકાશ આપ. અમી તુ જા .. .હું તને કહું છું આપણા જીવનની અધૂરપને તું આ બેઉના ઘડતરથી પરિપૂર્ણ કર." અમી આભારવશ નજરે પતિ સામે જોઈને અમી એ બન્ને દિકરીઓના હાથ પકડી પ્રયાણ કર્યું.
આજે સાચા અર્થમાં તે સ્વયં સિદ્ધા સાબિત થઈ હતી. એને આજે એક જીંદગી મુંર્ઝાયાની સામે બીજી બે ઉગતી કુમળી આશાને યોગ્ય આકાશ મળ્યાનો આનંદ હતો.આભાર સાંત્વન આ મારી એકલાની જીત નથી. તે મારી આ સહિયારી જીતનેપ્રેરણા આપી. હું જ્યાં નાસીપાસ થતી હતી ત્યાં હંમેશા તે મને હિંમત આપી છે " અમી એ આજે. મનોમન સાંત્વનનો આભાર માન્યો. બેઉ દિકરીઓને સાથે લઈ અને અમી એ તેને સ્વાભિમાનથી જીવવાની દિશા તરફ પગલાં ભર્યા. દૂર દૂર સાંત્વનનો હસતો ચહેરો અને શુભેચ્છાથી ભરી આંખો એને આવજો
કરી રહી.
